Your Moonsign Janam Rashi This Week –
25 November – 01 December 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલીભર્યા કામ સારી રીતે પુરા કરી શકશો. તમારી સાથે કામ કરનારના મદદગાર થઈને રહેશો. નાણાંકીય ચિંતા નહીં આવે. 25મી ડિસેમ્બર સુધીમાં અચાનક ધનલાભ મળતા રહેશે. વડીલવર્ગની સેવા કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 29, 30, 01 છે.

Jupiter’s ongoing rule helps you to complete even your difficult assignments effectively. You will be helpful to your colleagues. There will be no financial concerns. You will continue to receive financial benefits till 25th December. You will be able to serve the elderly. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 25, 29, 30, 01


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજનો દિવસ સંભાળીને પસાર કરી લેજો. કોઈ સાથે બોલાચાલીમાં ઉતરી પડતા નહીં. બાકી કાલથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં તમારા અટકેલા કામોને ફરી ચાલુ કરાવી આપશે. કામકાજમાં તમારૂં માન સન્માન ખુબ વધી જશે. નવા કામો કરવાની તક મળશે. આજે મોટી ‘હપ્તન યશ્ત’ અને કાલથી ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

You need to be careful today. Avoid getting into arguments with anyone. Jupiter’s rule, starting tomorrow, for the next 58 days, helps to restart all your stalled projects. You will receive much appreciation and respect at work. You will get opportunities for new projects. Pray the Moti Haptan Yasht today, and starting tomorrow, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 26, 27, 28, 29


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તબિયતની ખાસ સંભાળ લેજો. શનિ તમને શાંતિથી બેસવા નહીં દે. રોજબરોજના કામો સારી રીતે નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. મિત્રોનો સાથ નહીં મળવાથી નારાજ થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 30, 1 છે.

Saturn’s rule till 26th December suggests that you take extra special care of your health. Saturn will not leave you in peace. You will not be able to do your daily chores well. You could feel lethargic. The lack of support from friends will get you upset. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 25, 27, 30, 1


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

19મી ડિસેમ્બર સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે. તમારી બુધ્ધિ વાપરી ધન કમાઈ લેશો. જે પણ કમાશો તેમાંથી બચત કરીને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી લેજો. અપોઝીટ સેકસ પર સારી ઈમપ્રેશન જમાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 28, 29, 1 છે.

Mercury’s rule till 19th December helps you use your intelligence and earn good money. You are advised to invest a part of your earnings. You will be able to cast a good impression of the opposite gender. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 28, 29, 1


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દિનદશા શરૂ થયેલી છે. તમારા કામકાજમાં સારા સારી થતી જશે. થોડી કરકસર કરવાનું શીખી જશો. હીસાબી કામ કરવાથી વધુ ફાયદામાં રહેશો. ઈનવેસ્ટમેન્ટ કરવા માટે કોઈની સલાહ લેતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.

Mercury’s ongoing rule will bring you much professional progress. You will learn to put in more effort. Work related to accounts will bring you much profits. Do not take anyone’s advice for making investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 27, 29, 30


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. બની શકે તો ફેમીલી મેમ્બર સાથે દિવસ પસાર કરજો. કાલથી શરૂ થતી મંગળની દિનદશા આવતા 28 દિવસમાં તમારા મગજનું બેલેન્સ બગાડી દેશે. નાની બાબતમાં ગરમ થઈ જશો. આજથી ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.

Today is the last day for you to spend in peace. Try to be with your family members. Mars’ rule, starting tomorrow, for the next 28 days, will play havoc with your mind. You will get angry over petty matters. Starting today, pray the Tir Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 1


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. ગામ પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. મનને શાંત રાખી જે પણ ડીસીઝન લેશો તેમાં સફળતા મળશે. ફેમીલીને ખુશ રાખવામાં સફળ થશો. જૂના કામ ચાલુ રાખજો નવા કામ લેતા નહીં. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.

The Moon’s rule will bring to fruition your sincere wishes. Do not miss the opportunity of traveling abroad. Any decisions you take with a calm mind, will prove successful. You will be able to keep your family happy. You are advised to continue your old work/job and not take on any new ones. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 26, 27, 29, 30


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી ડિસેમ્બર સુધી સુર્ય તમારા માથાને ગરમ રાખશે. તાવ, માથાના દુખાવાથી પરેશાન થશો. દવા લેવામાં કસર કરતા નહીં. વડીલવર્ગની અચાનક તબિયત બગડી જશે. સહી-સિક્કા કે કોર્ટના કામ હાલમાં કરતા નહીં. મનગમતી વ્યક્તિ નારાજ થઈ જશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 1 છે.

The Sun keep the temperature high, till 6th December. You could suffer from fever or headaches – ensure that you take your medications on time. The health of the elderly could suddenly go down. Do not get involved in any work related to legality or signing matters. A favourite person will get upset with you. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 28, 1


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. શુક્રની કૃપાથી જે પણ કામ કરશો તેમાં માન ઈજ્જત ખુબ મળશે. અપોજીટ સેકસ સાથે ખુબ સારા સારી થતી જશે. ધણી ધણીયાણી એકબીજાના મનની વાત સમજી જશે. ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Venus’ ongoing rule increases your inclinations towards fun and entertainment. You will receive much appreciation and respect in all your professional endeavours. Relations with members of the opposite gender will be good. Couples will develop an understanding for each other’s thoughts. Financial prosperity is indicated. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 29, 30


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે. થોડુ કામ કરીને બીજાના દિલ જીતી લેશો. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. ફેમીલી કે મિત્રો સાથે ગામ પરગામ જવાના પ્લાન બનાવી શકશો. નવા કામ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 28, 1 છે.

Venus’ rule till 14th January brings you immense happiness and joy. You will win over the hearts of others with just a little effort. Physically your health will improve. You will be able to make plans to travel abroad with friends or family. You will be able to get new projects. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 28, 1


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુ તમને ખુબ પરેશાન કરશે. તમારી નાની બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકશે. કોઈ સાથે પૈસાની લેતી દેતી કરતા નહી. તમારા પૈસા અને જણસ સંભાળીને રાખજો. ચોરી કે એકસીડન્ટના ચાન્સ છે. રાહુના જોરને ઓછું કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 29, 30 છે.

Rahu troubles you greatly till 6th December. A small carelessness on your part could land you in big trouble. Do not indulge in any financial transactions with anyone. You are advised to be cautious of your money or jewelry as there are chances of theft or an accident. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 27, 29, 30


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

હવે તો તમે પણ શુક્રની દિનદશામાં આવી ગયા છો. અટકેલા કામને ફરી ચાલુ કરવામાં સફળ થશો. પ્રેમી પ્રેમીકાના મતભેદ ઓછા થશે. શુક્રને કારણે ધન મેળવવા માટે ભાગદોડ નહીં કરવી પડે. ફેમીલી મેમ્બરની ચિંતા ઓછી થશે. જૂના મિત્રો તથા પ્રેમના સંબંધમાં સારા સારી થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 28, 1 છે.

The onset of Venus’ rule will help you restart all your stalled works. Squabbles between sweethearts will reduce. You will not have to put in too much effort to earn money. Worries about family members will reduce. Relations with friends and partners will bloom. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 28, 1

Leave a Reply

*