25 ડિસેમ્બર દુનિયાભરમાં ક્રિસમસ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો ઘરની સજાવટ કરે છે અને ક્રિસમસ ટ્રી ઘરે લાવે છે. શું તમે જાણો છો કે ક્રિસમસ ટ્રીની પરંપરા ક્યાંથી શરૂ થઈ?
ખ્રિસ્તી ધર્મ પહેલાનો ઈતિહાસ: ખ્રિસ્તી ધર્મ અસ્તિત્વમાં આવતાં પહેલા ઘણા સમયથી એવરગ્રીન એટલે કે આખું વર્ષ લીલા રહેતાં વૃક્ષો અને છોડનું લોકોના જીવનમાં ઘણું મહત્વ હતું. લોકો એવરગ્રીન ઝાડની ડાળીઓ ઘરમાં સજાવતા હતા. તેમનું માનવું હતું કે આમ કરવાથી જાદુ-ટોણાની અસર નથી થતી તેમજ ખરાબ શક્તિઓ, ભૂત-પ્રેત અને બીમારીઓ દૂર રહે છે. પ્રાચીન મિસ્ત્ર અને રોમના લોકો એવરગ્રીન છોડની શક્તિની અને સુંદરતામાં વિશ્વાસ રાખતા હતા.
સેન્ટ બોનીફેસ: ક્રિસમસ ટ્રી સાથે સંકાળેયલી વાર્તા 722 એડી ની છે. માન્યતા છે કે જર્મનીના સેન્ટ બોફોનિસને જાણ થઈ હતી કે કેટલાક દુષ્ટ લોકો એક વિશાળ ઓક ટ્રીની નીચે એક બાળકની બલિ ચડાવશે. સેન્ટ બોફનીસે બાળકને બચાવવા માટે ઓકનું ઝાડ કાપી નાખ્યું. આ ઓક ટ્રીના મૂળ પાસે એક ફર ટ્રી (દેવદારનું ઝાડ) ઊગી નીકળ્યું. ત્યાર બાદ સેન્ટ બોનીફેસે લોકોને જણાવ્યું કે આ પવિત્ર વૃક્ષ છે. આ વૃક્ષની ડાળીઓ સ્વર્ગ તરફ ઈશારો કરે છે. ત્યારથી જ આ ઝાડ પ્રત્યે લોકોમાં સન્માનની ભાવના જાગી.
જર્મનીને શ્રેય: ક્રિસમસ ટ્રીની શરૂઆત કરવાની પરંપરાનો શ્રેય જર્મનીને આપવામાં આવે છે. લોકો આ વાતને મહાન ખ્રિસ્તી સુધારક માર્ટિન લૂથર સાથે પણ જોડે છે પણ આ વાતના ચોક્કસ પુરાવા નથી. આ કહાની પ્રમાણે, લગભગ 1500 એડીમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ માર્ટિન લૂથર બરફથી ઢંકાયેલા જંગલમાંથી પસાર થતા હતા. તેમણે બરફથી ચમકતું વૃક્ષ જોયું. ઝાડની ડાળ પર બરફ છવાયેલો હતો અને રોશનીથી ઝગમગતું હતું. ઘરે આવીને તેમણે દેવદારનું વૃક્ષ લગાવ્યું અને નાની નાની મીણબત્તીઓથી સજાવ્યું. તેમણે વૃક્ષને જિસસ ક્રાઈસ્ટના જન્મદિવસના સન્માનમાં સજાવ્યું હતું ત્યારથી જ ક્રિસમસ ટ્રીને સજાવવાની પરંપરા શરૂ થઈ.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024