સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના જજ – જસ્ટિસ જે બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંક કરવાની ભલામણ કરી છે. 5મી મે, 2022ના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એનવી રામાનાના નેતૃત્વમાં કોલેજિયમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ન્યાયમૂર્તિ પારડીવાલાએ નિર્ણાયક અને સંવેદનશીલ બાબતો પર અસંખ્ય ચુકાદાઓ આપ્યા છે અને કાયદાના વિવિધ વિષયો પર 1,000 થી વધુ અહેવાલ આપેલા ચુકાદાઓ છે. તેઓ ગુજરાત હાઈકોર્ટના સ્થાયી અને સંકલન સમિતિના સભ્યોમાંના એક છે અને ખરીદ સમિતિના અધ્યક્ષ પણ છે.
જસ્ટિસ પારડીવાલાનો જન્મ 12 ઓગસ્ટ, 1965ના રોજ થયો હતો અને તેમણે 1989માં વલસાડમાં તેમની કાયદાની પ્રેકિટસ શરૂ કરી હતી. બાદમાં તેઓ સપ્ટેમ્બર, 1990માં ગુજરાત હાઈકોર્ટમાં શિફ્ટ થયા હતા. તેઓ 2002થી ગુજરાત હાઈકોર્ટ અને તેની ગૌણ અદાલતો માટે સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે નિમણુંક પામ્યા હતા.
તેમણે કાયદાની તમામ શાખાઓમાં પ્રેકિટસ કરી છે. તેઓ 1994થી 2000 સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય રહ્યા છે. તેઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની શિસ્ત સમિતિના નામાંકિત સભ્ય તરીકે પણ નિયુક્ત થયા હતા. તેઓ 2002 થી ગુજરાત હાઈકોર્ટ અને તેની ગૌણ અદાલતો માટે સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે નિયુક્ત થયા હતા. 17 ફેબ્રુઆરી, 2011ના રોજ તેમની હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને 28 જાન્યુઆરી, 2013ના રોજ કાયમી જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025