સામગ્રી: ચિકન બનાવવા માટે 250 ગ્રામ બોનલેસ ચિકન, 1 મોટી ચમચી લસણની પેસ્ટ, 1 મોટી ચમચી આદુની પેસ્ટ, 1 કપ દહી, અડધો કપ કાજૂ પેસ્ટ, 1 મોટી ચમચી લાલ મરચુ પાવડર, 1 મોટી ચમચી ઘાણા પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો, એક ચમચી ખાંડ. 1 કપ ટોમેટો પ્યુરી, 1 કપ ફ્રાઈડ કાંદા, મીઠુ સ્વાદમુજબ 1 કપ ઝીણી સમારેલી કોથમીર, 1 કપ ઝીણો સમારેલો ફુદીનો, 2 મોટી ચમચી ઘી, 2 લવિંગ, 1 તજ.
ભાત બનાવવા માટે સામગ્રી: 1 બટાકુ (પાતળુ ગોળ કાપેલુ) 4 કપ પલાળેલા બાસમતી ચોખા, 2 મોટી ચમચી ફ્રાઈડ કાંદા, 2 મોટી ચમચી કોથમીર, 1 મોટી ચમચી ક્રીમ, 2 મોટી ચમચી કેસરવાળુ દૂધ.
બનાવવાની રીત: સૌ પહેલા એક વાસણમાં ચિકન બનાવવાની બધી સામગ્રીઓને સારી રીતે મિક્સ કરો. ધીમા તાપ પર એક હાંડીમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થતા જ લવિંગ અને તજ તેમજ ચિકનનુ તૈયાર મિશ્રણ નાખીને સારી રીતે હલાવો અને ઢાંકીને 5 થી 10 મિનિટ મુકીને થવા દો. હવે તાપ બંધ કરી દો.
હવે એક બીજા ધીમા તાપ પર એક હાંડીમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થતા જ બટાકાના પીસ સમાન રૂપે મુકી દો. બટાકા ઉપર થોડા ચોખા ફેલાવો અને ઉપરથી ફ્રાઈડ કાંદા પણ નાખી દો. હવે ચોખા ઉપર 1 મોટી ચમચી કોથમીર અડધુ બફાયેલુ ચિકન, ક્રીમ અને ફરી થોડા ચોખા નાખો. છેવટે કેસરવાળુ દૂધ, બચેલી કોથમીર અને ફ્રાઈડ કાંદા નાખો. ત્યારબાદ એક નાની વાડકીમાં ફોયલ પેપર લગાવો અને તેમા ચારકોલ, ઘી અને લવિંગ નાખીને ચોખાની વચ્ચો વચ્ચ મુકી દો. હવે હાંડીને ઢાકીને ચોખાને 20-25 મિનિટ સુધી પકવો. ગરમાગરમ બટર ચિકન બિરયાની તૈયાર છે. લીલી કોથમીરની ચટની અને રાયતા સાથે
સર્વ કરો.
મેંગો કુલ્ફી
સામગ્રી: 2 કપ ઉકાળેલું ફૂલ ક્રિમ દૂધ, 1 કપ કંન્ડેસ્ડ મિલ્ક, 2 નંગ કેરીને છોલીને કરેલાં ટૂકડાં, અડધો કપ મલાઈ, 1 નાની ચમચી એલચી, ચપટી પીસેલી કેસર, અડધો કપ ખાંડ.
બનાવવાની રીત: સૌ પ્રથમ દૂધ, કંન્ડેસ્ડ મિલ્ક, કેરીના ટૂકડાં, ખાંડ એક મિક્સર જારમાં લઈને પીસી લેવું. તૈયાર મિશ્રણમાં મલાઈ, એલચી ભેળવીને
મિક્સરમાં ગ્રાઈન્ડ કરો, જ્યાં સુધી મલાઈ બરાબર ભળી ન જાય. કેરીના તૈયાર કરેલા મિશ્રણને કુલ્ફીના સંચામાં ભરી લો અથવા નાની નાની પ્લાસ્ટિકની વાટકીમાં ભરી લેવું. એલ્યુમીનિયમ ફૉઈલથી ઢાંકીને ફ્રિઝરમાં કુલ્ફી જમાવવા મૂકો. કુલ્ફી બરાબર જામી જાય એટલે ફ્રિઝરમાંથી કાઢીને કેસર તથા પિસ્તાની કતરણથી સજાવીને સર્વ કરો.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024