સંપૂર્ણ રીતે ર્જીણોદ્ધાર કરાયેલ અસલાજી ભીખાજી દરેમહેરે 31મી જુલાઈ, 2022 (રોજ બેહરામ, માહ અસ્ફંદાર્મદ; ય.ઝ. 1391) ના રોજ ભવ્યરીતે 173માં સાલગ્રેહની ઉજવણી કરી હતી, આંનદીત ભકતો સાથે સવારે 9:00 કલાકે હમા અંજુમનનું જશન અસલાજી અગિયારીના પંથકી નરીમાન પંથકી તથા ફરહાદ બગલી, એરવદ એરિક ઉનવાલા અને એરવદ યઝદ બગલી દ્વારા કરવામાં આવ્યું હતું. અગિયારી ખૂબ જ ઉત્સાહ સાથે પ્રાર્થનામાં હાજરી આપતા સમુદાયના સભ્યોથી ભરપૂર હતી. આ વર્ષે, સાલગ્રેહ જશનમાં હાજરી આપનારા ભક્તો એક વિઝ્યુઅલ ટ્રીટ માટે આવ્યા હતા કારણ કે અગિયારીનો સંપૂર્ણ જીણોધ્ધાર કરવામાં આવ્યો હતો!
દર મહિને, રોજ-મહેર અને રોજ-બહેરામ પર, હમા અંજુમન જશનમાં હાજરી આપવા માટે ભક્તો અગિયારીમાં ઉમટી પડે છે. મેહેર મહિનોના મેહેર રોજ પર અગિયારી, વિશ્ર્વાસુ જરથોસ્તીઓની કતારોને સાક્ષી આપે છે, અગિયારીમાં પ્રવેશવા અને પવિત્ર અગ્નિને શ્રદ્ધાંજલિ આપવા અને તેના આશીર્વાદ મેળવવા માટે ધીરજપૂર્વક તેમના વારાની રાહ જોતા હોય છે. આવી શ્રદ્ધા અને ભક્તિ ઘણા લોકોના દાવા પર આધારિત છે જેઓ ખાતરી આપે છે કે પાક અસલાજી અગિયારીનો આતશ તેમની પ્રાર્થનાનો હંમેશા ચમત્કારિક જવાબ આપે છે.
હમા અંજુમન જશન રોજ-ખોરદાદ, માહ-અસફંદારમર્દ ય.ઝ.1391 પર સવારે 11:00 કલાકે આદરીયાનમાં આતશ પાદશાહ સાહેબના ર્જીણોદ્ધાર અને પુન:સ્થાપનની પૂર્ણતા નિમિત્તે, 16મી જુલાઈની મધ્યરાત્રિએ, વંદીદાદ યજશ્ની / ઉજાશ્ની પ્રાર્થના કર્યા પછી કરવામાં આવ્યું હતું. તેમ છતાં, ફરીથી, અગિયારી જશન દરમિયાન ભક્તોથી ભરપૂર હતી કે જેઓ આશિર્વાદ અને તેમની પુર્ણ થયેલી ઈચ્છા માટે આભાર માનવા આવ્યા હતા.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025