સામગ્રી: 3 બાફેલા બટેટા, 2 ચમચી ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી ઝીણું સમારેલું બીટ, 3 ચમચી વટાણા, 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ, 1 ચમચી તેલ, 3 ચમચી કોથમીર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી આમચૂર, 1/2 લીંબુ નો રસ, મીઠું સ્વાદ અનુસાર, 50 ગ્રામ છીણેલું પનીર, મેંદામાં પાણી છમેરી તેનું ખીરૂં બનાવો, બ્રેડ ક્રમ્સ જરૂર મુજબ, તેલ તળવા માટે, આઈસ્ક્રીમની સ્ટીક.
રીત: ગાજર, વટાણા અને બીટ ને બોઇલ કરી લો, 1 કડાઈમાં તેલ મૂકી આદુ અને મરચાની પેસ્ટ સાંતળો. તેમાં બાફી ને મેશ કરેલા બટેટા, બોઇલ કરેલું શાક ઉમેરો. તેમાં પનીર, કોથમીર અને મસાલા ઉમેરો. હવે મસાલા ને બરાબર મિક્ષ કરી તેમાં થી નાના નાના બોલ્સ બનાવો અને આઈસ્ક્રીમ સ્ટીકમાં લપેટી લોલીપોપ બનાવો તે લોલીપોપને મેંદાના ખીરાંમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સથી કોટ કરી લો. તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તો આપણી વેજ લોલીપોપ તૈયાર છે.
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025