હસો મારી સાથે

જે પતિ પત્ની સવારે સાથે ઉઠીને એક સાથે ચાય પીએ છે એને જોઈને જ વાઘ બકરી ચાયનું નામકરણ થયું છે.
***
ડોકટર: તમારા શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે.
છોકરી: હા બહુ દિવસ થયા પાણીપુરી નથી ખાધી એટલે જ પાણીની કમી થઈ.
***
પત્ની: તમે મને 500 રૂપિયા આપો હું તમને લાખો રૂપિયાની વાત કહીશ!
પતિ: લે આ 500 રૂપિયા
પત્ની: આવી રીતે કોઈને રૂપિયા આપવા નહીં.
***
લાઈફને સુધારવા માટે એક વાઈફ બસ છે પણ વાઈફ ને સુધારવા માટે આખી લાઈફ પણ કમ છે
***
રીન્કુ: તું કોની સાથે લગ્ન કરવાનું પસંદ કરીશ?
પીન્કી: લગ્ન તો હું તે છોકરા સાથે કરવાનું પસંદ કરીશ જે ભોજન પછી કહેશે..!
જા તું ઈન્સ્ટા અને ફેસ બુક જોઈ લે, વાસણ હું ધોઉં છું.

Leave a Reply

*