રોજ સવારે 1 કપ પાણીમાં ચપટી મુલેઠી (જેઠી મધ)નાપાઉડર નાખીને પીવો, નહીં થાય શરદી-ખાંસી, વજન પણ રહેશે કંટ્રોલમાં

મુલેઠી (જેઠી મધ)નો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે.
ખાસ કરીને શરદી-ખાંસી માટે તેનો વધુ
ઉપયોગ થાય છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે શરદી-ખાંસી કફમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો રેગ્યુલર સવારે એક કપ નવશેકા પાણીમાં એક ચપટી મુલેઠીનો પાઉડર મિક્ષ કરીને પીવામાં આવે તો સ્વાસ્થ્યને બહુ જ ફાયદા મળી
શકે છે. મુલેઠીમાં એન્ટીઓક્સીડેન્ટસ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે. જે ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદ કરે છે.
મોંમા છાલા પડ્યાં હોય ત્યારે જેઠીમધમાં મધ લગાવીને ચુસવાથી રાહત મળે છે.
મુલેઠીમાં એન્ટીવાયરલ ગુણ હોય છે. જેથી તેને ખાસી અને ગળાની તકલીફમાં જેઠીમધ ચુસવાથી ફાયદો થાય છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેથી તેનો ઉકાળો પીવાથી બોડીમાં રહેલાં ખરાબ બેક્ટેરિયા દૂર થાય છે. મુલેઠીને રોજ એક કપ પાણીમાં ઉકાળીને પીવાથી અથવા કટકો ચુસવાથી ડાઈજેશન સુધરે છે અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે.
મુલેઠીનું ડેઈલી સેવન કરવાથી તે મેટાબોલિઝમ વધારે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને ખાધેલો ખોરાક સરળતા પચી જાય છે.
જો તમે ગળામાં ઈન્ફેક્શન હોય અથવા વારંવાર ગાળું ખરાબ થઈ જતું હોય તો મુલેઠીનું સેવન કરવાથી લાભ થાય છે. તેમાં રહેલી એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. મુલેઠીમાં રહેલાં તત્વ હાઈપર એસિડિટીને દૂર કરે છે. સાથે જ તે પેટના અલ્સરની સમસ્યાને પણ ઠીક કરવામાં મદદ કરે છે.
જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો રોજ મુલેઠીનું સેવન કરો. તેનાથી કબજિયાતમાં આરામ પડી જશે. મુલેઠીનું સેવન કરવાથી શરીરમાં રહેલાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જેનાથી હાર્ટ ડિસીઝ થવાનો ખતરો ઓછો થાય છે. મુલેઠીમા એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જેથી તેનું સેવન કરવાથી સ્કિન સંબંધી ઈન્ફેકશન અને સ્કિનની સમસ્યાઓ દૂર થાય છે.
રોજ મુલેઠીનું સેવન કરવાથી કફની સમસ્યા દૂર થાય છે અને ફેફસા સ્વસ્થ રહે છે. સાથે જ અસ્થમાની સમસ્યામાં પણ મુલેઠી ખૂબ લાભકારી છે.

Leave a Reply

*