મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવમાં ખુબ ચિડીયા થઈ ગયેલા હશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. તમારા દુશ્મનો તમને ખોટા પાડશે. તમારી આવક કરતા ખર્ચ વધુ થતા પરેશાન થશો. મંગળને કારણે ભાઈ બહેન વચ્ચે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 15, 16 છે.
Mars’ ongoing rule will make you very irritable. You will get triggered and angry by the smallest of issues. Your detractors will prove you wrong. You could get worried as your expenses will be more than your income. Arguments amongst sibling is predicted. You are advised to drive/ride your vehicle with caution as you could meet with an accident. Pray the Tir Yasht daily.
Lucky Dates: 10, 11, 15, 16.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે મનને શાંત રાખી તમારા અગત્યના કામ પૂરા કરી શકશો. ઉઘરાણીના કામ પહેલા પૂરા કરજો. જેનાથી તમારા માથાનો બોજો ઓછો થઈ જશે. મિત્રોનો સાથ મળશે મિત્રોના મન જીતી લેવામાં સફળ થશો. થોડી ભાગદોડ કરવાથી પૈસા કમાઈ લેશો તમારી મહેનત પ્રમાણે ધન મેળવી લેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
Venus’ rule till 26th July indicates that you will be able to keep your mind calm and complete all your important tasks efficiently. Ensure to prioritize collecting the money owed to you as this will help relieve mental tension. Friends will be supportive. You will be able to win over your friends. A little added effort will help to earn good money – you will earn in proportion to your efforts. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 11, 12, 13, 14.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી લીધેલા ડીસીઝન ચેન્જ નહીં કરી શકો. તમારા કરેલા કામથી બીજાને ફાયદો થશે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. તબિયતમાં સારા સારી થતી જશે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. બીજાની સેવા કરવાથી મનને વધુ આનંદ મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનંતી તા. 11, 13, 15, 16 છે.
The Moon’s ongoing rule advises you to not change decisions that you have already made. Others will also benefit off your works. You will receive good news from abroad. Health will be good. Ensure to speak out what’s on your mind with the concerned person. You will feel mentally peaceful by indulging in service for others. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 11, 13, 15, 16.
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ધણી ધણીયાણીમાં જરૂરત હોય તે કામ પહેલા કરી લેજો. ઉતરતી શુક્રની દિનદશા ખર્ચ કરવામાં કોઈ કસર નહીં મૂકે. ધનની કમી નહીં આવે. આવતા અઠવાડિયાથી તમારી કરેલી બચત તમને કામ આવશે. ચાલુ કામમાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.
This being the last week under the rule of Venus, ensure to first prioritize the work that your spouse needs you to do. The descending rule of Venus will make you spend a lot of money, but despite this there will be no financial shortfall. Starting next week, your savings will come in use. Ongoing work/projects will not face any challenges. Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 12, 14.
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો મળી જશે. કામકાજ વધારી ધન મેળવી શકશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. અપોજીટ સેકસનું આકર્ષણ વધી જશે. શુક્રની કૃપાથી ઘરમાં કોઈ સારા પ્રસંગ આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
Venus’ rule till 16th August will make you increase your inclinations towards fun and entertainment. You will find a way to get out of any financial problem. You will be able to expand your business and earn more income accordingly. You will be able to install new items in the house. You will feel more attracted to the opposite gender. An auspicious event will take place in your home. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 14, 15, 16.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
હવે તો તમને શુક્રની દિનદશા શરૂ થયેલી હોવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. ખર્ચ કરશો તેટલી આવક આવવાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી તબિયતમાં સારો સુધારો આવતો જશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
The start of Venus’ rule causes you to be greatly inclined towards fun and entertainment. You will be able to make new purchases for the house. Misunderstandings between couples will reduce. Your expenditure will be offset by your income and you will therefore not face any financial issues. Your health will be good. You will be able to cater to the wants of family members. Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 12, 13.
LIBRA | તુલા: ર.ત.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામમાં સફળતા નહીં મળે. રોજના કામ કરવામાં ખુબ કંટાળો આવશે. થોડું કામ કરીને થાકી જશો. નાણાકીય બાબતની ખૂબ ખેચતાણ રહેશે. બીજાની પાસે નાણા ઉધાર માંગવાનો સમય આવશે. તમારી જવાબદારી પૂરી કરવા ભાગદોડ કરવી પડશે. કોઈના પર વિશ્ર્વાસ રાખતા નહીં. દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Rahu’s ongoing rule will not allow you to be successful in your professional ventures. You will feel a lot of lethargy in doing your daily chores. You will get tired after doing just a little work. Financially, things could get strained. You might need to ask others for a loan. You will need to put in a lot of effort to deliver on your commitments. Avoid trusting people blindly. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 15.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ધર્મ, ફેમીલી કે સોશીયલ કામો કરવામાં ખુબ આનંદ આવશે. જૂના રોકાણથી ફાયદો મળશે. નાણાકીય ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ગુરૂની કૃપાથી ધનનો ખોટી જગ્યાએ ખર્ચ નહીં કરો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરતા ઘરનું વાતાવરણ શાંત રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 12, 13, 16 છે.
Jupiter’s ongoing rule brings you a sense of great joy by indulging in home and family related or social endeavours. You will benefit off old investments. You will be able to invest your money. You will not spend your money wrongly. You will be able to make purchases for the house. By catering to the needs of your family members, you will ensure a peaceful and cordial atmosphere at home. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 12, 13, 16.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
24મી ઓગસ્ટ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી કોઈની મદદ થઈ જશે. ગુરૂની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવા કામ કરવામાં સફળતા મળશે. જે પણ કામ કરશો તેમાં માન-ઈજ્જત સાથે નાણાકીય ફાયદો પણ મેળવશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરી વધુ ધન મેલવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.
Jupiter’s rule till 24th August will have you helping out another, inadvertently. With Jupiter’s graces, you will face no financial shortage. New projects will be successful. You will receive admiration and praise along with financial benefits, in all your endeavours. To cater to the needs of family members, you will be able to earn extra income by working more. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 12, 14, 15.
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે તમારા કામો સમય પૂરા નહીં કરી શકો. તમારી સાથે કામ કરનાર વ્યક્તિ તમારો સાથ નહીં આપે. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. તબિયત અચાનક બગડી જશે. સાંધાના સુખાવાથી કે તાવથી પરેશાન થશો. તમારી સાથે વડીલવર્ગની તબિયત ખરાબ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.
Saturn’s rule till 26th July predicts that you might not be able to complete your work in time. Your colleagues will not be supportive. Financial instability is indicated. Your health could suddenly go down. You could suffer from fever or joint-aches. Even the health of the elderly could deteriorate. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 10, 11, 13, 14.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે. તમારા હિસાબી કામો પહેલા પૂરા કરી લેજો. તમારે કોઈને પૈસા આપવાના બાકી હોય તો આપી દેજો નહીં તો તે વ્યક્તિ પાસે થોડો સમય માંગી લેજો. મિત્રોની મદદ લઈ કામ પૂરા કરી શકશો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Mercury’s rule till 20th July suggests that you prioritize the completion of all your accounts-related tasks. Ensure to either repay your loaners the money you owe them, or ask them for some more time. You will be able to complete your work with the help of friends. Old investments will prove beneficial. Financially, things will continue to get better. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 15.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા બધાજ કામ બુધ્ધિ વાપરી કરી શકશો. તમારા મુશ્કેલીભર્યા કામ મીઠી જબાન વાપરી પૂરા કરી શકશો. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી દેજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડાક પૈસા બચાવી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 12, 13, 16 છે.
Mercury’s ongoing rule helps you to use your intelligence in completing all your tasks. You will be able to complete even the more challenging tasks, if you use sweet words. Ensure to speak what’s on your mind with your sweetheart. Financial stability is indicated. You will be able to save some money and invest it profitably. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 10, 12, 13, 16.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024