દાદા: આખો દિવસ મોબાઈલ…!! ફેસબુક …કંટાળતો નથી? શું દાટયું છે એમાં ?
પૌત્ર: દાદા, એક કામ કરો, તમે તમારા જુના ફ્રેન્ડઝ શોધો
દાદા: અરે એ બધાય મારી સાથે ત્રણ-ચાર ચોપડી ભણેલા! એ લોકોને વળી આ બધું …?
પૌત્ર: દાદાજી, ટ્રાય તો કરો…ને 78 વરસની ઉંમરે રમણલાલનું ફેસબુકમાં ખાતું ખુલ્યું… અડધા કલાકમાં રૂમાલજી ઠાકોર, ત્રીભોવન ભટ્ટ, જીવણ પટેલ અને દિલુભા જાડેજાની ફ્રેન્ડઝ રિકવેસ્ટ આવી… દાદાની આંખ ચમકી કહે બેટા, જો તો…આમાં શારદા સોની… ચંપા શાહ ને ઊર્મિલા જોષી મળે છે કે?
***
અગર મને કોઈ ચોકલેટ ડેના દિવસે કોઈ ચોકલેટ આપવા માંગે તો પ્લીઝ 3 આપજો. મારે બે બાળકો પણ છે.
***
આજે સવાર સવારમાં પત્ની ને ખૂશ કરવા હેપ્પી ટેઢી ડે કહ્યું.. ભૂલમાં ડ ને બદલે ઢ બોલાઇ ગયું.. બસ.. આખા ખાનદાનના આંબાના મુળીયા ઉખાડી નાખ્યા એણે.
***
વેલેન્ટાઈન અને કોરેનટાઈન્માં શું ફરક છે?
વેલેન્ટાઈન ડે 14મી ફેબ્રુઆરીએ આવે છે અને કોરેન્ટાઈન 14 દિવસ માટે.
- નવસારીના શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય તથા કેરસી દાબુ દ્વારા રાષ્ટ્રીય નાયક પદ્મશ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ - 16 November2024
- બનાજી આતશ બહેરામમાં 179મી સાલગ્રેહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી - 16 November2024
- અલ્મિત્રા પટેલને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો - 16 November2024