મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો બાજુમાં મૂકીને નકામા કામ ઉપર નજર નાખતા નહીં. રાહુ તમારી બુદ્ધિને ફેરવી નાખશે. ઉલટા સુલટા કામો કરવા કરતા ધર્મનું કામ કરશો તો થોડી શાંતિ મળશે. ખર્ચનો ખાડો ઊંડો થવાથી માનસિક ચિંતામાં ડૂબી જશો. ખોટા વિચારો ખૂબ જ આવશે. શાંતિ જોઈતી હોય તો દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 23, 25, 26 છે.
In keeping with Rahu’s ongoing rule, you are advised to not postpone your important tasks and focus on unnecessary tasks instead. Rahu will impact your intelligence. You will find peace in doing religious works instead of dabbling in useless tasks. An increase in expenditure could get you worried. Wrong thoughts could worry you. For peace, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 21, 23, 25, 26
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજ અને કાલનો દિવસ ગુરૂ જેવા ગ્રહની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં થોડું ધર્મનું કે ચેરીટીનું કામ કરી લેજો. 22મીથી આવતા 42 દિવસ માટે રાહુની દિનદશા શરૂ થતાં તમે તમારા કામકાજમાં અટવાઈ જશો. અચાનક તબિયત ખરાબ થઈ જશે. મનગમતી વ્યક્તિ તમારાથી દૂર ભાગશે. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.
Jupiter rules you today and tomorrow – you are advised to do some works of charity of religion. Rahu’s rule, starting on the 22nd, for the next 42 days, will have you completely lost in your work. Sudden fall in health is indicated. A close person will tend to avoid you. Start praying the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 20, 21, 25, 26
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ફેમિલીમાં નવા લોકોનો ઉમેરો થશે. ગુરુની કૃપાથી બગડેલી બાજીને સુધારી લેશો. નાણાકીય બાબતમાં કોઈ પાસે ઉધાર માંગવાનો સમય નહીં આવે. ફેમિલી મેમ્બરના સંબંધોમાં સારા સારી થતી જશે. કામમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Your family will receive new members. With Jupiter’s grace, you will be able to resolve any spoilt issues. Financially you will not need to borrow money from others. Relations with family members will grow better. You will have to work very hard for professional success. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 24
CANCER | કર્ક: ડ.હ.
પહેલા ત્રણ દિવસ સંભાળી લેજો. ઉતરતી શનિની દિનદશા 23મી સુધીમાં તમને માંદગીના બીછાનામાં નાખી દેશે. ખાવા પીવા ઉપર ધ્યાન આપજો. 23મીથી ગુરુની દિનદશા તમારા અધુરા સપનાને પૂરા કરાવી આપશે. કરેલા કામની અંદર જશ અને ધન બંને મળશે. મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 24, 25, 26 છે.
You need to spend these 3 days cautiously as the descending rule of Saturn could impact your health. Pay attention to your diet. Jupiter’s rule, starting from 23rd January, will help fulfil our incomplete dreams. Your work will receive appreciation and earn profits. Pray to Behram Yazad along with the Moti Haptan Yasht daily.
Lucky Dates: 20, 24, 25, 26
LEO | સિંહ: મ.ટ.
શનિની દિનદશા 23મી ફેબ્રુઆરી સુધીમાં તમારા માથાના બોજાને વધારી દેશે. ધણી ધણીયાણીમાં નાની બાબતની અંદર મતભેદ થતા રહેશે. જે બી કામ કરશો તેમાં ખૂબ કંટાળો આવશે. ઘરમાં કોઈબી જાતના ઈલેક્ટ્રીક વાહન કે લોખંડની ચીજ વસ્તુ લેવાની ભૂલ કરતા નહીં. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું શરૂ કરજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
Saturn’s rule till 23rd February, will increase your mental pressures. Couples will squabble over petty matters. You will feel lethargic in doing any kind of work. Do not purchase any electronic or iron-made items at home. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 23
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
17મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. તમારી બુદ્ધિ વાપરીને મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી દેશો. નહીં ધારેલી વ્યક્તિ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. જો કોઈની સાથે તમારા સંબંધ બગડી ગયેલા હોય તો હાલમાં થોડી મહેનત કરી સંબંધને સુધારી લેવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.
Mercury’s rule till 17th February helps you do even challenging tasks easily by using your intelligence. You will receive profitable information from an unexpected source. With a little effort, you will be able to resolve any differences that may have arisen between you and others. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 21, 24, 25, 26
LIBRA | તુલા: ર.ત.
22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. મંગળની ઉતરતી દિનદશાને લીધે નાનું એક્સિડન્ટ થવાના ચાન્સ છે. 22મીથી શરૂ થતી બુધની દિનદશા તમારા મગજનો બોજો ઓછો કરી નાખશે. તમારા તમામ દુ:ખને દૂર કરવાનો સીધો રસ્તો મળી જશે. નવા કામ કરી શકશો. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Mars’ rule till 22nd January could cause an accident due to its descending phase. The oncoming rule off Mercury will provide much mental relief. You will find a straight way to do away with all your hassles. You will be able to take up new work. Pray the Meher Nyaish with the Tir Yasht daily.
Lucky Dates: 23, 24, 25, 26
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા ચાર દિવસ ચંદ્રની શીતળ છાયામાં પસાર કરવાના બાકી છે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. બાકી 24મીથી મંગળની દિનદશા તમારા મગજને અશાંત કરી મૂકશે. 24મી પહેલા ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી આપજો. કોઈબી વ્યક્તિનું દિલ તૂટી જાય તેવી વાત કરતા નહીં. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
You have 4 days remaining under the rule of the Moon, so ensure to speak out what’s on your mind to the one you wish to. Mars’ rule, starting from 24th January, will rob your mind of its peace. Ensure to cater to the wants of family members before the 24th. Do not say things that could break anyone’s heart. Pray the Tir Yasht along with the 34th Name, ‘Ya Beshtarna’, daily.
Lucky Dates: 20, 21, 22, 23
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી લીધેલા ડિસિઝન લીધા પછી ચેન્જ કરતા નહીં. નાની મુસાફરીનો ચાન્સ મળશે. કોઈ અંગત વ્યક્તિ સાથે થયેલા મતભેદ દૂર કરવામાં સફળ થશો. આવકમાં સુધારો થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.
The ongoing Moon’s rule suggests that you do not change any decisions you have made. You will get opportunity for short travels. You will be able to resolve any issues with someone close. Income will increase. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 20, 21, 24, 25
CAPRICORN | મકર: ખ.જ.
સૂર્યની દિનદશા ચાલુ હોવાથી માથાના દુખાવાથી પરેશાન થશો. જો તમે હાઈ પ્રેશરની માંદગીમાંથી પસાર થતા હો તો દવા લેવામાં આળસ કરતા નહીં. 5મી ફેબ્રુઆરી સુધી કોઈબી જાતની લેતી દેતી કરવાની ભૂલ કરતા નહીં. બપોરના સમયે ખૂબ કંટાળો આવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.
The ongoing Sun’s rule till 5th February could cause you headaches. Those suffering from high BP should not miss out their medication for any reason. You are advised to avoid making any financial transactions related to lending or borrowing money. The afternoons could make you lethargic. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 21, 22, 23, 26
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાનું થશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. જેને પ્રેમ કરતા હોવ તેને મનની વાત કહી દેજો. તમારા માથાનો ભાર ઓછો કરવા માટે અપોઝિટ સેક્સની સલાહ લેવાથી ફાયદો થશે. દરરોજ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 24, 25, 26 છે.
Venus’ ongoing rule will bring you opportunities to go abroad. You could make new friends. Speak out your mind to your sweetheart. Taking advice from members of the opposite gender will help reduce your mental tensions. Pray to Behram Yazad daily.
Lucky Dates: 20, 24, 25, 26
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
જેટલું કામ કરશો એનાથી થોડું વધુ મેળવવામાં સફળ થશો. કોઇબી કામ કરવાની ના નહીં પાડતા. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. જે પણ કામ કરશો તેમાં જશ અને ધન બંને મળશે. ધારેલા કામો સમય ઉપર પુરા કરવામાં સફળ થશો. ખર્ચ ઉપર કાબુ રાખવાની કોશિશ કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
You will earn more than the efforts you put in. Do not refuse taking on any work. Quarrels between couples will reduce. You will earn income and appreciation in all endeavours you undertake. You will be able to complete your work in time. Try to control your expenditures. Pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 22, 23, 24
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024