મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારેબાજુથી હૈરાન પરેશાન થશો. ઘરમાં તમારા અંગત સગાઓ તમને સાથ નહીં આપે. વડીલવર્ગની તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. માથા પર ખુબ ભાર લાગશે. માથાના દુખાવાથી પરેશાન થશો. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ કરવો પડશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 1, 3, 5 છે.
Saturn’s ongoing rule will tend to get to you from all corners. Family members who are close to you, will not be supportive. The health of the elderly could take a downward turn. You could feel much mental pressure. You could suffer from headaches. Your expenses could increase ten-fold. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 30, 1, 3, 5
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે. ધનની બચત કરવામાં સફળ થઈ જશો. મુશ્કેલીભર્યા કામને બુધ્ધિ વાપરી સહેલા બનાવી દેશો. બીજાને મદદ કરવામાં આગળ રહેશો. જ્યાં પણ જશો ત્યાં માન ઈજ્જત ખુબ મળશે. સહેલાઈથી ધન કમાઈ લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 4, 5 છે.
Mercury’s rule till 21st October makes it possible for you to save some money. You will be able to execute challenging tasks smoothly, with the use of your intelligence. You will lead from the front in helping others. You will receive much appreciation and respect everywhere you go. You will be able to earn money easily. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 1, 2, 4, 5
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. તમે જે પણ ડીસીઝન લેશો તેમાં સફળતા મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તમારા કામની સાથે બીજાના મદદગાર બની શકશો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાથી મનને આનંદ થશે.
શુકનવંતી તા. 30, 1, 3, 5 છે.
Mercury’s rule till 20th November brings you success in all the decisions your make, without any hiccups. You will be able to help others alongside doing your own work. Old investments will yield profits. You will get mental peace by praying the Meher Nyaish daily.
Lucky Dates: 30, 1, 3, 5
CANCER | કર્ક: ડ.હ.
25મી ઓકટોબર સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. તમારી નાની ભુલ તમને મોટી મુસબીતમાં મુકશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. બીજાની વાતચીત સાંભળી તમે ચિંતામાં આવી જશો. નાણાકીય બાબતમાં ખેચતાણ વધી જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 1, 5, 6 છે.
Mars’ rule till 25th October could have your smallest mistakes landing you in big trouble. Those driving/riding vehicles are advised to practice great caution. You could get anxious listening to the talks of others. Financially, things can get strained. Pray the Tir Yasht daily.
Lucky Dates: 30, 1, 5, 6
LEO | સિંહ: મ.ટ.
હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી જો તમને બહારગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. તમારા કામકાજને વધારવા માટે જરાપણ આળસ કરતા નહીં. ફેમીલી મેમ્બર તમારી વાતચીતને ખુબ માન આપશે. ચાલુ કામમાં નાણાકીય ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 4, 5, 6 છે.
The Moon’s ongoing rule suggests that you do not miss any opportunity of going abroad. Do not be lazy in the least when it comes to working towards increasing your business. Family members will give great importance to your talks. Profits from ongoing projects is indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 30, 4, 5, 6
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. અગત્યના ડીસીઝન હાલમાં લેતા નહીં. સરકારી કામોમાં સફલતા નહીં મળે તેથી આવતા અઠવાડિયે કરજો. વડીલવર્ગની સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. તમને પ્રેશરની તકલીફ હોય તો હાલમાં દવા લેવાનું ભુલતા નહીં. સુર્યના તાપને ઓછો કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
This is the last week under the Sun’s rule for you. Do not make any important decisions during this period. You are advised to do any government-related work only next week as it will not go through this week. You will argue with the elderly over petty issues. Those suffering from BP are advised to take their medication on time. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 2, 3, 4, 5
LIBRA | તુલા: ર.ત.
17મી ઓકટોબર સુધી શુક્રની દિનદશા તમને સુખ શાંતિ આપવામાં જરાપણ કસર નહીં રાખે. નારાજ થયેલા મિત્ર, અપોજીટ સેકસને મનાવી લેજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ખર્ચ વધવા છતાં તમને પરેશાની નહીં થાય. મનગમતી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 1, 4, 5 છે.
Venus’ rule, till 17th October, ensures to provide you utmost happiness and peace. You are advised to resolve any differences with upset friends or with the opposite gender. Financial growth is indicated. Despite an increase in expenses, you will not be impacted. You will be able to purchase items on your wish list. Pray to Behram Yazad daily.
Lucky Dates: 30, 1, 4, 5
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં તમને પણ ચમકતા ગ્રહ શુકની દિનદશા ચાલુ હોવાથી તમારી ખુશીના દિવસો ચાલી રહેલા છે. નાણાકીય બાબતમાં ચિંતા નહીં આવે. મિત્ર મંડળ તરફથી જોઈતી મદદ મેળવવામાં જરાય મુશ્કેલી નહીં આવે. ગામ પરગામ જવાનું થાય તો ધનની કમી નહીં આવે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 30, 2, 3, 6 છે.
Venus’ ongoing rule brings you days of fun and happiness. There will be no financial worries. You will be able to get all the help you want from your friend circle. There will be no lack of funds to take up opportunities to travel abroad. To gain added graces of Venus, pray to Behram Yazad daily.
Lucky Dates: 30, 2, 3, 6
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લુ અઠવાડિયું ખુબ સંભાળીને પસાર કરજો. ઉતરતી રાહુની દિનદશા તમને તકલીફ આપી જશે. ખોટા વિચારોથી પરેશાન થશો. ધ્યાન નહીં આપો તો દુર્ઘટના થવાના ચાન્સ છે. તમારી બેદરકારી તમને વધુ પરેશાન કરશે. પૈસાની લેતી દેતી કરવાની ભુલ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 1, 2, 4, 5 છે.
You are advised to go through this week with great caution. Rahu’s descending rule could leave you with a problem. Your mind will be consumed with negative thoughts. The slightest inattentiveness could lead to accidents. Your carelessness will cause you much trouble. Do not indulge in any kind of monetary transactions. For mental peace, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 1, 2, 4, 5
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા તમને નાના કામમાં પણ સફળતા નહીં અપાવે. નોકરી કરતા હશો તો ઉપરીવર્ગ તમને પરેશાન કરવા માટે કોઈ કસર નહીં મુકે. ઘણી મહેનતથી બચાવેલ ધન અચાનક ખર્ચ થઈ જશે. બચત નહીં કરી શકો. શેર સટ્ટા જેવા કામથી દૂર રહેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 3, 5, 6 છે.
Rahu’s rule till 6th November doesn’t make it possible for even your small tasks to go through. The employed could face harassment from seniors at work. You could end up losing the money you had saved with much effort over time. You will not be able to save money. Stay away from the share markets. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 30, 3, 5, 6
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે બીજાના કામો કરવા માટે હમેશા તૈયાર રહેશો. ધન મેળવવા માટે જરાય મુશ્કેલી નહીં આવે. બીજાને તન મન અને ધન ત્રણેથી મદદ કરી શકશો. ખોટા ખર્ચ પર કાબુ મેળવી શકશો. ધર્મના કામો કરવાથી મનને ખુબ શાંતિ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
The onset of Jupiter’s rule will have you ever-ready to help others in their chores. Earning money will not be difficult. You will be able to help others in every way – in thought, deed and also financially. You will get a hold of your expenses. Doing religious works will bring you much peace. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 1, 2, 3, 4
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમારા રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધીરે ધીરે તમારા કામમાં સફલતા મેળવશો. ગુરૂ તમારો કોન્ફીડન્સ પાવર વધારી દેશે. નાણાકીય મુશ્કેલી દૂર કરવા સીધો રસ્તો મળી જશે. ફેમીલી મેમ્બર તમારા કામમાં કોઈ રૂકાવટ નહીં આવવા દે. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 2, 5, 6 છે.
Jupiter’s rule brings you gradual success. It will boost your confidence power. You will find an easy way out of your financial difficulties. Family members will ensure there is no disturbance in your ongoing work. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 30, 2, 5, 6