Your Moonsign Janam Rashi This Week –
06 January – 12 January 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા કરેલા કામમાં સંતોષ નહીં મળે. તમારા ભોળા સ્વભાવનો બીજાઓ ફાયદો ઉપાડી લેશે. રાહુને કારણે તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડી જશે. નાણાકીય બાબતની અંદર ખૂબ જ ખેંચતાણ રહેશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.

The onset of Rahu’s rule does not allow you to experience a sense of job satisfaction. People will take advantage of your innocence. Rahu will rob you of your sleep and your appetite. You could face financial difficulty. Expenses will increase. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 7, 10, 11, 12


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ગુરૂ જેવા પરોપકારી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો પૂરા કરવામાં કોઈ જાતની મુશ્કેલી નહીં આવે. ઘરનું વાતાવરણ ખૂબ જ સારૂં રહેશે. ઘરની અંગત વ્યક્તિ તમારી વાતને ખૂબ જ જલ્દીથી સમજી જશે. ધનને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 9,10 છે.

Jupiter’s ongoing rule will ensure that you face no obstacles in completing your tasks. The atmosphere at home will be delightful. Family members close to you will understand your point of view easily. You will be able to invest your money profitably. To gain Jupiter’s blessings, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 6, 8, 9,10


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આ અઠવાડિયામાં કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. ઘરમાં કોઈ નવી વ્યક્તિ આવે તેવા હાલના દિવસો છે. જુના રોકાયેલા નાણા પાછા મેળવવા માટે થોડી ઘણી ભાગદોડ કરશો તો રોકાયેલું ધન પાછું મેળવી શકશો. બીજાના કામોમાં મદદ કરીને તેની ભલી દુઆ મેળવી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.

You could expect good news this week. Someone new will enter your home. With a little added effort, you will be able to get back your stalled funds. You will gain the best wishes of people by helping them. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 7, 8, 11, 12


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે લીધેલા ડિસિઝનમાં ક્ધફ્યુઝ થઈ જશો. રોજના કામો સારી રીતે પૂરા નહીં કરી શકો. ખોટા ખર્ચ થવાથી નાણાકીય બાબતની અંદર ખેચતાણ આવી જશે. માથાના દુખાવો, જોઈન્ટ પેઈન, બેક પેઈનથી પરેશાન થશો. ઘરમાં અશાંતિ રહેશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 9, 10 છે.

Saturn’s rule will make you doubt your decisions and cause confusions. You will not be able to do your daily chores effectively. Unnecessary expenses could cause you financial strain. You could suffer from headaches, joint pains and back-ache. The house will not be peaceful. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 6, 8, 9, 10


LEO | સિંહ: મ.ટ.

05Leo

હાલમાં બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી આજથી 12દિવસથી અંદર લેતી દેતી તથા હિસાબી કામો પહેલા પૂરા કરી લેજો. રોજના કામો પૂરા કરવા માટે મિત્રની મદદ લઈ લેજો. અગત્યની વ્યક્તિ મળવાના ચાન્સ છે. બને તો થોડી ઘણી રકમ સારી જગ્યાએ ઇન્વેસ્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાથી અગત્યના ડીસીઝન જલદી લેશો.
શુકનવંતી તા. 7, 9, 11, 12 છે.

Mercury’s ongoing rule suggests that within the next 12 days starting today, ensure to wrap up any transactions related to lending or borrowing. Be open to asking a friend for help in your daily chores. You could meet an important person. Try to invest some part of your income. To help make quick and right decisions, pray the Meher Nyaish daily.

Lucky Dates: 7, 9, 11, 12


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા દરેક કામ બુદ્ધિ વાપરીને કરી શકશો. ધારેલી સફળતા મેળવવા માટે થોડી ઘણી વધુ મહેનત કરજો. મિત્રોના મનમાંથી શંકા દૂર કરવામાં સફળ થશો.કામકાજને વધારવા માટે ગામ પરગામ જવાના ચાન્સ છે. ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.

Mercury’s rule helps you do all your work with intelligence. You are advised to put in some effort to be able to achieve the expected amount of success. You will be able to rid your friends of any suspicions. You could get an opportunity to travel abroad for business expansion. Ensure to make investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 6, 8, 10, 11


LIBRA | તુલા: ર.ત.

07Libra

22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. તમારી અંગત વ્યક્તિ તથા આજુબાજુ વાળા સાથે મતભેદ પડી જશે. તમે શાંતિથી બેઠેલા હશો તો બી તમારા શત્રુઓ તમને ઈરીટેટ કરી જતા રહેશે. તબિયતની ખૂબ કાળજી લેજો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 9, 12 છે.

Mars’ rule till 22nd January could have you getting into squabbles with people close to you or your neigbours. Your enemies will irritate you even if you are sitting peacefully, minding your own business. Take special care of your health. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 7, 8, 9, 12


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે કરેલા કામોની અંદર તમને સંતોષ મળશે. નવા કામ કરવાનો મોકો મળશે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. ધણી ધણીયાણીને મનની વાત કહેવાથી મનનો ભાર ઓછો થઈ જશે. મનને વધુ શાંત કરવા માટે દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 11 છે.

The Moon’s ongoing rule brings you immense satisfaction. You will get opportunities for new work projects. You could meet someone you desire. By sharing thoughts with each other openly, couples will feel a pressure lifted off. To keep the mind peaceful, pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.

Lucky Dates: 6, 7, 8, 11


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23 ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા રોજના કામમાં વધુ ફાયદો મેળવવા માટે ગામ પરગામ જવું પડશે. એકસ્ટ્રા કામ કરીને બીજાનું દિલ જીતી લેશો. મિત્ર મંડળમાં તમારી ઈજ્જત વધી જશે તેવા હાલના દિવસો છે. નાણાંકીય બાબતમાં ધીરે ધીરેે સારા સારી થતી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 11 છે.

The Moon’s rule till 23rd February predicts that to gain benefits from your ongoing work, you might need to travel abroad. You will win over the admiration of others by doing extra work. Friends will grow an increasing sense of respect for you. Gradual financial progress is indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 6, 7, 8, 11


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા દસ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શુક્રની દિનદશાને લીધે અપોઝિટ સેક્સનો પૂરેપૂરો સાથ મળી જશે. 14મી જાન્યુઆરી સુધી અપોઝિટ સેક્સની ડિમાન્ડ પૂરી કરી શકશો. શુક્રની કૃપાથી ઘરમાં ઉપયોગ થાય તેવી ચીજ વસ્તુ લઈ શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.

You have 10 days remaining under Venus’ rule. Its descending rule will gift you with immense support from the opposite gender. You will be able to cater to the wants of the opposite gender till 14th January. You will be able to make practical purchases for the home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 9, 10, 12


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારો ખર્ચ હરવા ફરવા પાછળ વધુ થઈ જશે. તમને જેમાં આનંદ મળે તેવા કામ કરવામાં સફળ થશો. પીઠ પાછળ બોલનારની બોલતી બંધ કરી દેશો. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 9, 11 છે.

Venus’ ongoing rule will increase your expenses towards fun, travel and entertainment. You will be successful in those works which bring you joy. You will be able to shut the mouths of those speaking behind your back. Good news from abroad is predicted. Pray to Behram Yazad daily.

Lucky Dates: 6, 7, 9, 11


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજથી તમને શુક્રની દિનદશા આવતા 70 દિવસમાં તમારા કામની અંદર સફળ બનાવી દેશે. અટકેલા કામોને ફરી ચાલુ કરી શકશો. તમારા લેણાના નીકળતા પૈસા પાછા મેળવવા માટે આજથી ભાગદોડ શરૂ કરી દેજો. શુક્ર તમારા નેગેટિવ સ્વભાવને પોઝિટિવ બનાવી દેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.

Venus’ rule starting today, for the next 70 days, will ensure great professional success for you. You will be able to restart your stalled works. To retrieve funds that you have loaned to others, start working with extra efforts starting today. Venus converts your negative thoughts into positive ones. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 9, 10, 12

 

 

Leave a Reply

*