મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
તમને સુર્યની દિનદશા 4થી મે સુધી ચાલશે. સરકારી કામમાંં મુશ્કેલી ઉભી કરાવીને રહેશે. સમજ્યા વગર કોઈ પણ કામ કરતા નહી. આંખમાં બળતરા તથા માથાના દુ:ખાવાથી પરેશાન થશો. હાઈ પ્રેશર હોય તો દવા લેવામાં બેદરકારી કરશો નહીં. ઘરના લોકો તમારાથી નારાજ થશે ઘરમાં અશાંતિ વધી જશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 22, 23 છે.
The Sun’s rule till 4th May could lead to challenges in any government related work. Do not venture into any tasks without a thorough understanding of the same. You could suffer from headaches or burning sensations in the eyes. Ensure to take you medication if you have high Blood Pressure. Family members could be upset with you and the atmosphere at home wont be peaceful. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 17, 18, 22, 23.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારી રાશિના માલીક શુક્રની દિનદશા 14મી મે સુધી ચાલશે. અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. પૈસાની લેતી-દેતી કરી શકશો. તમારા ફસાઈ ગયેલા નાણા ભાગદોડ કરી પાછા મેળવી શકશો. મિત્રો તરફથી ધનલાભ થશે. જેને પ્ર્રોમીશ આપશો તે જલદીથી પૂરા કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Venus’ rule, lasting till 14th May, suggests that you prioritize completing your important tasks. You will be able to manage financial transactions. With some effort, you will be able to retrieve your stuck finances. Friends will bring you opportunities for earning wealth. You will be able to deliver on your promises. Pray to Behram Yazad daily.
Lucky Dates: 18, 19, 20, 21.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી મિત્રો તરફથી માન પાન મળશે. જે પણ કામ કરશો તે કામ વીજળી વેગે પૂરા કરી શકશો. નવા કામ મેળવી શકશો. ઘરમાં ખર્ચ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ મળવાથી તમે બીજાના મદદગાર બની શકશો. અપોઝીટ સેકસનો ભરપુર સાથ સહકાર મળશે. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.
શુુકનવંતી તા. 17, 19, 22, 23 છે.
Venus’ ongoing rules brings you a lot of appreciation and popularity amongst your friends. You will be able to complete all your tasks at lightning speed. You will be able to seek out new ventures. Despite an increase in home expenses, there will be no financial strain. Unexpected windfall will enable you to help another. The opposite gender will be very supportive. Pray to Behram Yazad daily.
Lucky Dates: 17, 19, 22, 23.
CANCER | કર્ક: ડ.હ.
4થી મે સુધી રાહુની દિનદશા ચાલુ હોવાથી સામે પડેલી વસ્તુ પણ તમે ઉપાડી નહીં શકો. જેના પર વિશ્ર્વસા કરશો તે જ વ્યક્તિ તમને દગો આપશે. નાણાકીય મુશ્કેલીમાં વધારો થશે.જ્યાં કામ કરતા હશો ત્યાં મિત્રો કરતા દુશ્મનો વધી જશે. કોઈપણ કામ કરતા પહેલા દસ વાર વિચાર કરજો. રાહુનું જોર ઓછું કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Rahu’s rule till 4th May makes it challenging for you to do the easiest tasks. You could get betrayed by those you trust. Financial strain could increase. Your workplace will witness an increase in the number of your detractors instead of friends. Think ten times before you decide to do anything. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 19, 20, 21, 22.
LEO | સિંહ: મ.ટ.
પહેલા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. 21મીથી રાહુની દિનદશા 42 દિવસ માટે તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. રાહુ તમારા બધા કામ ઉલટા પુલટા કરી નાખશે. તમારા બચાવેલા નાણા તમને બચાવી લેશે. રાહુની દશામાં તમારી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. આજથી ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 23 છે.
With the last four days remaining under Jupiter’s rule, you are advised to cater first to the wants of your family members. Rahu’s rule, starting from the 21st, for the next 42 days, will rob you of your appetite and your sleep. Rahu will upset and undo all your efforts. You could fall ill. Your savings will come in handy during this phase. Starting today, pray the Mah Bokhtar Nyaish, along with Sarosh Yasht.
Lucky Dates: 17, 18, 19, 23.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે હાલમાં તમને નાણાકીય બાબતની અંદર જરા પણ મુશ્કેલી નહીં આવે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં જરાબી કરકસર કરતા નહીં. વડીલવર્ગ તરફથી સારા સમાચાર મળી રહેશે. જયાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. ધણી-ધણીયાણીનો સાથ સહકાર મળતો રહેશે. ધર્મના કામો કરવાથી આનંદમાં રહેશો.દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
Jupiter’s rule till 22nd May predicts that you will not face any financial shortage. You can go ahead and make purchases for your home without hesitation. You could get good news from an elderly person. You could be in for a promotion at your workplace. Couples will be supportive and affectionate towards each other. Doing religious works will bring you joy. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 23.
LIBRA | તુલા: ર.ત.
તમારે છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમારી તબિયતને ખરાબ કરી નાખશે. ખાવા પીવા પર ધ્યાન આપજો. તાવ તથા સાંધાના દુખાવાથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. અગત્યના કામ કરવામાં આળસ આવશે. આ અઠવાડિયામાં મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 20, 22 છે.
This is your last week under Saturn’s rule. Its descending phase could impact your health negatively. Pay attention to your diet. You could suffer from fever or joint-pains. Ensure to consult a doctor. You could feel lethargy in doing important work. Though this week, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 17, 18, 20, 22.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજથી શનિની દિનદશા શરૂ થયેલી હોવાથી આવતા 36 દિવસમાં તમને કામ કરવામાં ખુબ કંટાળો આવશે. નેગેટીવ વિચાર ખૂબ આવશે. 24મી મે સુધી વડીલવર્ગની તબિયત બગડી જશે. તેમજ ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડી જશે. કોઈને પણ નાણાકીય મદદ કરવાની ભુલ કરતા નહીં. આજથી મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 23 છે.
Saturn’s rule starting today for the next 36 days could make you feel lethargic in doing your work. Your mind could get a lot of negative thoughts. The health of an elderly person could be in question upto the 24th of May. You could end up squabbling with family members over petty issues. Do not make the mistake of financially helping out anyone. Starting today, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 19, 20, 21, 23.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામને સમય પર પૂરા કરી સફળતા મેળવશો.જ્યાંથી ધન લાભ થાય તેવા કામ કરી શકશો. તમારા મનની ઈચ્છા પૂરી થઈને રહેશે. લાબં સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. જે તમારી સલાહ લેવા આવશે તેને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.
Mercury’s ongoing rule helps you complete your work in time with great success. Your work will result in profits. Your wish will come true. You are advised to make long-term investments. You will win over the person who comes seeking your counsel, with your sincere advice. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 17, 18, 21, 22.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લુ અઠવાડિયું મગંળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. નાની બાબતમાં ગુસ્સો આવશે. કોઈ વ્યક્તિ તમને ખોટી રીતે ભડકાવી દેશે. ઉતરતી મંગળની દિનદશા તમને તાવ અને માથાના દુખાવાથી પરેશાન કરશે. ભાઈ બહેન સાથે મતભેદ પડતા રહેશે. દરરોજ ‘તીર યશ્ત’ ભરજો.
શુકનવંતી તા. 18, 19, 20, 23 છે.
With the last week left under the rule of Mars, you are advised to drive/ride your vehicles with great caution. You could get angry over small issues. You could get wrongly instigated by someone. The descending rule of Mars could result in fever or headaches. Arguments with siblings could take place. Pray the Tir Yasht daily.
Lucky Dates: 18, 19, 20, 23.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલશે મનને શાંત રાખીને ડિસીઝન લેવામાં સફળ થશો. ગામ પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. બીજાના મદદગાર બનીને રહેશો. ઘરવાળાનો સાથ મળતા તમારો કોન્ફીડન્સ વધી જશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.
The Moon’s rule till 23rd April helps you succeed in taking decisions with a calm mind. You could receive good news from abroad. You will be helpful to others. The support of family members will boost your confidence. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 17, 18, 21, 22.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારી જાતને શાંત રાખીને ડીસીઝન લેવામાં સફળ થશો. જે પણ કમાશો તેમાંથી ઘરવાળા પાછળ ખર્ચ કરશો. નાની મુસાફરી કરવાથી મનને આનંદ મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. ધનની કમી નહીં આવે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 23 છે.
The Moon’s rule till 24th May helps you succeed in taking decisions with a calm mind. You will be able to spend your earnings on your family members. Short travels will bring you mental peace. You will be able to meet a favourite person. There will be no financial shortfall. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 18, 19, 20, 23.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025