પ્રિય વાચકો,
આપણામાંના ઘણા લોકોને કૃતજ્ઞતાની શક્તિનો અંદાજ નથી. – એક સરળ આભાર ખૂબ જ આગળ વધે છે. દરેક જણ જાણતું નથી કે કૃતજ્ઞતા કેટલું શક્તિશાળી છે, પછી ભલે તે વ્યક્તિગત સ્તર પર હોય, કુટુંબના સભ્યો, મિત્રો અને પરિચિતો અથવા વ્યાવસાયિક વચ્ચે વહેંચાયેલ હોય.
કૃતજ્ઞતા એ પ્રશંસાત્મક અથવા આભારી હોવાનો ગુણ છે. કૃતજ્ઞતા બતાવવા આપણને મળેલ કૃપાને પરત આપવા માટે તૈયાર રહેવાની સ્થિતિ છે, આપણી સાથે બનતી સારી બાબતો પ્રત્યે સભાન રહેવાની, અને મહત્ત્વની બાબત એ છે કે, કયારે કોઈનો ખોટો ફાયદો ઉપાડવો નહીં જોઈએ. પરિણામે, કૃતજ્ઞતા લોકોને વ્યક્તિ તરીકે પોતાના કરતા મોટા કંઈક સાથે જોડાવામાં પણ મદદ કરે છે – પછી ભલે તે અન્ય લોકો, પ્રકૃતિ અથવા ઉચ્ચ શક્તિ હોય.
કૃતજ્ઞતાને લીધે લોકો પાસે જે છે તેની તેઓ કદર કરે છે. કંઈ નવું મેળવવાની આશામાં ખુશ થાય છે ના કે વિચારીને કે જ્યાં સુધી દરેક શારીરિક અને ભૌતિક જરૂરિયાત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ સંતોષ અનુભવી શકશે નહીં. લોકો બહુવિધ રીતે કૃતજ્ઞતા અનુભવે છે અને વ્યક્ત કરે છે. તેઓ ભૂતકાળમાં (હકારાત્મક યાદોને પાછી મેળવવા અને બાળપણના અથવા ભૂતકાળના આશીર્વાદના તત્વો માટે આભારી હોવું), વર્તમાન (જે થશે તે સારા માટે થશે) અને ભવિષ્યમાં (આશાવાદી વલણ જાળવવું) લાગુ કરી શકે છે. આપણા રોજિંદા જીવનમાં કોઈને લખીને અથવા માનસિક રીતે આભાર માની શકીએ છીએ. ચાલો રોજની દિનચર્યામાં આપણા આશીર્વાદોને ગણીએ! અથવા પ્રાર્થના અને ધ્યાન ધરીયે!
દેશવ્યાપી કરોના વાયરસે આપણે કુદરતનો જે ફાયદો ઉચકયો છે તેનો સબક શીખાવ્યો છે. પાછલાં વર્ષની વસ્તુઓનો સ્વીકાર ન કરવા અને વધુ મહત્ત્વનું, કૃતજ્ઞતાની ભાવનાને અનુભવવાનો એક મહાન પાઠ ભણાવ્યો છે. જેમ કે આપણે જમશેદી નવરોઝનું સ્વાગત અને ઉજવણી કરીએ છીએ, જે વસંત ઋતુ દ્વારા પ્રતીકિત કરવામાં આવે છે, જે કાયાકલ્પ અને વૃધ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે, ચાલો આપણે આભાર માનીએ અને સકારાત્મકતા વચનને સ્વીકારીએે!
સૌને જમશેદી નવરોઝ મુબારક! આપણે કૃતજ્ઞતામાં વૃધ્ધિ કરીએ!
– અનાહિતા
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025