ગવ-પત-શાહ (ગોપતશાહ)

આપણા બુઝોર્ગો એટલા દીનદાર હતા કે જો કોઈ તદદન નાચાર હાલતમાં ગુજર પામે અને તદદન નાવારેસ હોય, તો પારસી પંચાએતના ફંડોમાંથી દરેક બસ્તેકુસ્તીઆનની ચાર દહાડાની ક્રીયા થાય તે માટે ખાસ ફંડો શેહરો અને ગામેગામ સ્થાપી ગયા છે. કોઈ પણ પારસી રૂવાન ભુત થતું નથી કે રખડાતમાં પડતું નથી તેનું કારણજ ચાર દહાડાની રુવાનની ક્રીયાઓ છે. હાલના કોઈક બદનસીબ પંઠકીઓ, કે જેઓ બેહદીન પાસે પુરા આંકડાઓ વસૂલ કરે છે છતાં સરોશની ઇજશને અને વંદીદાદ જેવી મોતેબર ક્રીયાઓ કોઈક તેવાજ કમનસીબ યોજદાથ્રેગરોને નજીવે દામે સોંપી દે છે અને તે બદનસીબ યોજદાથ્રેગરો કાંતો સરોશની ઇજશને અને વંદીદાદ ક્રીયાઓ ઉપર તદદન ઢાંકણું ઢાંકી દે છે અથવા ‘ગારીયાઓ’નો ફારસ ભજવે છે. પણ તેઓને ખબર નથી કે આ ગુનેહગારી ભર્યા વેપારમાં કેવી ભયંકર દીલ કંપાવનારી જોખમદારી તેઓ પોતાના માથા ઉપર ઉભી કરી રહયા છે. જરથોસ્તી દીનમાં તો પાવમહેલની જબરદસ્ત તલેસમો છે. તમામ ક્રીયામાર્ગ ઉપર જરથુશત્ર સાહેબની ફ્રવષી ખુદ-બ-ખુદ પાસબાન છે. ક્રીયામાર્ગમાં ફરમાએશની નો ખાસ મર્મ અને ખાસ કાર્યસાધકતા છે. કોઈ પણ બેહદીન સાહેબ અમુક ક્રીયા કોઈક અથોરનાનને સોંપી એટલે કુદરતના યંત્રને મદદ કરનારૂં જરથોસ્તી દીનના પાવમહેલનું યંત્ર તુરતજ કારગર થવાની કારસાઝી કરે છે. કોઈક આતશબહેરામ અને આદરાન સાહેબોનાં મકાનો ઉપર, માનવનું મોહડું અને ગોધાના શરીરની જે આકૃતી મુકેલી હોય છે, તે કુદરતમાં કામ કરતી એક યઝદી ટોરની શકતીની ચાલું યાદ આપે છે. આ શકતીને ગવ-પત-શાહના નામે ઓળખાવેલી છે. એમ સમજાવવામાં આવ્યું છે કે કુદરતમાં ગન્જ દાદાર નામનો જે સ્તોતનો ખજાનો છે ગોયા એક બેન્કઇફક્ષસ છે તેના ખજાનચી આ ગવપતશાહ છે. જે અથોરનાનને સોંપેલી ક્રીયા તે અથોરનાન કરતો નથી, તે રુવાનની ક્રીયાની તોશો ફરમાયશનીના ભેદમાં ગવપતશાહ
મારફતે, જરથુસ્ત્ર સાહેબના હવીશ્તોની મદદ વડે પેલાં રુવાનને પુગે છે અને જે અથોરનાન ક્રીયા ખાઇ જવાનો જબુન ગુનાહ કરે છે તેની દામન પઇત્યોગેતને કાયદે ગવપતશાહ પકડે છે.

About - જેહાંગીરજી સોહરાબજી ચીનીવાલા, પારસી આવાઝ

Leave a Reply

*