પરસેવો આવવો એ શરીરની કુદરતી વસ્તુ છે અને તે આપણા શરીર ને કુદરતી રીતે ઠંડી કરવા માટે બનાવવામાં આવેલ છે. અને શરીરના ઉત્સર્જન માટે પણ પરસેવો ખુબ જ જરૂરી છે. સામાન્ય રીતે પરસેવો તેની મેળે જ થોડા સમયની અંદર સુકાઈ જતો હોઈ છે અને જો એવું ના થાય તો તેવા સન્જોગોની અંદર આપણી પાસે તેને સાફ કરવા સિવાય કોઈ રસ્તો બાકી વધતો નથી. પરંતુ શું તમને ખબર છે કે જો તમે તમારા પરસેવા ને સાફ નહીં કરો અને તમારા શરીર ને ચોખ્ખુ નહીં રાખો તો તમારી સાથે શું થઇ શકે છે. પરસેવા ના બે પ્રકાર છે. એક્રીન અને એપોક્રીન પરસેવો. એક્રીન પરસેવો પાણીયુક્ત, ગંધહીન અને સરળતાથી બાષ્પીભવન કરે છે. આ એપોક્રીન પરસેવો ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે જે સમગ્ર શરીરમાં વહેંચાય છે. એપોક્રીન પરસેવો ગ્રંથીઓ બગલના વિસ્તારોમાં સ્થિત છે. એપોક્રીન ગ્રંથીઓનો સ્ત્રાવ એક્રીન પરસેવા કરતા ઘન હોય છે. અને આવું થવાના કારણે બેકટેરીયા તેની અંદર સરળતાથી જન્મી શકે છે અને વધી પણ શકે છે. અને ઓડોર થઇ શકે છે. સામાન્ય રીતે થોડો પરસેવો આપણા શરીર માટે જરૂરી પણ છે પરંતુ જો તમે તેવા જ પરસેવાવાળા કપડાં પેહરી રાખો તો તમને હેલ્થને લગતી સમસ્યાઓ પણ સર્જાય શકે છે. શું તમને પરસેવો સાફ ન કરવાની આડ અસરો વિષે જાણો છો? સ્કિન રેશિસ શરીર પર વધારાનો પરસેવો ચામડીમાં બળતરા પેદા કરી શકે છે. તે પીડાદાયક ખંજવાળ તરફ દોરી જશે. જો તમે તમારો પરસેવોને સાફ નહીં કરો તો, વાતાવરણમાંથી બેક્ટેરિયા અને ફૂગ તેના સંપર્કમાં આવશે અને આ ત્વચા એલર્જી તરફ દોરી જશે. આનાથી ચામડી છિદ્રો બંધ થઈ જશે. તેથી પરસેવો સાફ કરો અને વિસ્તારોને સૂકા રાખો અને જો તમને વધુ પરસેવો થાય તો તમારે ડોક્ટર ને મળવું જોઈએ.
- દિવાળી અને આપણી સંસ્કૃતિ - 26 October2024
- દિવાળી…..એ પણ શું દિવાળી હતી!! - 26 October2024
- જોન્સન ગાર્ડનનું નામ બદલીને ફીલ્ડ માર્શલ સામ માણેકશા ગાર્ડન કરવામાં આવ્યું - 26 October2024