કોઈપણ કોર્પોરેટ ગૃહ દ્વારા લેવાયેલા તેના સૌ પ્રથમ નિર્ણયમાં, જમશેદપુર સ્થિત ટાટા સ્ટીલ દ્વારા તેના કર્મચારીઓ માટે એક સામાજિક સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત કોવિડથી મૃત્યુ પામેલા કોઈપણ કર્મચારીના નજીકના સગાને 60 વર્ષ સુધી આવાસ અને તબીબી લાભો મળશે વધુમાં, તેના તમામ મૃતક ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે, ટાટા સ્ટીલ ભારતમાં સ્નાતક થયા સુધી તેમના બાળકોના શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે.
કંપનીએ કરેલી ઘોષણા મુજબ, ટાટા સ્ટીલની શ્રેષ્ઠ વર્ગની સામાજિક સુરક્ષા યોજનાઓ તેમના પરિવારોનું માનનીય જીવનધોરણ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે, જેના દ્વારા પરિવારને મૃતકની ઉંમરના 60 વર્ષ સુધી તબીબી લાભો આવાસની સુવિધાઓ મળશે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તેના તમામ આગળના કર્મચારીઓ માટે, જેમણે તેમની નોકરીના ભાગ રૂપે, કોવિડને લીધે કમનસીબ મૃત્યુ થતાં, કંપની તેમના બાળકોના શિક્ષણનો તમામ ખર્ચ ભારતમાં સ્નાતક થાય ત્યાં સુધી સહન કરશે.
રાષ્ટ્રમાં આપણા સમુદાયના યોગદાનના ગૌરવને વધુ મજબુત બનાવવા માટે અને તાત્કાલિક પડકારોનો સામનો કરી રહેલા લોકો પ્રત્યેની કરૂણાને સ્વીકારવાની પૂર્વસૂચકતા તથા જરૂરિયાતમંદને હમેશા મદદ માટે તત્પર રહેતા તાતાને સલામ.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025