દેશના સુપ્રસિદ્ધ લીગલ આઈકન અને સમુદાયનું ગૌરવ – વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના વકીલ અને જાણીતા ન્યાયશાસ્ત્રી – ફલી સામ નરીમન, 21મી ફેબ્રુઆરી, 2024ના રોજ વહેલી સવારે 95 વર્ષની વયે તેમની ઊંઘમાં અવસાન પામ્યા.
10મી જાન્યુઆરી, 1929ના રોજ રંગૂનમાં બાનુ અને સામ નરીમનના ઘરે જન્મેલા, ફલી નરીમને 1950માં મુંબઈની સરકારી લો કોલેજમાંથી કાયદામાં સ્નાતક થયા. 1950માં બોમ્બે હાઈકોર્ટના વકીલ તરીકે નોંધણી કરાવી અને 1961માં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત થયા, નરીમને સાત દાયકાથી વધુ સમય સુધી કાયદાની પ્રેક્ટિસ કરી 1971માં સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ બન્યા અને મે 1972માં ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત થયા. ફલી નરીમન નાગરિક સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના ઉગ્ર સમર્થક હતા. માત્ર કાનુની સમુદાય જ નહીં, પરંતુ રાષ્ટ્રે બુદ્ધિ અને શાણપણ ધરાવતી એક વિશાળ વ્યક્તિ ગુમાવી છે. દેશ જે પ્રામાણિકતા માટે ઉભો હતો તેનું પ્રતીક ગુમાવ્યું છે. હવે બીજો કોઈ ફલી નરીમન નહીં બની શકે, સોલિસિટર જનરલ, તુષાર મહેતાએ મીડિયા નિવેદનમાં શેર કર્યું.
તેમણે પદ્મ ભૂષણ (1991) અને પદ્મ વિભૂષણ (2007) થી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને રાજ્યસભાના નામાંકિત સભ્ય પણ હતા (1999 – 2005). તેમના પરિવારમાં તેમના પુત્ર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ – જસ્ટિસ રોહીન્ટન ફલી નરીમન, પુત્રવધુ સનાયા અને પુત્રી – અનાહીતા છે. તેમની પત્ની, બેપ્સી નરીમનનું 2020માં અવસાન થયું હતું.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025