દિવસેને દિવસે ચાના ડીસપોઝેબલ કપ નાના થતા જાય છે. ભવિષ્યમાં એવુના બને કે ચાની કેપ્સુલ મળવા લાગે…
***
પતિ: તેં મારામાં એવું તે શુ જોયુંતું કે મળ્યા અને જોયા ભેગી લગ્નની હા પાડી દીધી તી!
પત્ની: હું નાની હતી ત્યારે તમારા પાડોશમાં રહેતા મારા મામાને ત્યાં રહેવા આવતી ત્યારે તમારા મમ્મી તમને ચપ્પલથી બોવ મારતા ને તમે ચૂપચાપ માર ખાઈ લેતાં! બસ, ત્યાર થી જ નક્કી કર્યું કે આ જ બનશે મારા ઈ.
***
પરણેલા પુરુષોની તકલીફ તો જુઓ, પોતાની સાથે સાથે ફોનને પણ
સાઈલન્ટ રાખવો પડે છે.
***
પત્ની: લોકડાઉન ખુલી જાય તો પણ હું તમને ઓફિસ નઈ જવા દઉં…
બકો: કેમ
પત્ની: મને કામવાળી કરતા તમારું કામ વધારે ચોખું લાગે છે, કોઈ ખટપટ નહિ, કોઈ ટકટક નહિ, રજાની ચિંતા નહિ અને ઘરનું માણસ તો ખરૂં.
Latest posts by PT Reporter (see all)
- સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી - 8 February2025
- અજમલગઢ ખાતે ઐતિહાસિક જશન યોજાશે - 8 February2025
- સાહેર અગિયારીએ 179મા સાલગ્રેહનીભવ્ય રીતે ઉજવણી કરી - 8 February2025