મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં ગુરુની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી નાના-મોટા ચેરિટીના કામ કરવામાં સફળ થઈ શકશો. તમારા કરેલ કામના બીજા વખાણ કરવામાં કોઈ કસર નહીં રાખે. નાણાકીય બાબતની અંદર સારાસારી થતી રહેશે. ગુરુની કૃપાથી હાલમાં તમારા ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરવામાં સફળ થશો. ગુરુની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 10, 12 છે.
Jupiter’s ongoing rule will nudge you towards doing charitable works. Others will highly praise your works. Financially, things will continue to get better. You will be able to utizlise your funds effectively, under the graces of Jupiter. To gain greater blessings of Jupiter, pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 7, 10, 12.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી નવેમ્બર સુધી શનિની દીનદશા ચાલશે તેથી તમારા રોજબરોજના કામ કરવામાં ખૂબજ કંટાળો આવશે. આવક ઓછી ખર્ચ વધવાથી માથા ઉપરનો બોજો વધી જશે. શનિ તમારી નાની બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકી દેશે. વડીલ વર્ગની તબિયત અચાનક બગાડી દેશે. શનિને કારણે વડીલ વર્ગની સેવા કરવાથી થોડી ઘણી મુશ્કેલી ઓછી થશે. મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 11 છે.
Saturn’s rule till 26th November will induce a sense of lethargy while doing your daily chores. An increase in expenditure and decrease in income will increase your mental worries. Even a small carelessness on your end could land you in big trouble. The health of the elderly could suddenly deteriorate. By taking care of and serving the elderly, your challenges will reduce. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 7, 8, 9 11.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી તમારી રાશીના માલિક બુધની દિનદશા ચાલશે તેથી તમારા બધાજ કામો વિજળી વેગે પૂરા કરવામાં સફળ થશો. ખોટા ખર્ચાઓ ઉપર કાપ મુકીને તે ધનને સારી જગ્યાએ રોકાણ કરવાનું ચુકતા નહીં. હાથ નીચે કામ કરનારનો સાથ મેળવવા માટે મીઠી જબાનનો ઉપયોગ કરી શકશો. ધન મળી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 9, 10, 11 છે.
Mercury’s rule till 20th November will help you complete all your works at lightning speed successfully. Ensure to control unnecessary expenditures and invest the savings in a profitable place. You will win over your junior colleagues at work with your sweet language. You will continue to receive income. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 6, 9, 10, 11.
CANCER | કર્ક: ડ.હ.
19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે મહેનતના કામો ઓછા કરીને બુદ્ધિથી કામો કરવામાં વધુ સફળ થશો. હિસાબી કામો કરવામાં તમને ફાયદો મળશે કે શું નુકસાન થવાનું છે તેનો અંદાજ મળી રહેશે. રોકાયેલા નાણાંને પાછા મેળવવા માટે થોડી ઘણી ભાગદોડ કરવાથી થોડી ઘણી રકમ પાછી મળશે. ‘મહેર નીઆયેશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 10, 12 છે.
Mercury’s rule till 19th December will help you to work smartly as opposed to working hard – and this will bring you great success. Take interest in doing your financial accounting as this will indicate if you are making a profit or help you understand the extent of your loss. By putting in a little more effort you will be able to retrieve a part of your stuck finances. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 7, 8, 10, 12.
LEO | સિંહ: મ.ટ.
24મી નવેમ્બર સુધી તો તમારા ગુસ્સાને કંટ્રોલમાં લાવવામાં સફળ નહીં થાવ. આજુબાજુવાળા તમને ખોટી રીતે નાની બાબતમાં ઈરીટેડ કરી નાખશે. તાવ-શરદી-માથાના દુ:ખાવાથી પરેશાન થશો. ઘરવાળાને તમારી સાચી વાતબી ખોટી લાગશે. વાહન ચલાવનારાઓ વાહન ખૂબ જ સંભાળીને ચલાવજો. મંગળને શાંત કરવા માટે રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 8, 9, 11 છે.
You might not be able to succeed in controlling your anger till 24th November, under Mars’ rule. Those next to you will end up irritating you over petty matters. You could suffer from fever, cold and headaches. Family members will not be able to trust you with the truth. You are advised to ride / drive your vehicles with great caution. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 6, 8, 9, 11.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
શિતળ ચંદ્રની દિનદશા 26મી નવેમ્બર સુધી ચાલશે તેથી હાલમાં તમે જેબી ડીસીજન લેશો તે ખૂબ જ સમજી વિચાર કર્યા બાદ લેશો. ચંદ્ર તમારા મનને આનંદમાં રાખવામાં કોઈ કમી નહીં આવવા દેશે. જેબી કામ કરશો તે કામમાં કોઈ બીજા તમારી ભૂલ શોધી નહીં શકે. ઘરમાં નવી ચીજવસ્તુ લઈ શકશો. 101 નામમાંથી 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 6, 7, 10, 12 છે.
Under the calming rule of the Moon till the 26th November, you will make all your decisions in a well thought out manner. The Moon will ensure to keep you mentally happy. No one will be able to find any fault in your works. You will be able to make purchases for the house. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 6, 7, 10, 12.
LIBRA | તુલા: ર.ત.
આજનો દિવસ સંભાળીને પસાર કરી લેજો. બને તો આજે ઘરમાં રહીને ઘરવાળાના મદદગાર થસો. બાકી કામથી 50 દિવસની માટે ચંદ્રની દિનદશા તમોને ભરપૂર સુખ આપીને રહેશે. બગડેલી તબિયતમાં કાલથી સુધારો થવાની શક્યતા થઈ જશે. માથા ઉપરનો બોજો ઉતરવાથી મગજ શાંત થશે. હાલમાં 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8 થી 11 છે.
Ensure to spend today with mindfulness. Try to stay indoors and help family members in the house. For the next 50 days, the Moon’s rule will bring you immense joy. Those will health issues will recover very well and speedily. As mental tensions wear off, your mind will find peace. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 8 to 11.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી સુધી શુક્રની દિનદશા તમોને ભરપૂર સુખ આપીને રહેશે. ઓપોજીટ સેક્સની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. ઉતરતી શુક્રની દીનદશા ખર્ચ વધુ કરવાથી બીજાના દિલ જીતી લેશો. મનગમતી ચીજવસ્તુ લેવામાં જરાબી કસર રાખતા નહીં. રોજબરોજના કામો સહેલાઈથી પૂરા કરી શકશો. ભૂલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 10, 12 છે.
Venus’ rule till 16th November continues to bring you much happiness. You are advised to prioritize catering to the wants of the opposite gender. The descending rule of Venus makes you spend extra and win over the hearts of others. Ensure to buy your favourite things. You will be able to complete your daily chores smoothly. Ensure to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 7, 10, 12.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા તમોને માનપાન-ઈજ્જત અપાવીને રહેશે. નાણાકીય બાબતની અંદર તમને ધનખર્ચ કરવા માટે ખેંચતાણ નહીં કરવી પડે. જેબી કામ કરતા હશો તે કામ વીજળી વેગે પૂરા કરવામાં સફળ થશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે તો તે તમે જવા નહીં દેશો. મિત્રોથી ફાયદો થશે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલું રાખજો.
શુકનવંતી તા. 8 થી 11 છે.
Venus’ rule till 16th December will bring you great appreciation and popularity. Financially, you will not feel any financial tension in spending money. You will be able to complete all your tasks at lightning speed. You would not let go of an opportunity to travel abroad. Friends could prove beneficial. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8 to 11.
CAPRICORN | મકર: ખ.જ.
આજથી તમારી રાશિના માલિક ગ્રહ શનિની પરમ મિત્ર શુક્રની દિનદશા 14મી જાન્યુઆરી સુધી ચાલશે તેથી તમારી જવાબદારીમાંથી મુક્ત થતાં જશો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. રીસાયેલ ઓપોઝીટ સેક્સને મનાવી લેશો. લગ્ન કરેલા કપલમાં પ્રેમ વધી જશે. મતભેદ ઓછા થતાં જશે. શુક્ર તમારી લાઇફને બેલેન્સ કરાવી આપે તેની માટે દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 9, 12 છે.
Starting today, Venus rules you till 14th January. Your responsibilities will lessen. Sudden windfall could be expected. You will be able to win over members of the opposite gender who are upset with you. Affection between married couples will blossom. Arguments will reduce. To get Venus to balance out your life, pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 7, 9, 12.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી સામાન્ય દિવસ તમારે પસાર કરવામાં મુશ્કેલ લાગશે. જ્યાં ખર્ચ કરવાનો હશે ત્યાં નાણાંનો ખર્ચ નહીં થાય, બીજી બાજુ ત્રણ ઘણો ખર્ચ કરી નાખશો. તમારા પસંદગીનિી વસ્તુ ઘરવાળાને જરાબી નહીં ગમે. નોકરી કરનારને ઉપરીવર્ગ તરફથી પરેશાની વધી જતાં દરરોજ ‘મહાબોક્તાર નીઆએશ’ ભણવાનું ચાલું રાખજો.
શુકનવંતી તા. 7, 8, 10, 11 છે.
Rahu’s rule till 6th December will make it difficult to make it through the day. You will end up spending thrice the amount of money in the wrong places instead of utilizing it where needed. Your family members will not appreciate your favourite item that you purchase. The employed could face harassment from senior colleagues. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 7, 8, 10, 11.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ગુરુ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારી આવકમાંથી થોડી ઘણી રકમ કોઈકને મદદ કરવા વાપરશો. તમારા કામથી ઘરવાળાને સંતોષ ખૂબ જ રહેશે. તમારા બધા જ કામો સમય ઉપર પૂરા કરીને તમારા દુશ્મનને ચોકાવી દેશો. સ્ત્રીઓને સારા પુરુષની ઓળખાણ થવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 8, 9, 12 છે.
Jupiter’s ongoing rule will make you donate a small part of your income towards helping others. Family members will be happy with your work. You will surprise your detractors by completing all your work in time. Women will get to meet good men. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 8, 9, 12.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025