મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે જાણતા નહીં હોય તેવી વ્યક્તિ તમને સાથ આપવા તૈયાર થઈ જશે. નાણાકીય બાબતમાં સારા સારી હોય તો થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામ કરવાથી મનને શાંતિ મળશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 8, 9 છે.
Jupiter’s rule till 25th December will have even strangers coming to your help. With finances looking good, you are advised to make investments. Doing religious works will bring you mental peace. Ensure to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 8, 9
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હવે તો તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તમારા કામમાં પ્રમોશન કે વધુ ધન મળવાના ચાન્સ છે. તમારા કામ કરવાની સ્ટાઈલથી ઉપરીવર્ગ ખુશ થઈ જશે. તબિયતમાં વધુ સારા સારી થતી જશે. તમે બીમારીમાંથી બહાર આવી જશો. વધુ એનરજી મેળવવા દરરોજ સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
With the onset of Jupiter’s rule, you could expect a promotion or increment in your salary. Your senior colleagues will be pleased with your style of working. Health will continue to improve. You will get healed of any illnesses. To enhance your energy, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 5, 6, 7, 8
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી શનિ મહારાજ ચારે બાજુથી પરેશાન કરતા રહેશે. હાલમાં એક કામ પુરૂં કરશો ત્યાં બીજી જગ્યાએ ચાર કામ કરવાની જવાબદારી તમારા પર આવી જશે. ધનનો ખોટી જગ્યાએ ખર્ચ થતો જશે. તમે કરેલી બચતનો ખર્ચ કરવાનો સમય આવી જશે. તમારા કામ પ્રમાણે તમને વળતર નહીં મળે. શનિના પ્રકોપને ઓછો કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 6, 9 છે.
Saturn’s rule till 6th December will have you surrounded by problems. Even as you are able to complete one work project, you will find yourself having to answer to four new work projects. You could spend money in the wrong places. You might have to dig into your savings. You will not get paid your due. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 3, 4, 6, 9
CANCER | કર્ક: ડ.હ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના મોટા કામો બુધ્ધિ વાપરીને કરવામાં સફળ થશો. બીજાને સમજાવી પટાવીને મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. ધનલાભ મલતા રહેશે. તમારી પીઠ પાછળ તમારા શત્રુઓને તમે ઓળખી શકશો. હીસાબી લેતી દેતીના કામ પર વધુ ધ્યાન આપજો. બુધની વધુ કૃપા મેળવવા દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 5, 7, 8 છે.
Mercury’s ongoing rule helps you execute all your tasks with intelligence. You will be able to get even the challenging tasks done easily by convincing others to help you. You will continue to prosper financially. You will be able to identify your enemies who speak behind your back. Focus on transactions related to lending and borrowing of money. To gain the added graces of Mercury, pray the Meher Nyaish daily.
Lucky Dates: 3, 5, 7, 8
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધ્ધિ બળ વધારતા બુધની દિનદશા ચાલુ રહેશે. તમે પોતાની જાતને ખુબ ચેન્જ કરી શકશો. અટકેલા કામ ફરી ચાલુ કરવામાં સફળ થશો. જો કોઈ જગ્યાએ ધન ફસાઈ ગયેલ હશે તો બુધની કૃપાથી થોડી ઘણી રકમ મેલવી શકશો. તમે ભુલ્યા વગર દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 6, 9 છે.
Mercury’s rule till 18th January will help you bring about the needed changes in yourself. You will be able to restart your stalled works. With the grace of Mercury, you will be able to retrieve a part of your stuck funds. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 4, 5, 6, 9
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. તમારૂં બોલવાનું કોઈને કડવું ઝેર જેવું લાગશે. સાચુ બોલવાથી વધુ પરેશાન થશો. હાલમાં વાહન ચલાવતા હો તો વાહન સંભાળીને ચલાવજો. પડવા કે વાગવાના બનાવ બની જશે. ઘરવાળા નાની બાબતમાં નારાજ થઈ જશે. હાલમાં દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 3, 5, 7, 8 છે.
Mars’ rule till 24th December will make your words seem like poison to some. Speaking the truth could bring you more trouble. You are advised to ride/drive your vehicles with great caution as there are chances of a fall or an accident. Family members will get upset over petty matters. Pray the Tir Yasht daily.
Lucky Dates: 3, 5, 7, 8
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમને મનની શાંતિ મળે તેવા કામ કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી હાલમાં જે પણ ડીસીઝન લેશો તે ડીસીઝન તમને ભવિષ્યમાં મદદગાર બની રહેશે. તમારી તબિયતમાં સારો સુધારો થતો રહેશે. નાની મુસાફરીનો ચાન્સ મળતો હોય તો મુકતા નહીં. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 9 છે.
The Moon’s rule till 26th December helps you do tasks which bring you peace of mind. With the blessings of the Moon, any decisions you make at this point will prove helpful to you in the future. Your health will continue to improve well. Do not pass off any opportunity for short travels. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 4, 5, 6, 9
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા ત્રણ દિવસ સુર્યની ગરમીમાં પસાર કરવાના છે. ઉતરતી સુર્યની દિનદશા તમને માંદગી આપશે. ખાવા પીવા પર ધ્યાન આપજો. બાકી 6ઠ્ઠીથી ચંદ્રની દિનદશા તમારા દુ:ખને ઓછા કરી નાખશે. તમારા ગરમ મગજ ને શાંત કરી નાખશે. આ અઠવાડિયામાં સહી સિકકાના કામ કરતા નહીં. 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.
You have 3 days remaining under the rule of the Sun. The descending rule of the Sun could cause an illness. Be careful of your diet. The Moon’s rule, starting 6th December, will elevate you of all your pains and problems. It will have a cooling effect on the heated mind. Avoid signing any important documents in this week. Pray the 34th Name, ‘Ya Beshtarna’, along with the 96th Name, ‘Ya Rayomand’, 101 times each, daily.
Lucky Dates: 3, 4, 7, 8
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ ઘટવાની જગ્યાએ વધતા રહેશે. બીજાની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી જેટલો ખર્ચ કરશો તેટલા નાણા કમાઈ લેશો. ફેમીલીના લોકોને ખુશ રાખી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9 છે.
Venus’ ongoing rule ends up increasing (instead of decreasing) your inclinations towards fun and entertainment. You will be able to help others. There will no financial concerns. With Venus’ graces, you will be able to earn back as much as you spend. You will be able to keep your family members happy. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 6, 7, 9
CAPRICORN | મકર: ખ.જ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી જાન્યુઆરી સુધીમાં તમારા મનની નેક મુરાદ પુરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી અપોઝીટ સેકસનો ભરપુર સાથ સહકાર મળતો રહેશે. નાણાકીય મુશ્કેલી જરાપણ નહીં આવે. નવા કામની શરૂઆત કરવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 6, 8 છે.
Venus’ ongoing rule till 14th January, helps make all your sincere wishes come true, without any hitch. You will get a lot of support from member of the opposite gender. You will not face any financial constraints. You will be able to start new work ventures. Pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 4, 6, 8
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા ત્રણ દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ત્રણ દિવસમાં બને તો કોઈ પણ જાતનું રીસ્ક લેતા નહીં. બાકી 6ઠ્ઠી ડિસેમ્બરથી 70 દિવસ માટે શરૂ થતી શુક્રની દિનદશા તમને તમારા દરેક દુ:ખમાંથી બહાર કાઢશે. માથાનો બોજો ઓછો થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
You have 3 days under Rahu’s rule. Do not take any kind of risk during these days. Venus’ rule, starting 6th December, for the next 70 days, will remove all the pains you are going through. Mental pressures will reduce. Pray to Behram Yazad, along with the Mah Bokhtar Nyaish, daily.
Lucky Dates: 6, 7, 8, 9
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા તમને જરાબી શાંતિથી બેસવા નહીં દે. એક જગ્યાએથી નીકળશો ત્યાં સામે બીજી ત્રણ જગ્યાએ ફસાઈ જશો. ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડશે. બીજાનું ભલુ કરવા જતા તમારે પરેશાન થવું પડશે. રાહુની પીડા ઓછી કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 6, 8 છે.
Rahu’s rule, till 5th January, does not allow you to be in peace. By the time you are able to extricate yourself from one situation, you will be caught in three other situations! Couples will squabble over small matters. Trying to help others will cause your trouble. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 3, 4, 6, 8
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025