દરરોજ સાંભળવામાં આવતા સૌથી વધુ હૃદયસ્પર્શી સમાચાર, આ રોગચાળાના સંબંધમાં, તાત્કાલિક જરૂર પડે ત્યારે, હોસ્પિટલના પલંગ અને ઓક્સિજનની ઉપલબ્ધતાના અભાવને લીધે, ઘણા લોકો મરી રહ્યા છે. સરકાર આ તાકીદની જરૂરિયાતને પહોંચી વળવા માટે પ્રયત્નશીલ પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલની પરિસ્થિતિના લીધે આપણા તરફથી પણ તાત્કાલિક પગલા ભરવા જરૂરી છે.
વાપીઝ મુંબઇ શહેરમાં દરેકે દરેક બાગમાં એક ઓક્સિજન ઘટક પૂરૂં પાડવા માંગે છે.
આ એક ઓકિસ્જન સિલિન્ડર નથી. તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને મોનિટરિંગ અથવા તબીબી દેખરેખની જરૂર નથી. પરંતુ તે દર્દીને શ્ર્વાસ લેવામાં મદદ મળે છે અને હોસ્પિટલમાં પલંગ ઉપલબ્ધ થાય ત્યાં સુધી દર્દીને રાહત આપવામાં મદદ કરે છે.
આપણને આપણા દરેક બાગમાં આ સુવિધાની જરૂર છે (લગભગ 18 સંખ્યામાં – બીપીપી અને નોન બીપીપી), જ્યાં આપણા વૃદ્ધ સમુદાયના સભ્યો ખાસ કરીને વાયરસ માટે સંવેદનશીલ હોય છે.
એક ઓક્સિજન ઘટક હાલમાં લગભગ રૂ. 60,000 / – નો છે.
અમે જણાવવા માંગીએ છીએ કે આ પ્રોજેકટ પર કાયરેશ અને શેરી પટેલ કામ કરી રહ્યા છે અને આપણા ઉદાર દાતા દારાયસ ખંબાતા પાસેથી રૂ. 500,000 /- મેળવી લીધા છે. આપણે પરોપકારી વ્યક્તિઓ અને સંસ્થાઓને આ હેતુ માટે દાન આપવા અપીલ કરીએ છીએ, જેથી આપણે આ પ્રોજેકટને આગળ લઈ જઈ શકીએ.
વાપીઝ તેના સ્તરનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે કારણ કે તેની તીવ્ર અછત છે. વાપીઝે તેના ઓર્ડર પહેલેથી જ આપી દીધા છે અને જેમ પ્રાપ્ત થાય તેમ તેને બાગોમાં આપવામાં આવશે.
વધુ પ્રશ્ર્નો માટે, કૃપા કરીને 8692988896/9820284196 પર સંપર્ક કરો
આપની,
અનાહિતા દેસાઈ
– હો. સીઈઓ (વાપીઝ)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024