પોરસ મીસ્ત્રી એક બીઝનેસમેન હતા. નવસારીમાં તેમની પતરાની એક ફેકટરી હતી. જેમાંથી તેઓ ક્રીમ કે પેસ્ટ બનાવવાની ટયુબ બનાવતા. તેમનો ધંધો ખુબ સારો હતો. કંપની સારૂં પ્રોફીટ કરતી હતી. પોરસ પોતે પણ મનથી ખુબ દયાળુ હતા. તે જાતે પોતાના દરેક કર્મચારીઓનો ખ્યાલ રાખતા અને વરસના અંતે કમાવેલ પ્રોફીટમાંથી તેઓ લોટરી સીસ્ટમે કોઈ એકને મદદ કરતા. આ લોટરી સીસ્ટમ ઘણા વરસોથી ચાલી આવી હતી.
ડિસેમ્બરની 31 તારીખે કંપનીના મેનેજર તેમના 300 માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને 3 લાખ જમા કરતો અને એમાં પોતાનાં તરફથી 3 લાખ ઉમેરીને 6 લાખની લોટરી ડ્રો કાઢતો. એમાં જેનું નામ નીકળતું, એને 6 લાખ બક્ષિસરૂપે મળતાં. છેલ્લા દિવસે કંપનીમાં કામ કરતા દરેક લોકો પોતાના નામની કાપલી બનાવી લોટરી બોક્ષમાં નાખી દેતા.
એ દરમિયાન ઓફિસ સાફ કરતી વીમળાના દીકરાની તબિયત ખરાબ થતા તેને અચાનક પૈસાની ખુબ જરૂર પડી. કંપનીમાં તેણે 1000/- પહેલા જ ભરી દીધા હતા. તેને મનમાં થયું કે કાશ આ લોટરી આ વખતે મને લાગે તો મારા દીકરાનું ઓપરેશન થઈ જાય મને પૈસા માટે આમતેમ ભટકવું ન પડે. પર હતી તો આખરે લોટરી. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લોટરી એને જ લાગે. મેનેજરને એની દયા આવતી હતી. એ પણ ચાહતો હતો કે ઇનામ એને જ લાગે. એણે યુક્તિ કરીને નામની કાપલી પર પોતાના નામને બદલે એનું નામ લખીને કાપલી બોક્ષમાં નાખી દીધી અને મનોમન પ્રાર્થના કરી કે ઈનામ વીમળા બેનને જ લાગે.
આમ તો 300 માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયાં બાદ લોટરી ડ્રો નો સમય આવી પહોચ્યો. બોસે એક કાપલી કાઢી. વીમળા બેન અને મેનેજર, બન્નેની ધડકન વધી ગઇ. કોનું નામ નીકળશે, એની આતુરતાથી રાહ જોઈ રહ્યાં. એકજ પળમાં બોસે વિજેતાનું નામ ઘોષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો. એ નામ વીમળા બેનનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. મેનેજરની આંખો પણ ભીની થઇ ગઇ. બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. એણે આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે. મેનેજર અમસ્તા જ લોટરી બોક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને કૈાતુક ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ર્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી કાપલીમાં પણ વીમળા બેનનું જ નામ હતું. એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તો એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. એમની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ. ઓફિસના બધાં કર્મચારીઓએ મૂક્ રહીને નવા વરસને દહાડે એને મદદ કરી હતી. વીમળા બેનને લાગ્યું જાણે એને નવા વરસની ભેટ કેમ ન મળી હોય તેવા તે પ્રસન્ન ચિત્ત બની ગયા.
ઓફિસના લોકો ચાહત તો લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને નવા વરસના સમયે પોતાની હકની રકમ મળી હોય એવી રીતે મદદ કરી. હમેશાં યાદ રાખજો જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન થાય, એવી રીતે મદદ કરશો તો ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025