મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ગુરુની દિનદશા ચાલુ હોવાથી તમોને હાલમાં ધર્મના કામો કરવાથી ખૂબ જ શાંતિ મળશે. ધનની ચિંતા જરાબી સતાવશે. ગુરુની કૃપાથી દરેક બાબતમાં ઇનવીસીબલ હેલ્પ મલતી રહેશે. ધણી-ધણીયાણીમાં પ્રેમની લાગણી ખૂબ જ વધી જશે. જો તમે કોઈકના પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. રોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.
Jupiter’s ongoing rule brings you a great sense of satisfaction in carrying out any endeavours related to religion. There will be no financial concerns. You will continue to receive anonymous help in all areas of life. Affection between couples will increase greatly. Those in a romantic relationship will receive good news from their sweethearts. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 13, 16 17.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમોને ગુરુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામની અંદર તમને જશની સાથે ધન લાભ મળતા રહેશે. જ્યાં કામ કરતાં હશો ત્યાં તમારા કામમાં થોડા ઘણા ચેંજીશ થવાના ચાન્સ છે. કોઈકના મદદગાર બનીને તે વ્યક્તિના અટકેલા કામને પૂરા કરી આપશો. તંદુરસ્તી સારાસારી રહે તેની માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 13, 14, 15 છે.
Jupiter’s rule brings you professional fame and prosperity. A few changes could take place at your place of work. By helping someone else, you will be able to restart their stalled works. To sustain good health, you are advised to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 13, 14 15.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમો તમારા નાના કામબી સમય ઉપર પૂરા નહીં કરી શકો. શનિ તમોને આળસુ બનાવી દેશે. હાલમાં શારીરિક બાબતથી પરેશાન થતા રહેશો. ધાર્યા કરતા વધુ ખર્ચ ડોક્ટરની પાછળ થતો રહેશે. ઘરવાળા સાથે મતભેદ પડતા રહેશે. માથાના દુ:ખાવાથી વધુ પરેશાન થશો. રોજ ‘મોટી હપ્તન’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.
Saturn’s ongoing rule will not allow you to complete even your smaller tasks on time. Saturn makes you lethargic. You could end up having to deal with various physical ailments. You could end up spending unexpected amount of money on medical expenses. Squabbles with family members are indicated. You could suffer from headaches. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 13, 16 17.
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લાં 9 દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી લેતી-દેતીના કામો પહેલાં પૂરા કરી લેજો. તમારે જો કોઈક વ્યક્તિને પૈસા આપવાના બાકી હોય તો તેની પાસેથી મુદત માંગી લેવામાં જરાબી અચકાતા નહીં. સાથે કામ કરનારનો સાથ લઈને કામને પૂરા કરી લેજો. થોડુંક ઇનવેસ્ટ કરજો. હાલમાં ‘મહેર નીઆયેશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 14 ને 15 છે.
You have 9 days remaining under Mercury’s rule. You are therefore advised to prioritize and complete any works related to lending and borrowing money. You are encouraged to ask for some leeway of time from people you owe money to. Try to get the support of your colleagues to complete your tasks. Ensure to make some investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 12, 14 15.
LEO | સિંહ: મ.ટ.
તમોને બી લાંબા સમય સુધી બુધની દિનદશા ચાલશે. તેથી હાલમાં 18મી જાન્યુઆરી સુધીમાં કરકસર કરીને ધન બચાવવામાં સફળ થશો. ધન મેળવવા માટે ભાગદોડ વધુ કરી લેશો. જેબી કામ કરતા હશો તેમાં બુદ્ધી બળ વાપરીને કામ પૂરુ કરવામાં સફળ થશો. નવી વ્યક્તિ જીવનમાં આવવાના ચાન્સ છે. હાલમાં રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 16, 17 છે.
Mercury’s long-standing rule till 18th January helps you to put in effort and save some money. You would need to put in extra work to earn money. You will be able to succeed in whichever tasks you undertake if you use your intelligence. Someone new could enter your life. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 13, 14, 16 17.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી મગજનો પારો ઉપર રહેશે. નાની બાબતની અંદર ગુસ્સે થઈ જશો. ઘરવાળાબી તમારી વાત માનશે નહીં તેનું દુખ વધુ લાગશે. હાલમાં ભાઈ-બહેનની સાથે નાની બાબતની અંદર મતભેદ પડતા રહેશે. ઘરમાં ખોટા ખર્ચ કરવા પડશે. 24મી સુધી શાંતિ, જશ નહીં મળે. મંગળને શાંત કરવા માટે ‘તીર યશ્ત’ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.
Mars’ ongoing rule keeps you hot-headed. You will get angry over petty issues. You will feel increasingly hurt by your family members for not being in agreement with you. You could end up squabbling with your siblings over small matters. You might have to spend on unnecessary expenses. Peace and popularity will evade you till the 24th of November. To pacify Mars, pray the Tir Yasht.
Lucky Dates: 11, 12, 13 15.
LIBRA | તુલા: ર.ત.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને શાંત રાખીને જેબી ડીસીજન લેશો તેમાં સફળ થઈ જશો. જૂના મિત્રોને મલવાથી વધુ આનંદમાં આવશો. નાણાકીય બાબતમાં જરાબી મુશ્કેલી નહીં આવે. ઘરવાળાની ડિમાંડ પહેલા પૂરી કરી શકશો. હાલમાં મનની શાંતિ મેળવવા માગતો હો તો વડીલની સેવા જરૂર કરજો. 101 નામમાંથી 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14 થી 17 છે.
The ongoing rule of the Moon suggests that all decisions taken by you with a calm and stable mind will bring you great success. Meeting up with your old friends will bring you much joy. There will be no financial worries. You will be able to cater to the wants of your family members. Those seeking peace of mind are encouraged to serve the elderly. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 14 to 17.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમોને બી ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરીનો ચાન્સ મળે તો જવા દેતા નહીં. તમારા કરેલ કામની અંદર સફળતા મળીને રહેશે. તમે તમારા મનને મજબૂત કરીને જેબી કામ કરશો તેમાં સફળતા મળીને રહેશે. નવા કામ કરવામાં સફળ થઈ જશો. માંદગીમાંથી મુક્તિ મેળવશો. તમોબી 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 12, 14, 16, 17 છે.
The ongoing Moon’s rule suggests that you don’t let go of any travel opportunities. You are sure to taste success in all your endeavours. Any work that you do, with a strong mind, will result in victory. You will be successful in executing new ventures. Those who have been ill will recover. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 12, 14, 16 17.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા 5 દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઓપોઝિટ સેક્સનો સાથ-સહકાર સારો મળીને રહેશે. તમારા ખરાબ સમયમાં તેઓની થોડી ઘણી મદદ મળશે. બાકી 16મીથી 20 દિવસ માટે સૂર્યની દિનદશા તમારા પ્રેસરને વધારી દેશે. વડીલ વર્ગની તબિયતની ખૂબ જ દરકાર લેવી પડશે. તેથી આજથી ‘બહેરામ યઝદ’ ભણવાની સાથે ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 11 થી 14 છે.
Venus rules you for the last five days – bringing you much support and help from members of the opposite gender. You will receive their help in your bad times. Starting from November 16th, the Sun’s rule could increase your blood pressure. You are advised to take extra care of the health of the elderly. Starting today, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, alongside praying to Behram Yazad, daily.
Lucky Dates: 11 to 14.
CAPRICORN | મકર: ખ.જ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી જાન્યુઆરી સુધીમાં તમારે જો નાની-મોટી મુસાફરી કરવી પડે તો કરી લેજો. મુસાફરી કરવાથી ધન તો કમાશો સાથે મનને આનંદ મળશે. ઓપોઝિટ સેક્સની સાથેના સંબંધ ખૂબ જ સુધરી જશે. હાલમાં ધનની ખેંચ નહીં આવે. રોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15 ને 17 છે.
Under Venus’ rule which extends till the 14th of January, you are advised to take on any short travel trips. These will not only help you earn money, but will also bring you happiness. Your relations with members of the opposite gender will improve greatly. There will be no financial shortfall. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 15 17.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
હવે તો તમોને મિત્ર ગ્રહ શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી ઓપોઝિટ સેક્સ તરફથી અણધારેલ ફાયદો થઈ જશે. ધણી-ધણીયાણી ઇસારામાં એકબીજાની વાત સમજી જશે. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ સારા છે. ગામ-પરગામ જઈ શકશો. તમોબી ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 14, 15, 16 છે.
The onset of Venus’ rule will bring you lots of benefits through members of the opposite gender. There will be enhanced understanding between couples. You could get a promotion at your workplace. Travel abroad will be possible. Pray to Behram Yazad daily.
Lucky Dates: 11, 14, 15 16.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારું મગજ જરાબી સ્થિર નહીં રહે. બીજાનું ભલુ કરવા જતા તમારું ખરાબ થઈ જશે. અંગત સગાંઓબી દુશ્મન જેવો વહેવાર કરશે તેનું દુ:ખ વધુ લાગશે. ખર્ચ ઉપર કાબુ નહીં રાખો તો ઉધાર નાણાં લેવા પડશે. હાલમાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.
Rahu’s rule till 5th January will not allow you mind to be stable. Helping another could end up with disastrous consequences for yourself. Close relatives could treat you badly and this could hurt you deeply. If you do not control your expenses, you could end up having to borrow money from others. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 12, 13, 16 17.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024