અંકલેસરીયા પરિવાર એકમાત્ર પારસી કુટુંબ છે જે રાજસ્થાનના કોટામાં તેમના ભાઈ-બહેનો સાથે રહે છે. કાવસ અને પરવીન અંકલેસરીયાએ 2જી એપ્રિલ, 2021 ના રોજ કોટામાં તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન યઝદ અને સીદાસ્પ અંકલેસરીયાની નવજોતનું આયોજન કર્યું હતું. કેમ કે તેઓ એકમાત્ર પારસી પરિવાર હતા અને કોઈ પારસી ધર્મગુરૂઓ ત્યાં ઉપલબ્ધ ન હોવાથી તેઓએ એરવદ મરઝબાન પાવરીને વિનંતી કરી.
મરઝબાન પાવરી, જેમણે મુંબઇથી કોટાની મુસાફરી અંકલેસરીયા પરિવારના અન્ય સબંધીઓ સાથે, કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બહાદુરીથી કરી, તમામ ફરજિયાત સાવચેતી રાખીને, ટ્રેન દ્વારા, મુંબઇથી કોટા જવા માટે સંમત થયા.
1લી એપ્રિલ, 2021ના રોજ, બાળકો તેમના નિવાસ સ્થાને જશન સમારોહ ઉત્સાહભેર નિહાળ્યો; બંને બાળકોની બીજા દિવસે નવજોત કરવામાં આવી. મિત્રો અને કુટુંબીઓને નવજોતનું મહત્વ સમજાવ્યું હતું, ત્યારબાદ આનંદની સાથે બધા સંબંધીઓ પારસી ગીત છૈયે અમે જરથોસ્તી ગાઈ અને નાચ્યા હતા.
એરવદ મરઝબાન પાવરી તથા મુંબઈથી નવજોત સમારોહમાં આવેલા અન્ય લોકોનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024