તાજેતરમાં, લોનાવાલા ખંડાલા પારસી જરથોસ્તી અંજુમને રોગચાળાને કારણે, ત્રણ વર્ષના અંતરાલ પછી, એડનવાલા અગિયારી કમ્પાઉન્ડમાં તેનાં વાર્ષિક મેળાવડાનું આયોજન કર્યું હતું. એડનવાલા અગિયારી કમ્પાઉન્ડને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું – ડાન્સ ફ્લોર અને લાઇવ બેન્ડ સાથે 200 મહેમાનોને સમાવવા માટે રંગીન રોશની કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત તમામ મહેમાનો માટે આકર્ષક રોકડ ઈનામો સાથે હાઉસીની મફત રમતથી થઈ હતી.
ટ્રસ્ટી પરસી માસ્ટરે સ્વાગત પ્રવચન આપ્યું, મહેમાનોના કાર્યક્રમ માટે સતત સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે દાતાઓ અને ટ્રસ્ટીઓનો તેમની નિરંતર સહાય બદલ આભાર માન્યો હતો. તેમણે જઅખટઅઉ, ગફબ લાયન્સ હોમ ફોર એજિંગ બ્લાઇન્ડ અને પ્રાણીઓ માટે અને બંગલાના કેર-ટેકર્સના બાળકોના શિક્ષણ માટે કેવી રીતે નાણાકીય સહાય ધિરાણ કરી રહ્યા છે તે વિશે જણાવ્યું હતું. સાંજે મનોરંજન સંગીત અને રાત્રિભોજન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024