ડોકટર મઝદા – દહાણુંના ફલાઈંગ ડોકટરની છેલ્લી ઉડાન

દહાણું ઘોલવડમાં રહેતા ડો. બહેરામશા મઝદા જેમને લોકો ફલાઈંગ ડોકટર તરીકે પણ ઓળખતા હતા. મુંબઈની હોસ્પિટલમાં કોવિડને કારણે 62 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું એમના કુટુંબમાં છે એમની પત્ની રોકસાના અને એમનું પ્રિય પેટ પગ.
સોલાપુરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રીથી સજ્જ, ડો. મઝદાએ દહાણુના ઇરાની રોડ પરના તેમના ક્લિનિકમાં દરિયાકાંઠાના શહેરના દર્દીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે આસપાસના વિસ્તારોના આદિવાસી – અઠવાડિયાના સાત દિવસ તેમના ક્લિનિકથી તેમજ તેમના પુર્વજોનો બંગલો મોતી મંઝિલ, જે તેમના ક્લિનિકથી થોડીક મિનિટો પર છે ત્યાંથી પણ લોકોની નજીવી ફી લઈ સેવા કરી હતી તથા વંચિતો માટેની સારવાર મફત હતી.
થોડા વર્ષો પહેલા, તેમણે ઉડાન પ્રત્યેની તેમની ઉત્કટતાને પોષી હતી, સ્વ-માલિકીની અલ્ટ્રા-લાઇટ એરક્રાફ્ટ, જે હેંગ-ગ્લાઇડર જેવી પાંખો અને બે નાની સીટ સાથે ટ્રાઇસિકલ જેવું હતું, અને જેની સાથે તે દહાણુ આકાશમાં દર રવિવારે સવારે 7:00 કલાકે ઉડતા હતા પરંતુ જાળવણીના મુદ્દાઓ અને વિવિધ પ્રોટોકોલને કારણે, તેમને તેમનું એરક્રાફટ વેચવું પડયું હતું.
ડો. મઝદાએ તેમની આખી કારકિર્દી દરમિયાન, હજારો લોકોની સારવાર અને બચાવ કર્યો, અને રોગચાળા દરમિયાન પણ પોતાની સેવા ચાલુ રાખી હતી.
સમુદાયના લોકો તેમની પત્ની અને પરિવાર સાથે છે. તેમના આત્માને ગરોથમાન બહેસ્ત પ્રાપ્ત થાય!

Leave a Reply

*