લેખક મર્ઝબાન જમશેદજી ગિયારા, તેમની ઝોરાસ્ટ્રિયન ધર્મ અને સંસ્કૃતિના અભ્યાસ માટેની સજાગતા વ્યાપકપણે માનવામાં આવે છે, તેમણે સમુદાયના સભ્યોના લાભ માટે વધુ એક રત્ન લખ્યું છે, જેનું શીર્ષક છે, ધ હિસ્ટ્રી ઓફ હોલી ફાયર ઈરાનશાહ અને ઉદવાડા ગામ – 144-પાનાનું, સમૃદ્ધપણે સચિત્ર, હાર્ડ બાઉન્ડ એડિશન, જે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ દ્વારા સૌથી શુભ રોજ આદર, માહ આદર, ઈરાનશાહ આતશ બહેરામ, ઉદવાડા ખાતે 21મી એપ્રિલ, 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં દસ્તુરજી ખુરશેદ દસ્તૂર, ઈરાનશાહ આતશ બહેરામના હાઈ પ્રીસ્ટ, દ્વારા એક પ્રસ્તાવના લખવામાં આવી છે અને ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ્સના અધ્યક્ષ દિનશા તંબોલી દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો છે. આપણી સંસ્થાઓ તેમજ ઉદવાડાના દસ્તુરજીઓના ચિત્રો પણ આંખ ઉઘાડનારા છે.
માહિતીપ્રદ પુસ્તકમાં બે ભાગોનો સમાવેશ થાય છે – ભાગ-1 એ એરવદ ફરામરોઝ ફિરોઝ મિરઝાના પુસ્તક ધ હિસ્ટ્રી ઓફ હોલી ફાયર ઈરાનશાહનું પુન:પ્રિન્ટ છે; અને ભાગ- 2 સંક્ષિપ્તમાં ઉદવાડા ગામ અને તેની પારસી સંસ્થાઓની વિગતો આપે છે. તેમાં ઉદવાડા અને ઈરાનશાહ પરના ગુજરાતી ગીતો પણ છે, જેનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે; ઉદવાડા વિશે સંસ્મરણો; પારસી ઝોરાસ્ટ્રિયન યાત્રાળુઓ તેમજ ધર્મગુરૂઓે/ધર્મશાળાના સંચાલકો માટે ઉપયોગી ટીપ્સ તથા ઉદવાડા ગામનો નકશો અને ગ્રંથસૂચિ આ પુસ્તકની ઉપયોગીતામાં વધારો કરે છે.
ઉદવાડાની મુલાકાત લેનારા લોકો દસ્તુરજી ખુરશેદ દસ્તૂર પાસેથી કોમ્પલીમેન્ટરી કોપી તેમના નિવાસસ્થાન (ઇરાનશાહ આતશ બહેરામની સામે અથવા મફતિીંષિશસવીતિવયમઽલળફશહ.ભજ્ઞળ. પર ઇમેઇલ કરીને તેના વિશે પૂછપરછ કરી શકે છે. ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડ મુંબઈ અને નવસારી ખાતેની ઓફિસમાંથી પણ નકલ એકત્રિત કરી શકે છે.
સ્ટોક છેક સુધી નકલો મેળવવામાં રસ ધરાવતા લોકો મુંબઈમાં ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડની ઓફિસનો સંપર્ક કરી શકે છે Tel. 91-22-23684452/53; Email: admin@wzotrust.com અને નવસારી (Tel. 91-2637-246073/245402; Email: sccnavsari@gmail.com).
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025