Your Moonsign Janam Rashi This Week –
07 May – 13 May 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 25મી જૂન સુધી તમે તમારા બધાજ કામો શાંતિથી વિચારીને કરવામાં માનશો. બીજાને સમજાવી શકશો. તબિયતમાં સારા સારી હોવાથી મનથી આંનદમાં હશો. નાની મુસાફરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 07, 08, 12, 13 છે.

 The ongoing Moon’s rule till the 25th of June will help you do all your work with a peaceful mind and in a well thought out manner. You will be able to get through to others. Your good health will bring you greater mental happiness. You will be able to make short trips. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 07, 08, 12, 13


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 7 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ધણી ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. એકબીજાની ડિમાન્ડ પુરી કરી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. રોજના કામો સમયસર પુરા કરી શકશો. બાકી 14મીથી શરૂ થતી સુર્યની દિનદશા 20 દિવસ તમને ખુબ તપાવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 08, 09, 10, 11 છે.

You have 7 days remaining under the rule of Venus. Affection between couples with blossom greatly. You will be able to cater to each other’s needs. There will be no financial difficulties. You will be able to complete your daily chores on time. The Sun’s rule starting from 14th May, for the next 20 days, will get things very heated for you. Pray to Behram Yazad daily.

Lucky Dates: 08, 09, 10, 11


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે તમારા મોજશોક પાછળનો ખર્ચ ઓછો નહીં કરી શકો. અપોઝીટ સેકસના મદદગાર થશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. નાણાકીય ચિંતા નહીં આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 07, 09, 12, 13 છે.

Venus’ rule till 16th June will not allow you to reduce your expenditures on fun and entertainment. You will prove helpful to members of the opposite gender. You will be able to make purchases for the home. There will be no financial worries. Pray to Behram Yazad daily.

Lucky Dates: 07, 09, 12, 13


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

હવે તમને ઘણો લાંબો સમય સુખ શાંતિમાં પસાર કરવાનો છે. શુક્રની કૃપાથી ધારેલા કામો સમય પહેલા પુરા કરી શકશો. જે ધારશો તે કામમાં સફળતા મળશે. નારાજ થયેલ મિત્ર કે વ્યક્તિ સાથે મનમેળ પાછો થઈ જશે. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 07, 10, 11, 12 છે.

You have a lovely long phase of peace and happiness upon you. With Venus’ blessings you will be able to complete your works much before time. You will succeed in any venture that you take up. You will be able to get back with an upset friend or person. Starting today, pray to Behram Yazad daily.

Lucky Dates: 07, 10, 11, 12


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તબિયતની ખાસ સંભાળ લેજો. તમે બીમાર પડો તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. સામેથી આવક ઓછી થતી જશે. જૂના ઈનવેસ્ટમેન્ટમાં નુકસાન થતુ હોય તો ધીરજ રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 08, 09, 11, 13 છે.

Rahu’s rule till 4th June calls for you to take special care of your health. If you fall ill, do not hesitate to call the doctor. Expenses will start increasing. Income could reduce. If old investments are resulting in losses, you are advised to be patient and not make hasty decisions. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 08, 09, 11, 13


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoગુરૂની દિનદશા ચાલુ હોવાથી લેતી દેતીના કામોમાં વધુ ધ્યાન આપજો. ગુરૂની કૃપાથી વડીલ વર્ગની સેવા કરી શકશો. સારા કામ કરી બીજાના દિલ જીતી લેશો. જ્યાં પણ કામ કરશો ત્યાં માન ઈજ્જત મળતી રહેશે. શારીરિક બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 07, 08, 10, 12 છે.

Jupiter’s ongoing rule suggests that you focus more on works related to transactions of lending and borrowing money. You will be able to take care of the elderly. You will win over the hearts of others by your good deeds. You will receive respect and admiration in all your endeavours. Your physical health will improve. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 07, 08, 10, 12


LIBRA | તુલા: ર.ત.

07Libra23મી જૂન સુધી ગુરૂની કૃપાથી ધર્મના કામ કરી શકશો. ધનની ચિંતા નહીં આવે. જે પણ કામ કરતા હશો ત્યાં માન ઈજ્જત મળતા રહેશે. ફેમીલી મેમ્બરનો સાથ મળવાથી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી પૂરા કરી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 09, 10, 11, 13 છે.

Jupiter’s rule, till 23rd June, will enable you to do religious works. There will be no cause for concern financially. You will receive admiration and respect at your place of work. You will be able to complete even difficult tasks, with the support of family members. Health will be good. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 09, 10, 11, 13


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મે સુધી શનિની દિનદશા તમારી તબિયતને બગાડી નાખશે. સાંધાના તથા માથાના દુખાવાથી પરેશાન થશો. ડોકટરની પાછળ વધુ ખર્ચ કરવો પડશે. શેર સટ્ટાથી દૂર રહેજો. શનિના લીધે તમારા કામ પુરા કરવામાં ભરપુર મુશ્કેલીઓ આવશે. નાણાકીય બાબતમાં પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 07, 08, 10, 12 છે.

Saturn’s rule, till 24th May, could prove harmful to your health. You could suffer from joint-aches and headaches. You might end up having to spend a lot on doctors. Stay away from dabbling in share and stocks. Saturn could pose great challenges in completion of your works. Finances could have you worried. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 07, 08, 10, 12


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બુધની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. હીસાબી કામો પુરા કરી માથાનો બોજો ઓછો કરી શકશો. બીજાને સમજાવી પટાવી તમારા અગત્યના કામો વીજળીવેગે પુરા કરી શકશો. ધનનો ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 08, 09, 11, 13 છે.

Mercury’s ongoing rule will lift you out of any financial shortcomings. You will be able to make investments. You will be able to reduce your mental pressures by completing your accounts-related works. You will be able to complete your important tasks at lightning speed by convincing others to help you. Financial profits indicated. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 08, 09, 11, 13


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

બુધની દિનદશા ચાલુ હોવાથી ધન કમાવવામાં મુશ્કેલી નહીં આવે. થોડું કામ કરતા વધારાની ઈન્કમ મેલવી શકશો. મુશ્કેલીભર્યા કામ બુધ્ધિ વાપરી સહેલાઈથી કરી શકશો. નવી વ્યક્તિ સાથે મનમેળાપ વધી જશે. ઉપરીવર્ગ તરફથી ફાયદો મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 07, 10, 11, 12 છે.

Mercury’s ongoing rule will make it easy for you to earn money. You will be able to earn a lot by working a little! You will be able to resolve any difficult tasks efficiently, by using your intelligence. You will get close to a new person. Your seniors will prove beneficial to you. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 07, 10, 11, 12


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

22મી મે સુધી મંગળની દિનદશા ચાલશે. ભાઈ બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો એકસીડન્ટ થવાના ચાન્સ છે. માથાનો દુ:ખાવો તથા શરદી ખાસીથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 08, 09, 12, 13 છે.

Mars’ rule till 22nd May could result in a lot of squabbles between siblings. You are advised to practice great caution while riding/driving your vehicles, as you could potentially get into an accident. You could suffer from headaches, cough and cold. Ensure to consult a doctor. Pray the Tir Yasht daily.

Lucky Dates: 08, 09, 12, 13


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમારા રોજના કામ સમય પર પુરા કરી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. મનમાં જે પણ વિચારશો તે પ્રમાણે કામ કરી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 07, 09, 10, 11 છે.

The Moon’s rule till 24th May helps you get your daily chores done in time. You will be able to cater to the needs of your family. You will be able to carry out your works as you had planned. There will be no financial shortfalls. You will be able to bump into your future sweetheart. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 07, 09, 10, 11

Leave a Reply

*