મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી જો તમે બેન્ક કે સરકારી કામ કરતા હો તો તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં નાખશે. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. ડોકટરની સલાહ લેવામાં વાર નહીં લગાડતા. તમે માથાના દુખાવા અથવા હાઈ પ્રેશરથી પરેશાન થશો. હાલમાં 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
The ongoing Sun’s rule could end up turning even small mistakes, related to any banking or government related works, into major problems for you. The health of the elderly could take a turn for the worse – do not delay in getting doctor’s advice. You could suffer from headaches or high BP. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 23, 24, 28, 29
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે ધારશો તો પણ ઈનવેસ્ટમેન્ટ નહીં કરી શકો. બીજાની ભલાઈ કરવામાં ધન ખર્ચ કરી નાખશો. અપોઝીટ સેકસની ડીમાન્ડ પુરી કરી શકશો. 14મી મે સુધી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
Venus’ ongoing rule will not allow you to make investments, despite your efforts. You will spend money in trying to help others. You will be able to cater to the wishes of people from the opposite gender. You will not face any financial issues, till 14th May. You will be able to meet your favourite person. Pray to Behram Yazad daily.
Lucky Dates: 23, 25, 26, 27
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ખાવા પીવા અને ફરવામાં ખર્ચ ખુબ વધી જશે. અપોઝીટ સેકસનો સાથ સહકાર મળવાથી કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. મુસાફરીનો ચાન્સ મલશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 26, 28, 29 છે.
Venus’ ongoing rule will greatly increase your expenses related to fun, entertainment and travel. The support of members from the opposite gender will help ensure that your work happens smoothly. A travel opportunity is predicted. There will be no financial shortfalls. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 26, 28, 29
CANCER | કર્ક: ડ.હ.
4થી મે સુધી રાહુની દિનદશા તમારા કામમાં સફળતા નહીં આપે. જયાં જશો ત્યાં જોઈતું માન સન્માન નહીં મળે. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણ રહેશે. જન્મના ગ્રહ ખરાબ હશે તો કોઈ પાસે ઓછીના નાણા લેવાનો સમય આવશે. નેગેટીવ વિચાર આવતા હશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
Rahu’s rule till 4th May does not allow you to be successful in any of your ventures. You will not receive the fame and respect you deserve. Financially, things can get difficult for you. You could even end up having to borrow money from others. Your mind will get filled with negative thoughts. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 25, 26, 27
LEO | સિંહ: મ.ટ.
તમને રાહુની દિનદશા શરૂ થયેલી છે. 4થી જૂન સુધી તમને નાના કામમાં પણ સફળતા નહીં મળે. જ્યાં ફાયદો દેખાતો હશે ત્યાં નુકસાન થઈ જશે. શેર સટ્ટાના કામોથી દૂર રહેજો. જૂનું રોકાણ કરેલું હોય તો ઉતાવળમાં કોઈ ડીસીઝન લેતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
The start of Rahu’s rule till 4th June, not allowing you to be successful even in your smallest works. Areas where profit was certain, could yield losses instead. Do not dabble in shares and stocks. Do not make any impulsive decisions as regards an old investment. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 28, 29
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. ગુરૂની કૃપાથી બીજાની ભલાઈના કામ કરી શકશો. ધન મેળવવા ભાગદોડ નહીં કરવી પડે. તબિયતમાં સારા સારી થતી જશે. ઘરના લોકોની ડિમાન્ડ પુરી કરી તેમનું દિલ જીતી લેશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
Jupiter’s rule till 22nd May will induce you towards doing noble works. You will not need to work too hard to earn income. Your health will continue to improve well. You will be able to cater to the wants of your family members and win them over. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 23, 25, 26, 27
LIBRA | તુલા: ર.ત.
આજથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તમારા હાથથી ચેરીટીના કામો કરી શકશો નાણાકીય બાબતમાં 23મી જૂન સુધી સારા સારી થતી જશે. ફેમીલી મેમ્બરની જરૂરિયાતની વસ્તુ લેવામાં સફળ થશો. કામકાજ વધી જશે. જૂના રોકાણમાં ફાયદો થતો હોય તો લઈ લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 28, 29 છે.
Jupiter’s rule starting today will have you doing works of charity. Till 23rd June, there will be much financial growth and prosperity. You will be able to purchase items of necessity for family members. Work will increase. You are advised to withdraw profits amounting from old investments. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 24, 28, 29
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. ચાલુ કામ પણ અટકી જશે. રોજ બરોજના કામ કરવામાં આળસ આવશે. તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. શનિને કારણે ખોટા ખર્ચા વધી જશે. મિત્રો નાની બાબતમાં નારાજ થશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Saturn’s rule till 24th May could cause even your ongoing works to get stalled. You could feel lethargy in doing your daily chores. Take special care of your health. Saturn could throw unnecessary expenses your way. Friends could get upset over small matters. Do not buy any new purchases for the home. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 23, 24, 25, 26
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો ખોટા ખર્ચ પર કાપ મુકી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. કોઈપણ વ્યક્તિનું દિલ જીતી લેવામાં સફળ થશો. ધન મેળવવા એકસ્ટ્રા કામ કરી શકશો. લેતી દેતીના કામ પર વધુ ધ્યાન આપજો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 26, 28, 29 છે.
Mercury’s ongoing rule helps you control your unnecessary expenditures and invest your money in a profitable place. You will be able to win over the hearts of others. You will be able to work extra for greater income. You are advised to focus on your transactions related to lending and borrowing money. You will receive good news from abroad. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 26, 28, 29
CAPRICORN | મકર: ખ.જ.
તમને હવે બુધની દિનદશા ચાલુ થયેલી હોવાથી 18મી જૂન સુધી પારકાને પણ પોતાના બનાવી લેશો. તમારા મુશ્કેલી ભર્યા કામ પુરા કરવામાં મિત્રની મદદ મળી રહેશે. બને તો લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. અપોઝીટ સેકસની ડિમાન્ડ પુરી કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 29 છે.
Mercury’s rule till 18th June enables you to win over strangers. You will receive help from friends to complete your challenging tasks. Ensure to make long-term investments. You will be able to cater to the wants of those from the opposite gender. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 29
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આજથી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ થયેલી છે. 28 દિવસ તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં મગજનો કંટ્રોલ ગુમાવી દેશો. એસીડીટી અને માથાના દુ:ખાવાથી પરેશાન થશો. ઘરમાં ભાઈ બહેન સાથે મતભેદ પડતા રહેશે. તમે સમજાવવા જશો તો તમારૂં ઈનસલ્ટ થશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Starting today, Mangal rules you for the next 28 days, making it difficult for you to get a hold of your temper. You will lose your temper over petty matters. You could suffer from acidity and headaches. Squabbles with siblings is predicted. Your efforts to make them understand your point of view will earn you insults. Pray the Tir Yasht daily.
Lucky Dates: 26, 27, 28, 29
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્રની કૃપાથી મુસાફરીનો ચાન્સ મળી રહેશે. બીજાને સમજાવી તમારા કામને સરળ બનાવી દેશો. ઘરવાળાનો સાથ સહકાર મળતો રહેશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવશો. મિત્રની સલાહ અવશ્ય લેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 28 છે.
The Moon’s rule till 24th May brings you travel opportunities. You will be able to smooth out your work by convincing others. Your family members will be supportive. You will emerge from any financial difficulties. Ensure to heed to the advice of a friend. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 26, 28
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024