દાદર અથોરનાન ઇન્સ્ટિટયુટમાં બોર્ડરને જોડાવા પ્રોત્સાહન આપવા માટેની ઈન્સેન્ટીવ સ્કીમ Incentive Scheme for Encouraging Boarders to join Dadar Athornan Institute

અથોરનાન મંડળ, મુંબઈ દ્વારા 1919માં સ્થપાયેલ દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યુટ (ડીએઆઈ) એ એકમાત્ર સ્કૂલ છે જે અથોરનાન ફેમિલીના જરથોસ્તી યુવાનોને ધાર્મિક સંસ્કારો અને ધાર્મિક વિધિઓમાં સંપૂર્ણપણે મફત ટ્રેનીંગ આપે છે તેમજ સારી સ્કૂલ્સમાં તેમના સેક્યુલર શિક્ષણની વ્યવસ્થા કરે છે. ડીએઆઈમાંથી પાસ થયેલા અથોરનાન યુવાનોને યોઝદાથ્રેગર મોબેદ બનવાની તાલીમ આપવામાં આવે છે.
અથોરનાન છોકરાઓના વાલીને તેમના બચ્ચાઓને ડીએઆઈમાં દાખલ કરવા પ્રોત્સાહિત કરવાના હેતુથી, ડેનવર, યુએસએ ખાતે આવેલા ઝરીન નેવિલ સરકારી ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી; શ્રી નેવિલ એચ. સરકારી અને હ્યુસ્ટનના તેમના સાથી-ટ્રસ્ટી શ્રી જહાંગીર શ્રોફ સાથે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના ટ્રસ્ટીસ સાથે મળીને એક સ્કીમ બનાવી હતી, જે અથોરનાન છોકરાઓના માતા-પિતાને તેમના ધાર્મિક અને સેક્યુલર એજ્યુકેશનના અભ્યાસના સમયગાળા માટે સેક્ધડરી લેવલે એજ્યુકેશન પુરું કરવા ડીએઆઈમાં બોર્ડર તરીકે દાખલ કરવાં માટે ઉત્તેજન આપશે.
આ સ્કીમની મુખ્ય લાક્ષણિકતાઓ આ મુજબ છે:
જૂન 2023થી માં જોડાતા બોર્ડર્સ માટે:
*) દર વર્ષે રૂ. 60,000 ની રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે અને અભ્યાસનો આખો સમય પૂરો કર્યા પછી તેઓ જ્યારે ડીએઆઈ છોડે ત્યારે, બધા વરસની ભેગી રકમ વત્તા ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે લાયક બનશે.
ઉદાહરણ: જૂન 2023 માં ધોરણ-1માં એડમિશન લેનાર બોર્ડર, ધોરણ-10 (એસએસસી) સુધીની સ્ટડીઝ પુરી કરી જયારે ડીએઆઈ છોડે ત્યારે આ રકમ મેળવશે:
1) રૂ. 600,000: (મુદ્લ રકમ, વરસ દીઠ રૂ. 60,000),
2) રૂ. 230,947: (વાર્ષિક 7.05%ના દરે નોશનલ ચક્રવૃદ્ધિ વ્યાજ). રૂ. 830,947: કુલ રકમ
તે ઘણી રીતે સ્પષ્ટ કરવું જરૂરી છે કે, એકવાર સ્ટુડન્ટ ડીએઆઈમાં નોંધણી કરાવે પછી તેનો સ્ટડીઝનો પુરેપુરો સમય પુરો કરે તોજ તેનો ભાગ મેળવવાને લાયક ગણાશે. ડીએઆઈમાંથી અધવચ્ચેથી ઇન્સ્ટિટ્યુટ છોડી જનારા બોર્ડર્સ આ સ્કીમમાંથી કોઈપણ રકમ મેળવવાને લાયક ગણાશે નહીં.
અ) જે સ્ટુડન્ટસ વર્ષ 2012 થી 2016 ના સમયમાં જોડાયા છે તેઓ માટે: ડીએઆઈમાં જોડાયાના વરસથી 2022 ના વરસ સુધીના વર્ષની સંખ્યાના, વર્ષ દીઠ રૂ. 60,000 ની 75% રકમ.
બ) જે સ્ટુડન્ટસ વર્ષ 2017 થી 2019 ના સમયમાં જોડાયા છે તેઓ માટે: ડીએઆઈમાં જોડાયાના વરસથી 2022 ના વરસ સુધીના વર્ષની સંખ્યાના, વર્ષ દીઠ રૂ.60,000 ની 50% રકમ.
ક) જે સ્ટુડન્ટસ વર્ષ 2020 થી 2022 ના સમયમાં જોડાયા છે તેઓ માટે: ડીએઆઈમાં જોડાયાના વરસથી 2022 ના વરસ સુધીના વર્ષની સંખ્યાના, વર્ષ દીઠ રૂ.60,000 ની 25% રકમ.
આ હાલના બોર્ડર્સ 31મી ડિસેમ્બર, 2022 સુધી તેમના ઇન્સેન્ટિવ ફંડ પર કોઈપણ વ્યાજ મેળવવાને લાયક ગણાશે નહીં.
સાચા દિલથી આશા છે કે જુવાન અથોરનાનના માતા-પિતા આ સ્કીમનો પુરેપુરો લાભ લેશે.
ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસ,                                                    અથોરનાન મંડળ,
દિનશા કે. તંબોલી,                                                              દસ્તુરજી ખુરશેદ કે. દસ્તૂર,
ચેરમેન                                                                                  પ્રેસિડન્ટ
હોમિયાર એફ. માદન,                                                          રામિયાર પી. કરંજિયા,
મેનેજિંગ ટ્રસ્ટી (મુંબઈ),                                                       પ્રિન્સિપાલ
દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યુટ

Leave a Reply

*