Your Moonsign Janam Rashi This Week –
15 October – 21 October 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શનિની દિનદશા ચાલુ હોવાથી 27મી ઓકટોબર સુધી તમારે તમારી તબિયતની ખાસ કાળજી લેવી પડશે. થોડા બેદરકાર રહેશો તો મોટી માંદગીના ચક્કરમાં આવી જશો. નાણાકીય બાબતની અંદર ખુબ ખેંચતાણ રહેશે. દવા-ડોકટર પાછળ ખર્ચ ખુબ વધી જશે. હાલમાં દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી રાહત મળશે.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Saturn’s ongoing rule till 27th October calls for you to focus on and take special care of your health. Even the slightest carelessness could lead to a huge illness. Financially, things might get strained. You would need to spend excessively on doctors and medication. For some relief, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. 21મી પહેલા લેતીદેતીના કામ પુરા કરી લેજો. તમારા લેવાના નાણા 21મી સુધી મળે એટલા પાછા મેલવી લેજો નહીં તો 21મીથી 36 દિવસ સુધીમાં તમારા ધનને મેળવવા ખુબ મહેનત કરવી પડશે. મનની વાત મનમાં રાખતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 15, 16, 19, 20 છે.

This is the last week under the rule of Mercury. You are advised to complete all your financial transactions before the 21st of October. Try to retrieve as much of your loans from your debtors till the 21st, else you might not be able to retrieve any money for the next 36 days. Do not keep your thoughts to yourself. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 15, 16, 19, 20


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારી જાત પર સેલ્ફ કોન્ફીડન્સ વધી જશે. ધન લેતીદેતી કરવામાં સાવચેતી વાપરજો. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. ધનને બચાવવા થોડી કરકસર કરી શકશો. ધનની ચિંતા નહીં આવે. બુધની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 17, 18, 20, 21 છે.

Mercury’s ongoing rule fills you with a sense of self-confidence. You are advised to practice caution while lending or borrowing money. You will be able to win over strangers with your sweet talks. You will be able to put in some effort to save money. There will be no financial worries. To gain the greater blessings of Mercury, pray the Meher Nyaish daily.

Lucky Dates: 17, 18, 20, 21


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

25મી ઓકટોબર સુધી મંગળની દિનદશા તમને ખુબ અગ્રેસીવ બનાવી દેશે. નાની બાબતમાં ગરમ થઈ જશો. ગામ પરગામ જવાનો પ્લાન બનાવતા નહીં. ઘરમાં ભાઈ બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડશે. વાહન ચલાવતા સમયે વાહન સંભાળીને ચલાવજો. માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 15, 16, 18, 19 છે.

Mars’ rule till 25th October could make you very aggressive. You will lose your temper over small matters. Do not make any plans to travel globally. You could end up squabbling with your siblings over petty issues at home. Drive/ride your vehicle with utmost caution. You could suffer from headaches. Pray the Tir Yasht daily.

Lucky Dates: 15, 16, 18, 19


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે જે ડીસીઝન લેશો તે સમજી વિચારીને લેવામાં સફળ થશો. ગામ પરગામ જવાથી મનને શાંતિ મળશે. તમારી સલાહ લેનાર વ્યક્તિને તમે નિરાશા નહીં કરો. ઘરની વ્યક્તિની ડિમાન્ડ પુરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. 34મુ નામ ‘યા બેસ્તરના’101 વાર ભણજો.

શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.

The Moon’s rule till 26th October makes you successful in making all decisions based on clarity of thought. Travel abroad will bring you mental peace. You will not disappoint those seeking your advice. You will find it easy to cater to the wants of your family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 19, 20, 21


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. કામકાજને વધારવા થોડી ભાગદોડ કરવી પડે તો કરી લેજો. ચંદ્ર તમારા મનને મજબૂત બનાવી દેશે.રોજબરોજના કામ પુરા કરવામાં કોઈ તકલીફ નહીં આવે. બીજાના મદદગાર બની તેની ભલી દુવા મેળવશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

The Moon’s rule till 26th November suggests you put in extra effort to enhance your business, if need be. The Moon strengthens your mind. You will be able to execute your daily chores without any difficulties. You will gain the blessings and good wishes of others by helping them. Pray the 34th Name. ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 15, 16, 17, 18


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા બે દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બે દિવસમાં અપોઝીટ સેકસ સાથે વ્યવહાર ખુબ સારી રીતે રાખી શકશો. 17મીથી સુર્યની દિનદશા આવતા 20 દિવસમાં તમારા મગજના પારાને નીચે નહીં આવવા દે. નાની બાબતમાં ગુસ્સામાં આવશો. બે દિવસ ‘બહેરામ યઝદ’ 17મીથી 96મુ નામ ‘યા રયોમંદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.

You have the last 2 days remaining under the rule of Venus. Relations with the opposite gender will be cordial in this period. The Sun’s rule, starting from the 17th of October, for the next 20 days, will not allow your temper to cool down. You will get angry over small issues. Pray to Behram Yazad for the next two days, post which, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 15, 16, 20, 21


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને સુખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ કર્યા બાદ તમને ધનની કમી નહીં આવે. અપોઝીટ સેકસની સલાહ લઈને અગત્યના કામ પુરા કરવામાં સફળ થશો. કામકાજ વધારવા માટે ગામ પરગામ જવાનો મોકો મળે તો મુકતા નહીં. તેનાથી ધનલાભ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Venus’ ongoing rule ensures that there is no deficit of funds even after spending money. You will be able to complete important works successfully if you follow the advice given by members of the opposite gender. Do not miss out on a travel opportunity to expand your business as this will surely bring you much profits. Pray to Behram Yazad daily.

Lucky Dates: 16, 17, 18, 19


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી ડિસેમ્બર સુધી જીવનસાથી મળવાના ચાન્સ છે. ધણી-ધણીયાણી એકબીજાની મનની વાત સમજી શકશે. મિત્રોની મદદ લેવાથી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 18, 20, 21 છે.

Venus’ ongoing rule till 14th December, predicts that you will be able to find your life partner during this period. Couples will be able to understand each other. You will be able to execute challending tasks with a little help from your friends. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 18, 20, 21


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને જે સીધા કામ લાગતા હશે તે પુરા કરતા નાકે દમ આવી જશે. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણ આવશે. તમારા જ પૈસા પાછા મેળવવા ખુબ ભાગદોડ કરવી પડશે. અંગત માણસો તમારો સાથ નહીં આપે. રાહુના બળને ઓછું કરવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 19, 21 છે.

Rahu’s ongoing rule will make even your simple tasks very challenging. Financially, this could be a strained period. You will need to work very hard to get back your own money. Those close to you will not be supportive. To reduce Rahu’s spell, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 16, 17, 19, 21


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ જલ્દી પુરા કરવામાં સફળ થશો. ધનને ખોટી જગ્યાએ વાપરવાનું ઓછું કરશો. મનગમતી વ્યક્તિ તમને ખુબ માન સન્માન આપશે. ધર્મ કે ચેરીટીના કામો કરવાથી મનને શાંતિ મળશે. ફેમીલી મેમ્બરની ડીમાન્ડ પુરી કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 18, 20 છે.

Jupiter’s rule helps you complete your work much faster. You will stop spending money unnecessarily. Your sweetheart will show you great respect and admiration. By doing works related to religion or charity, you will gain great peace of mind. You are advised to cater to the wants of family members. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 15, 16, 18, 20


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી તમારી રાશિના માલીક ગુરૂની દિનદશા ચાલશે. ગુરૂ તમારી ઈજ્જત જવા નહીં દે. નવા કામ કરવાનો મોકો હાથમાંથી જવા દેતા નહીં. ધણી-ધણીયાણી કે પ્રેમી -પ્રેમીકા એકબીજાની વાત ઈશારાથી સમજી લેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 19, 20, 22 છે.

Jupiter’s rule till 24th November will ensure that you retain your respect. You are advised to not lose any work opportunity. Couples will be able to understand each other with just gestures. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 19, 20, 22

Leave a Reply

*