તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે પેશાબ માટે ઉઠવું પડશે. ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગના ડોક્ટરએ આપેલ જવાબ પ્રમારે ગુરૂત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે.
* સવારે ઉઠ્યા પછી 2 ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.
* જમવાના અડધા કલાક પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.
* સ્નાન કરતા પહેલા 1 ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.
* રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
* રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ (સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થઈ શકો છો.
હાર્ટએટેકના કારણો
1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના 6 થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.
2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર 24 કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.
5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024