ગયા અઠવાડિયે હું રોશન આન્ટીની બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી. એમના બે દીકરા હતા એક ડોક્ટર અને બીજો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બંને જમાઈઓ, દીકરીઓ અને તેમના પૌત્રા પૌત્રીઓ. ફાઈવ સ્ટાર હોટેલમાં સમારોહનું આયોજન કર્યું હતું. રોશન આન્ટીની જીવનની સ્ટોરી તેમના બન્ને દીકરાઓએ રજૂ કરી અને તે સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. રોશન આન્ટીને ટીવન્સ હતા. બન્ને બે વર્ષના થયા અને તેમના ધણી દાલી અંકલ ગુજરી ગયા. નારગોલમાં રહેતા રોશન આન્ટીને તેમના જેઠાણીએ સંભળાવાનું શરૂ કર્યુ. અમારે ત્રણ જણને પોસવા પડે છે.
એક રાતે રોશન આન્ટી પોતાના બન્ને બાળકોને લઈ સુરત આવી પહોંચ્યા. સુરતમાં રોશન આન્ટીના મામા રહેતા હતા. રોશન આન્ટી ભોણું અને ખાવાની વાનગીઓ ખુબ સ્વાદિષ્ટ બનાવતા હતા. એક ખુબ ધનવાન ગુજરાતી મહેતાના ઘરે રાંધવાનું કામ મળી ગયું. રોશન આન્ટીની ગાડી ચાલી પડી.
મી. મહેતા અને તેમના ધણીયાણી બન્ને ડોકટર હતા એટલે તેમને પણ તેમના ઘર અને બાળકોની દેખરેખ માટે વિશ્વાસપાત્ર વ્યક્તિની જરૂર હતી. તેથી રોશન આન્ટી અને તેમના બાળકોને બંગલાના આઉટહાઉસમાં રહેવા માટે જગ્યા આપી. રોશન આન્ટીએ મીસીસી મહેતાના હાથ ચુમી લીધા અને તેમને કહ્યું તમારૂં આ ઋણ હું કેવી રીતે ચુકવી શકીશ. ત્યારે મીસીસ મહેતાએ કહ્યું મને પણ તો તમારા જેવા વિશ્ર્વાસપાત્ર અને મારા બાળકોને સંભાળનાર એક સરસ બહેન મળ્યા છે. મારા બહેન બનશો ને? આ સાંભળી રોશન આન્ટીના આંખમાં આંસુ આવી ગયા.
રોશન આન્ટીના બંને છોકરાઓ ખૂબ જ સ્માર્ટ હતા. રોશને પણ નક્કી કર્યુ કે મારા બાળકો ઉચ્ચ શિક્ષિત હોવા જોઈએ, બન્ને બાળકોએ મેરિટ લિસ્ટમાં નામ મેળવ્યુ. મહેતા ફેમીલીએ પણ બંને બાળકોના શિક્ષણમાં આર્થિક સહયોગ આપ્યો હતો.
રોશન આન્ટીએ પોતાના બાળકોને ખુબ ભણાવ્યા. એક હાડકાનો ડોકટર બન્યો અને બીજો ચાર્ટડ એકાઉન્ટન્ટ. બન્ને બાળકો સેટલ થઈ પોતાનો ફલેટ લીધો. તેવી જ રીતે મી. મહેતાના બાળકો પણ ભણવા માટે યુએસ જતા રહ્યા. ત્યાનો ગ્રીન કાર્ડ મેળવ્યો અને ત્યાંજ સેટલ થઈ ગયા.
રોશન આન્ટી આજે પોતાની 75મી સાલગ્રેહ મનાવવા ફાઈવ સ્ટાર હોટલમાં આવ્યા હતા. અને તેમના બાળકોએ રોશન આન્ટીને એક બંગલો ગીફટમાં આપ્યો હતો. મી. મહેતા અને તેમની ધણીયાણી પણ હવે વૃધ્ધ થયા હતા. પણ તેમના બાળકો પાસે ભારત આવીને તેમના માતાપિતાની સંભાળ લેવાનો સમય નહોતો.
એક દિવસ મી. મહેતા દાદરા પરથી પડી ગયા એમના ઘુંટણનું ઓપરેશન રોશન આન્ટીના દીકરા એ કર્યુ હતું. પરંતુ તેમના પોતાના બાળકો જોવા માટે આવ્યા નહીં. આજે મી. મહેતા વ્હીલચેર પર તેમની ધણીયાણી સાથે બર્થ ડે પાટીમાં આવ્યા હતા. રોશન આન્ટીના બાળકોએ તેમની મમ્માની કહાણી બધાને સુનાવી રડી પડયા હતા. તેમને બધાની સામે જણાવ્યું કે આજથી મારી મમ્માને મદદ કરનાર મી. મહેતા અને તેમના ધણીયાણી પણ અમારી સાથે અમારા બંગલામાં જ રહેશે.
બે મહિના પછી નવરોઝનો તહેવાર આવી લાગ્યો. બંગલાની બહાર વસંત ઋતુએ પોતાનો કબજો જમાવી લીધો હતો. વસંતના આગમન સાથે જ વૃક્ષોના દેહમાં જાણે નવો પ્રાણ આવી ગયો હતો.તેમની ડાળીએ ડાળીએ કૂં5ળો ફૂટી હતી. આંબાના ઝાડ 5ર મબલક મંજરીઓ મોરી ઉઠે હતી નવો રોજ લઈ નવરોઝનું આગમન થયું છે હતું. આજે બંગલામાં ઘણી ચહેલ પહેલ હતી. બંગલાની બહાર લોનમાં નવરોઝની પાર્ટી રાખવામાં આવી હતી.
આજે મી. મહેતા અને તેમની ધણીયાણી પણ ખુબ ખુશ હતા. કારણ કે રોશન આન્ટીના પૌત્રા પૌત્રીઓએ તેમને પણ બપયજી બપાવાજી કહેવાનું શરૂ કરી દીધું હતું. રોશન આન્ટી પોતાના પૌત્રો અને પોત્રીઓને કીસી કોટી કરી તેમની સાથે રમતા હતા આજે નવરોઝના સગનવંતા દિવસે ઘણાજ ખુશ હતા કારણ કે તેઓએ પોતાનું ઋણ મી. અને મીસીસ મહેતાને પોતાની સાથે રાખીને ચુકવી દીધું હતું.
-દોલી પટેલ
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024