મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે મગજને શાંત રાખી જે પણ કામ કરશો તેમાં ચંદ્ર તમને સફળતા અપાવશે. બીજાના દિલ જીતી લેવામાં સફળ થશો. જૂની લેતી-દેતી પહેલા પૂરી કરી દેજો. જેને પૈસા ચૂકવવાના હોય તેને પહેલાજ ચૂકવી દેજો. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.
The Moon’s rule till 25th June promises to bring your success in all endeavours which are done with a peaceful mind. You will win over the hearts of others. Ensure to complete any pending transactions related to lending or borrowing. Prioritize paying off your debts first. You home will be filled with happiness. Financially things will continue to get better. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 6, 8, 10, 11.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. સરકારી કામ કરી શકશો. કામમાં પ્રમોશન મલવાના ચાન્સ છે. નારાજ થયેલ ફેમીલી મેમ્બર સાથે સારા સારી થતી જશે. ગામ-પરગામ જવાના ચાન્સ છે. ઘરમાં નવી ચીજ વસ્તુ ખરીદી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.
The ongoing Moon’s rule makes it possible for you to re-start your stalled projects. You will be able to execute any government-related matters. A promotion at your workplace is on the cards. Things will get resolved with family members who have been upset with you. You could get an opportunity to travel abroad. You will be able to make new purchases for the house. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 5, 7, 8, 9.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. બીજાને મદદ કરવાથી તમારા મુસીબતના સમયે તે વ્યક્તિ તમને મદદ કરશે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવશો. જે પણ ધનલાભ થાય તેમાંથી બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.
શુુકનવંતી તા. 6, 7, 9, 10 છે.
Venus’ rule till 16th June suggests that you first focus and complete on any important matters. Those who you help at this time will prove helpful to you in the future during your time of need. With Venus’ grace, you will be able to surface from any financial issues. Ensure to save and make investments from your income or profits. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 7, 9, 10.
CANCER | કર્ક: ડ.હ.
શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ખૂબ વધી જશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. પણ બચત નહીં કરી શકો. તમે જેટલા નાણા ખર્ચ કરશો તેટલા મેળવી લેશો. ઓપોજીટ સેકસને વધુ આનંદમાં રાખશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 5, 8, 9, 10 છે.
Venus’ ongoing rule causes a huge increase in your inclinations toward fun and entertainment. There will be no financial constraints, but you will not be able to save money. You will be able to get back as much money as your have spent. You will be able to bring joy to the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 8, 9, 10.
LEO | સિંહ: મ.ટ.
આજથી આવતા 70 દિવસ માટે શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમને સફળતા મેળવવા માટે કોઈ મુશ્કેલી નહીં આવે. રાહુને લીધે જે ખોટા વિચારો હશે તે નવા વિચારોમાં ફેરવાઈ જશે. કામકાજમાં સારા સારી થવા લાગશે. ગુમાવેલી ઈજ્જત પાછી મળવાની શરૂ થશે. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 6, 7, 9, 10 છે.
Starting today, Venus rules you for the 70 days, ensuring to bring your easy success in all you do. All your negative thoughts, which were brought on under Rahu’s influence, will transform into positive ones. Things at your workplace will start improving. You will be able to get back any lost respect. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 7, 9, 10.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે જે બાબતની ખબર નહીં હોય તે બાબતમાં સમય બગાડશો. તમારા નાણા ખોટી જગ્યાએ ખર્ચ થઈ જશે. રાહુ તમને શાંતિથી રહેવા નહીં દે. ઘરમાં નાની બાબતમાં મતભેદ પડવાથી તમે વધુ પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 7, 8, 10 છે.
Rahu’s rule till 5th July will make you end up wasting your time in matters that you are not well-versed in. You could spend your money in the wrong places. Rahu’s influence could take away your peace. You could get distressed when petty matters at home get blown up beyond proportion. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 5, 7, 8, 10.
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારાથી બને એટલી મદદ બીજાને કરવામાં કોઈ કસર નહીં મૂકો. બીજાનું ભલું કરવાથી તમે સારા ખરાબ માણસને ઓળખી શકશો. ઉતરતી ગુરૂની દિનદશા અચાનક ધનલાભ આપી જશે. બાળકો સાથે સમય પસાર કરી શકશો. બને તો દાન અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Jupiter’s ongoing rule will inspire you to go all out to help others. By doing good for others, you will be able to learn to distinguish between the good and bad people in your life. Jupiter’s descending rule will bring you unexpected gains. If possible, ensure to make a donation. You will be able to spend quality time with your children. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 8, 9, 10.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા તમને સફલતા આપશે. ઘરનું વાતાવરણ આનંદમાં રહેવાથી તમે તમારા રોજબરોજના કામ કરવામાં સફળ થશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. બાળકોની ચિંતા ઓછી થતી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ધર્મના કામ કરવાથી મનને આનંદ થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 11 છે.
Jupiter’s rule till 23rd July brings you success in all your endeavours. With the cordial and happy atmosphere at home, you will be able to do your daily works successfully. You could receive good news from abroad. Your concerns for your children will reduce. Financial progress is indicated. You will find peace in doing religious works. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 5, 6, 7, 11.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શનિની દિનદશા ચાલુ હોવાથી કોઈના પર વિશ્ર્વાસ મુકતા નહીં. અંગત વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરશે. તમારા અગત્યના કામ કરવામાં સફળતા નહીં મળે. તમારી નાની ભુલ બીજા પહાડ જેવી બનાવી પરેશાન કરશે. ખર્ચ ઓછો થવાની જગ્યાએ વધી જશે. વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Saturn’s ongoing rule suggests that you do not trust anyone blindly. A close person could deceive you. You might not be successful in getting important works done. Even your small mistake will be made into a mountain by others to harass you. Your expenses will increase instead of decreasing. The health of the elderly could come into question. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 8, 9, 10, 11.
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે. દરેક કામમાં સફળતા મળશે. જરૂરત વગર પૈસા ખર્ચ નહીં કરો. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મનની નેક મુરાદો પુરી થઈને રહેશે. મિત્રને સાચી સલાહ આપી શકશો. જ્યાં જશો ત્યાં માન ઈજ્જત મળશે. સાચુ બોલવાથી ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 9, 11 છે.
Mercury’s rule till 18th June brings you success in all you set out to do. You will not spend money unless necessary. You will be able to make long-term investments. Your sincere wishes will come true. You will be able to give honest advice to your friends. You will receive respect and admiration wherever you go. Speaking the truth will be to your benefit. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 6, 7, 9, 11.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે તમારા કામ ખુબ ધ્યાનથી કરી શકશો. કામકાજને વધારી શકશો. તમે ધારશો તેટલા નાણા પરવરદેગારની કૃપાથી કમાઈ શકશો. કોઈની મદદ વગર તમારા અધૂરા કામ પૂરા કરવામાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Mercury’s rule till 20th July will help you focus well on your work. You will be able to expand your work. You will be able to earn as much money as your expect. Financially things will keep improving. You will be able to compete your unfinished works without anyone’s help. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 7, 8, 9, 10.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી ઘરમાં શાંતિનું વાતાવરણ નહીં રહે. નાની બાબતમાં એકબીજા પર ચિડાઈ જશો. તમારા મગજનો પારો ઉંચો રહેશે. પ્રેશરની માંદગીથી વધુ પરેશાન રહેશો. દવા લેવામાં આળસ કરતા નહીં. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકી દેશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. આજથી દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 11 છે.
Mars’ ongoing rule doesn’t allow peace to stay in the house. You could get angry with others over small matters. You will lose your temper easily. Those having Blood Pressure could get affected. Do not be lazy to take your medication. A small mistake could land you in big trouble. Ensure to drive or ride your vehicles with great care. Starting today, pray the Tir Yasht daily.
Lucky Dates: 5, 6, 9, 11.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025