ઉદવાડાના પાક ઈરાનશાહ આતશ બહેરામને બીજા ઉચ્ચ ધર્મગુરૂ મળ્યા

ઉદવાડા નાઈન ફેમિલી શેહેનશાહી અથોરનાન અંજુમન અને ઉદવાડા સમસ્ત અંજુમને બીજા ઉચ્ચ ધર્મગુરૂ – એરવદની ગોઠવણની જાહેરાત કરી છે. તેહમટન બી. મીરઝાં – પરમ પવિત્ર શ્રીજી પાક ઉદવાડા ઈરાનશાહ આતશ બહેરામની સેવા તથા મરહુમ દસ્તુરજી પેશોતન એચ. મીરઝાંની પ્રતિષ્ઠિત ગાદી સંભાળશે. 11મી ફેબ્રુઆરી, 2024ના દિને રોજ અનેરાન, માહ શેહરેવર: 1393 યઝ, સવારે 10:00 વાગ્યે શરૂ થનારા સમારોહમાં એરવદ મીરઝાંને શ્રીજી પાક ઈરાનશાહ આતશબેહરામ હોલ, ઉદવાડા ખાતે દસ્તુરજી સાહેબ/મુખ્ય ધર્મગુરૂ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
ઉદવાડા અંજુમન કમિટીના સભ્યો, ઉદવાડા અથોરનાન અંજુમન અને ઉદવાડા સમસ્ત અંજુમને એ જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો હતો કે, એરવદ તેહમટન બરજોરજી મીરઝાંને મનાવવાના વર્ષોના પ્રયત્નો પછી, તેઓ આખરે ઉદવાડા નવ કુટુંબ અથોરનાન અંજુમન અને ઈરાનશાહ આતશ પાદશાહ સાહેબ માટેની દસ્તુરજીની પદવી લેવા સંમત થયા છે. પારસી ટાઈમ્સ સાથે વાત કરતા, ઈરાનશાહ, ઉદવાડાના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુરે શેર કર્યું, તેહમટન મીરઝાંને ગાદીના અનુગામી તરીકે મરહુમ દસ્તુરજી પેશોતને એરવદનું નામાંકન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કમનસીબે, તે લેખિતમાં આપી શક્યા નહતા પરંતુ તેમના અવસાન પછી દસ્તુરી લેવા માટે એરવદ તહેમટન મીરઝાંનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અન્ય જવાબદારીઓને કારણે તે પદવી હાથ ધરવા માટે અનિચ્છા અનુભવતા હતા. પરંતુ આપણે ખૂબ જ ખુશ છીએ કે તેઓ આખરે તે પદવી સ્વીકારવા તૈયાર થયા.
સમગ્ર અંજુમનની સંયુક્ત, સામૂહિક પસંદગી તરીકે, આપણે તેમને આવતા મહિને ઈરાનશાહ ઉદવાડાના મુખ્ય ધર્મગુરૂ તરીકે સ્થાપિત કરીશું. આપણે એરવદ તેહમટન મીરઝાંને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને શ્રીજી પાક ઈરાનશાહ આતશ બેહરામ ખાતે તેમની લાંબી અને ફળદાયી દસ્તુરી માટે પ્રાર્થના કરીએ છીએ.

Leave a Reply

*