મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લા 4 દિવસ સુખમાં પસાર કરવાના બાકી છે. 13મી સુધી અધુરા કામ પુરા કરી લેજો. નહીં તો 4થી મે સુધી તમને કામ કરવામાં કંટાળો આવશે. અપોઝીટ સેકસની ડિમાન્ડ પુરી કરી શકશો. છેલ્લા બે દિવસ માથાના દુ:ખાવાથી પરેશાન થશો. ‘બહેરામ યઝદ’ની સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 09, 10, 11, 12 છે.
You have 4 days remaining to spend in peace. Ensure to complete all your incomplete works till the 13th of April. Till the 4th of May, you will feel a lot of lethargy in doing your work. You will be able to cater to the wishes of the opposite gender. You could suffer from headaches through the last two days. Pray to Behram Yazad as well as recite the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 09, 10, 11, 12
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે ગમે એટલું કરશો પરંતુ ખર્ચ પર કાબુ નહીં મેળવી શકો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. નાણા કમાવવા શુક્ર તમને મદદ કરશે. ધણી ધણીયાણીમાં સારા સારી રહેશે એકબીજાના ઈશારાથી મનની વાત સમજી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.
Venus’ ongoing rule will make it impossible for you to control your finances. There will be no financial difficulties. Venus will help you in earning money. Affection and understanding will flourish between couples – there will be no need for words. Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 13, 14, 15
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અટકેલા કામ પુરા કરવાનો ચાન્સ મળી રહેશે. નાણાકીય મુશ્કેલી દૂર કરવાનો સહેલો રસ્તો મળી જશે. નાણાકીય ફાયદો થશે. તમારી પસંદગીની વ્યક્તિને તમારા મનની વાત કહી શકશો. મુસાફરી કરી શકશો. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 09, 11, 12, 14 છે.
The start of Venus’ rule brings you opportunities to complete any unfinished tasks. You will find good ways to overcome all financial shortcomings. Your finances will continue to prosper. You will be able to share what’s on your mind with a favourite person. You will be able to travel. Ensure to pray to Behram Yazad daily.
Lucky Dates: 09, 11, 12, 14
CANCER | કર્ક: ડ.હ.
4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે. તમારી અંગત વ્યક્તિ તમારૂં દિલ તોડી નાખે તેવી વાતો કહેશે. તમારો ઉપરી વર્ગ તમારા વાંક ગુના વગર તમારૂં ઈનસલ્ટ કરી નાખશે. વધુ પડતી ચિંતા કરશો તો તમારી તબિયત બગડી જશે. રાહુ તમને પેટમાં દુખાવો તથા તમારી રાતની ઉંઘ ઓછી કરી નાખશે. કોઈ પર આંધળો વિશ્ર્વાસ મુકતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 09, 10, 11, 15 છે.
Rahu’s rule till 4th May could have someone close to you tell you things which could break your heart. Seniors at work will insult you without it being your fault or mistake. Excessive worrying will make your health suffer. Rahu could cause stomach aches and rob you of your sleep. Do not trust anyone blindly. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 09, 10, 11, 15
LEO | સિંહ: મ.ટ.
21મી સુધી તમે ધર્મના કામો સારી રીતે કરી શકશો. અપોલા પ્રોમીશ પુરા કરવામાં વધુ મહેનત કરશો. તમારા કરેલા કામનો ફાયદો મેળવી શકશો. શારિરીક બાબતમાં ચિંતા નહીં આવે. કોઈ સારી વ્યક્તિની ઓળખાણ તમારા ખરાબ સમયમાં મદદગાર થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 09, 12, 13, 14 છે.
You will be able to do religious works smoothly, till 21st April. You will work hard to deliver on your promises. Your work will bring you profits. Your physical health will be good. A timely introduction with a good person will be of much help to you in your bad times. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 09, 12, 13, 14
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને 22મી મે સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. તમે જે કામ હાથમાં લેશો તે પુરા કરીને મુકશો. કરેલા કામમાં જશની સાથે ધનલાભ પણ થશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. બીજાને સમજાવી પટાવી તમારા અગત્યના કામો પુરા કરી શકશો. ધનલાભ મળતા રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 13, 15 છે.
Jupiter’s rule till 22nd May will have you ensuring the completion of all work that you take in hand. Your endeavours will bring you fame as well as much prosperity. You will be able to meet your favourite person. You will be able to complete your important tasks with your ability to convince others. You will continue to receive wealth. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 11, 13, 15
LIBRA | તુલા: ર.ત.
શનિની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પણ ભુલ કરશો. મિત્રમંડળ અને સગાઓ સાથેનો વ્યવહાર ખુબ ઓછો કરી નાખશો. દુશ્મન તમારૂં અપમાન કરી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. તમારા અંગત માણસો તમારાથી દૂર ભાગશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 09, 10, 12, 14 છે.
Saturn’s ongoing rule will have you making mistakes even in small tasks. You will considerably lessen mingling with friends and relatives. Your enemies will insult you. Financially, things will not be stable. Those close to you will tend to avoid you. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 09, 10, 12, 14
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
17મી પહેલા આપેલા વચનને પુરા કરી લેજો. આજથી કોઈ પણ જવાબદારી તમારા માથા પર લેતા નહી. તમારા કામ પુરા કરવા માટે કોઈની મદદ લેતા નહીં. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધન બચાવ કરવામાં સફળ થશો. નવા કામો કરવાનો વિચાર કરતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.
Ensure to deliver on all the promises you have made, before 17th April. Starting today, avoid taking on any work that demands your accountability. Do not take anyone’s help to complete your unfinished works. Ensure to make investments. You will be successful in saving money. Avoid taking on any new work projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 12, 13, 15
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો તેમાં ફાયદો નુકસાન જે પણ થાય તે પહેલા જોશો. નવા મિત્રોથી લાભ મળવાના ચાન્સ છે. નેગેટીવ વિચાર આવવા દેતા નહીં. દરેક કામમાં પાક પરવરદેગારનું નામ લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 09, 10, 13, 14 છે.
Mercury’s ongoing rule helps you assess the profitability or loss-making potential of any venture before taking it up. New friendships will bring in good luck. Do not allow negative thoughts to cloud your mind. Take God’s name while doing any work. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 09, 10, 13, 14
CAPRICORN | મકર: ખ.જ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી મગજનો કાબુ ગુમાવી દેતા વાર નહીં લાગે. નાની બાબતમાં ગુસ્સો આવશે. તબિયતમાં બેદરકાર રહેતા નહીં. મંગળ તમારા પ્રેશરને વધારી દેશે. થોડુ સહન કરજો. લોકો સાથે ઓછું બોલવાનું રાખતા તમે ફાયદામાં રહેશો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 13, 14, 15 છે.
Mars’ ongoing rule will have you lose control over your temper very easily. You will get angry over petty matters. Do not be careless about your health. Mars could cause an increase in your BP. Try to be more tolerant. Speaking less with people will benefit you. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 11, 13, 14, 15
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી મનને શાંતિ આપનાર ચંદ્રની દિનદશા ચાલશે. કોઈને આપેલા પ્રોમીશ પહેલા પૂરા કરી લેજો. તમારા મિત્ર કે સગાઓના સલાહકાર બની શકશો. તમારી આપેલી સલાહથી તેને સાચો રસ્તો મળી જશે. ગામ પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. ઘરવાળાના મદદગાર થશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 09, 10, 11, 12 છે.
The Moon’s rule till 23rd April suggests that you deliver on the promises you have made to others. You will be able to give sincere advice to your friends and relatives. Your advice will show them the way to resolve their issues. You will receive good news from abroad. You will be helpful to family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 09, 10, 11, 12
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 24મી મે સુધી મુસાફરી કરતા ફાયદામાં રહેશો. તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. ધણી ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. નોકરી ધંધામાં બરકત મળશે. ધનની ચિંતા નહીં આવે. ચંદ્રની વધુ શીતળતા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.
The start of the Moon’s rule till 24th May. Travel will benefit you. Someone new will enter your life. Affection between couples will increase greatly. Progress is indicated in your work or career. There will be no financial issues. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 10, 13, 14, 15
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024