મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. મીઠી જબાન વાપરી બીજાના દિલ જીતી લેશો. તમારા અટકેલા કામ ફરી પાછા ચાલુ કરી શકશો. નાણાકીય બાબતમાં બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી લાભ મળશે. મિત્રોથી ફાયદો મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 28 છે.
Mercury’s ongoing rule helps you to take on all your challenging tasks with ease and efficiency. You will be able to win over the hearts of others with your sweet words. You will be able to restart your stalled projects. Ensure to make financial investments. You will profit from old investments. Your friends will prove beneficial. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 23, 24, 28.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
પહેલા ત્રણ દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી મંગળની દિનદશા એકસીડન્ટ કરાવી શકે છે માટે વાહન સંભાળી ચલાવજો. 25મીથી શરૂ થતી બુધની દિનદશા તમારા બધા દુ:ખ દૂર કરી આપશે. તમારાથી થયેલી ભૂલને શોધી તમે તેનું નિરાકરણ કરશો. નાણાકીય બાબતમાં સુધારો થતો જશે. કોઈ સારા સમાચાર મળશે. હાલમાં ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
With the last three days remaining under the rule of Mars, you need to ride/drive your vehicles very cautiously as the descending rule of Mars could likely cause accidents. Mercury’s rule starting from the 25th will ease all your issues. You will be able redeem and correct any mistakes that you have made. Your financial situation will improve. You could receive good news. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.
Lucky Dates: 25, 26, 27, 28.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
25મી સુધી ચંદ્રની દિનદશા ચાલશે જોઈતી ચીજ વસ્તુ પહેલાજ ઘરમાં વસાવી લેજો. 26મીથી શરૂ થતી મંગળની દિનદશા તમારા સ્વભાવમાં મોટા ચેન્જીસ આવશે. તમારો ગુસ્સો વધતો જશે. મંગળની દિનદશા ચાલુ થતા વાતાવરણમાં શાંતિ નહીં રહે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડવા લાગશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23 24, 27 છે.
The Moon’s rule till 25th suggests that you make any house purchases first. Mars’ rule starting 26th could cause you to have mood swings and change in behaviour. You could feel angrier. The onset of Mars’ rule will take away the peace from your surroundings. Couples could end up squabbling. Pray the 34th Name, Ýa Beshtarna’, along with the Tir Yasht daily.
Lucky Dates: 22, 23 24, 27.
CANCER | કર્ક: ડ.હ.
તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી દરેક પ્રકારના લાભ મળતા રહેશે. તમારા મનને શાંત રાખીને આગળ વધી શકશો. નાની મુસાફરી કરી શકશો. પ્રમોશન મળવાના ચાન્સ છે. ઘરનું વાતાવરણ સારૂં રાખવા ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરજો. લેતી-દેતીના કામો સમય પર પૂરા કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
The ongoing Moon’s rule brings you all kinds of benefits. You will be able to progress ahead with a calm mind. Short travels are indicated. You could be up for a promotion! To keep the home atmosphere cordial, do cater to the needs of family members. You will be able to complete any lending-borrowing transactions on time. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 25, 26.
LEO | સિંહ: મ.ટ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્ય તમને ખૂબ તપાવશે. નાની બાબતમાં તમને ગુસ્સો આવશે. તમારી સાથે કામ કરનાર પણ તમને પરેશાન કરશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. આવકની જગ્યાએ જાવક વધી જશે. સરકારી કામ કરતા નહીં. 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 27, 28 છે.
The Sun’s ongoing rule till 6th September will cause you discomfort. You could end up getting angry over small matters. Your colleagues could trouble you. Frequent squabbles between couples could take place. Your outgoings will be more than your income. Avoid doing any government related work. Pray 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 22, 23, 27, 28.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી કામ કરવામાં કંટાળો નહીં આવે. ભવિષ્યમાં નાણાકીય મુશ્કેલી નહીં આવે તે માટે ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. સેલ્ફકોન્ફીડન્સ સારો હોવાથી કામ સરખી રીતે કરી શકશો. ધનલાભ મળતા રહેશે. ચાલુ કામ પર ધ્યાન આપજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 23 25, 26 છે.
Venus’ rule till 16th September takes away any lethargy related to your working. To avoid financial challenges in the future, ensure to invest money. Your high self-confidence enables you to work well and effectively. You will continue to gain profits. Focus on your ongoing work. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23 25, 26.
LIBRA | તુલા: ર.ત.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી બધાજ કામો સારી રીતે કરી શકશો. તમારા કરેલા કામની કદર થશે અને ફાયદો પણ થશે. ખર્ચ પર કાબુ નહીં રહે પરંતુ નાણાકીય મુશ્કેલી નહીં આવે. જોઈતી ચીજ વસ્તુ લેવામાં મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેકસ સાથે સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.
Venus’ ongoing rule helps you do all your chores smoothly. Your work will receive appreciation as well as profits. Despite your inability to control your expenditures, there will be no financial challenges. You will be able to make purchases of your choice. Your equation with the opposite gender will flourish. Pray to Behram Yazad daily.
Lucky Dates: 23, 24, 26, 27.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી નાની બાબતમાં પરેશાન થશો. તબિયતની ખાસ સંભાળ લેજો. તબિયતની બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકશે. બીજાને મદદ કરવા જતા તમે પરેશાન થશો. નાણાકીય બાબતમાં પરેશાન થશો. રોજબરોજના કામમાં મુશ્કેલીઓ આવશે. ઘરવાળાનો સાથ સહકાર નહીં મળતા દુ:ખી થશો. ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 29 છે.
Rahu’s rule till 6th September could pose challenges even in petty matters. Ensure to take good care of your health as your carelessness could cause a huge health-issue. Your effort to help others will end up with you getting into trouble. Financially, you will feel stressed. Doing your daily chores will also seem difficult. The lack of support from family members will distress you. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 22, 23, 25, 29.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આજ અને કાલનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો છે. બે દિવસમાં ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરજો. 24મીથી 42 દિવસ માટે તમારા સીધા કામ પણ સરખી રીતે પૂરા નહીં કરી શકો. ખોટા વિચારો અને ચિંતાથી પરેશાન થશો. રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. નાણાકીય મુશ્કેલીઓ આવતી રહેશે. દુશ્મનનું જોર વધી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 28 છે.
Jupiter’s rule lasts upto tomorrow, so ensure that you cater to the wishes of your family members within these two days. Rahu’s rule starting from the 24th, for the next 42 days, will not allow you to get much work done properly. You could end up with negative thoughts and fears. Rahu’s rule will rob you of your sleep and your appetite. You could have to face financial difficulties. Your detractors will get more powerful. Pray the Mah Bokhtar Nyaish along with the Sarosh Yasht, daily.
Lucky Dates: 22, 23, 25, 28.
CAPRICORN | મકર: ખ.જ.
24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથેથી જાણતા અજાણતા ચેરીટીના કામો થઈ જશે. બીજાને મદદ કરી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરેક કામમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જવાથી કામો સરળતાથી પૂરા કરી શકશો. વડીલવર્ગની તબિયત સારી રહેશે તેમની સેવા કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
Jupiter’s rule till 24th September will lead you towards doing charity, advertently or inadvertently. You will be able to help others. Financial stability is indicated. You will receive anonymous help in everything you do, thus you will be able to complete your work easily and effectively. Elders will be fine – you will be able to be of service to them. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 24, 25, 26, 27.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આવતા ચાર દિવસજ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તબિયતની સંભાળ રાખજો. ઉતરતી શનિની દિનદશા તબિયત ખરાબ કરશે. વડિલવર્ગની ચિંતા ખુબ વધી જશે. ઈલેકટ્રીકનો સામાન લેતા નહીં. 26મીથી શરૂ થતી ગુરૂની દિનદશા તમારા દરેક કામ સરળ બનાવશે. ધર્મના કામો કરવામાં સફળતા મળશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 27 છે.
With Saturn’s rule lasting another four days, ensure to take care of your health as the descending rule of Saturn could take a toll on your wellbeing. The elderly could be a cause for concern. Avoid making any purchases related to the usage of electricity. Jupiter’s rule starting from the 26th will ease all your work for you. You will succeed in doing religious works. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 25, 27.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી દરેક કામ સંભાળી કરજો. સીધા ચાલતા હશો તો પાછળથી કોઈ ધક્કો મારી દેશે. નાણાકીય બાબતમાં ત્રણ બચાવવા જતા ત્રીસનો ખર્ચ થશે. વાહન સંભાળીને ચલાવજો. કામકાજમાં આળસ આવશે. ઉપરી વર્ગ તમને સતાવવામાં કોઈ કસર બાકી નહીં રાખે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24 25 છે.
Saturn’s ongoing rule cautions you to be extra careful in doing your work. You could end up being hit by things out of the blue! Financially, despite your savings, you will end up spending many times over. Drive/ride your vehicles with safety. You could feel lethargic during work. Your seniors could cause much anguish. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 24 25.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025