એક વૃધ્ધ માણસ અદાલતમાં દાખલ થયાં જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે.
જજે પૂછ્યું તમારો કેસ કોની
વિરુધ્ધ છે?
તેમણે કહ્યું : મારા પુત્ર વિરુધ્ધ.
જજ હેરાન થયો અને પુછ્યું : શું ફરિયાદ છે?
વૃધ્ધ કહ્યું : હું મારા પુત્ર પાસેથી એની તાકત મુજબ માસિક ખર્ચો માંગી રહ્યો છું.
જજે કહ્યું : આ તો તમારો તમારા પુત્ર પર એવો હક છે કે જેની દલીલો સાંભળવાની કોઈ જરૂરત જ નથી.
વૃધ્ધે કહ્યું : જજ સાહબ! એ છતાં કે હું માલદાર છું અને પૈસાની જરૂરત નથી, પરંતુ હું ઈચ્છું છું કે મારા પુત્ર પાસેથી માસિક ખર્ચ પ્રાપ્ત કરતો રહું.
જજ હેરાન થઈ ગયો અને એની પાસેથી એના પુત્રનું નામ અને સરનામું લઈ એને અદાલતમાં હાજર થવાનો હુકમ જારી કર્યો.
પુત્ર અદાલતમાં હાજર થયો તો જજે એને પૂછ્યું : આ તમારા પિતા છે?
પુત્રે કહ્યું : જી, હાં આ મારા પિતા છે.
જજે કહ્યું : તેમણે તમારા વિરુધ્ધ કેસ કર્યો છે કે તમે એમને માસિક ખર્ચ થોડો ઘણો પણ ખર્ચ આપતા રહો.
પુત્રે હેરાનીથી કહ્યું : તેઓ મારી પાસેથી ખર્ચ કેમ માંગી રહ્યા છે જ્યારે કે તેઓ ખુદ ખૂબ માલદાર છે અને એમને મારી મદદની કોઈ જરૂરત નથી.
જજે કહ્યું : આ તમારા પિતાની માંગ છે અને તેઓ પોતાની માંગમાં આઝાદ અને હક પર છે.
વૃધ્ધે કહ્યું : જજ સાહબ ! જો તમે ફક્ત માસિક એક ડોલર આપવાનો હુકમ આપશો તો પણ હું ખૂશ થઈ જઈશ પરંતુ શર્ત એટલી કે તે એક ડોલર મને પોતાના હાથથી મોડું કર્યા વગર આપ્યા કરે.
જજે કહ્યું : બિલકુલ એવું જ થશે, એ આપનો હક છે.
પછી જજે હુકમ જારી કર્યો કે ફલાણો પોતાના પિતાને પિતાની હયાતી સુધી માસિક એક ડોલર સમયસર પોતાના જ હાથથી આપ્યા કરશે.
અદાલતનો રૂમ છોડતા પહેલા જજે વૃધ્ધે બાપને પૂછ્યું : જો તમને ખોટું ન લાગે તો મને બતાવો કે તમે ખરેખર આ કેસ કેમ કર્યો? જ્યારે કે તમે માલદાર છો અને તમે ઘણી જ મામૂલી રકમની માંગણી કરી?
વૃધ્ધે રડતાં રડતાં કહ્યું : જજ સાહબ! હું મારા તે પુત્રને જોવા માટે તરસી રહ્યો છું અને તેને તેના કામોએ એટલો વ્યસ્ત કરી દીધો છે કે મેં ઘણા લાંબા સમયથી એનો ચેહરો સુધ્ધાં નથી જોયો, જ્યારે કે હું મારા પુત્રને ખૂબ જ પ્રેમ કરું છું. અને દરેક ક્ષણે મારા દિલમાં એનો ખ્યાલ રહે છે, તે મારી સાથે ટેલિફોનથી પણ વાત સુધ્ધાં નથી કરતો, એ જ કારણથી કે હું એને જોઈ શકું ચાહે મહિનામાં એક વખત કેમ ન હોય? એટલે મેં આ કેસ દાખલ કર્યો છે.
આ સાંભળી જજ બેકાબુ થઈ રડવા લાગ્યાં અને સાથે સાથે બીજાઓ પણ, અને વૃધ્ધે બાપ ને કહ્યું : ઇશ્ર્વર સોગંધ! જો તમે પહેલાથી મને આ બાબતની જાણ કરી હોત તો હું એને જેલની અને કોરા મારવાની સજા સંભળાવતે.
વૃધ્ધે બાપે મુસ્કુરાતા કહ્યું: મારા વ્હાલા જજ! તમારો એ હુકમ મારા દિલને તકલીફ પહોંચાડતે.
કાશ! બાળકો જાણતે કે એમના માતા-પિતાના દિલોમાં એમના માટે કેટલી લાગણીઓ છે. ઇશ્ર્વર આપણને સૌને સીધા રસ્તાની સદ્બુદ્ધિ આપે.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025