વિશ્ર્વની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેની રસીઓ વિશ્ર્વભરમાં 170 દેશોમાં વપરાય છે, 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ હૈદરાબાદ ખાતે ડો. સાયરસ પુનાવાલા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ઇન્ફેકિયસ ડિસીઝ એન્ડ પેન્ડેમિક પ્રિપેરડનેસની સ્થાપનાની જાહેરાત કરી હતી. એસઆઈઆઈના સીઈઓ આદર પુનાવાલાની વર્ચ્યુઅલ મીટીંગ કે.ટી. રામારાવ સાથે થઈ હતી તે જાહેરાત પોસ્ટમાં આવી હતી.
આ કેન્દ્ર હૈદરાબાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (આઈઆઈપીએચ-એચ) ખાતે સ્થિત હશે, જે દેશભરમાં પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન દ્વારા સ્થપાયેલી પાંચ સંસ્થાઓમાંની એક છે. તેનો ઉદ્દેશ્ય બહેતર આયોજન અને કામગીરી માટે આરોગ્ય પ્રણાલીઓને મજબૂત કરવાનો છે અને જાહેર આરોગ્યના ઉદ્દેશ્યો સાથે બહુ-ક્ષેત્રીય નીતિઓ અને કાર્યક્રમોને પણ સંરેખિત કરવાનો છે. આ કેન્દ્ર જાહેર આરોગ્ય શિક્ષણ અને આઉટરીચ, ચેપી રોગોની દેખરેખ અને ટ્રેકિંગ, સ્થાનિક આરોગ્યસંભાળ પ્રદાતાઓ સાથે પ્રતિભાવ પ્રયાસોનું સંકલન, રોગચાળાથી પ્રભાવિત વ્યક્તિઓ અને પરિવારો માટે માહિતી અને સહાયની જોગવાઈ સહિત વિવિધ સેવાઓ પ્રદાન કરશે. તેલંગણા તેના રહેવાસીઓને જીવનની ઉચ્ચ ગુણવત્તા અને ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરવા માટે સમર્પિત છે, એવું ડો. પુનાવાલાએ જણાવ્યું હતું.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025