હોળી રંગોનો તહેવાર છે હોળી તહેવાર માટે આપણે ઘણં બધું જાણીએ છીએ પરંતુ હોળી જે રંગો માટે જાણીતી છે તે શું આપણે જાણીએ છીએ કે તે રંગો કયાંથી આવ્યા છે? અગર કોઈ તમને પૂછે કે રંગો શું હોય છે તો તમે શું જવાબ આપશો? કદાચ એમ કહેશો કે કલર-આર્ટ ક્રાફટમાં જે કામ આવે તે. પરંતુ વૈજ્ઞાનિ કારણ છે લાઈટ જે એક પ્રકાશનો ભાગ છે.
આપણે રંગોને તેવી રીતે ઓળખીયે છીએ જેમ આપણે સ્વાદ ચાખીએ છીએ. જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે જીભના ટેસ્ટ બડ્સ આપણે તીખા, મીઠાં, ખારાની ઓળખ કરાવે છે તેવી જ રીતે જ્યારે આપણે સામેની કલરફૂલ વસ્તુઓ જોઈએ છીએ ત્યારે આપણી આંખોમાં રહેલી વિઝ્યુઅલ નસ (જોવામાં મદદ કરનારી નસ) રંગોને ઓળખાવી કાઢે છે.
સુરજથી જે રોશની આવે છે તેને આપણે જોઈએ છીએ પણ તેનો કોઈ રંગ નથી દેખાતો. ખરી રીતે જોઈએ તો એ રંગો કિરણોથી બનેલા હોય છે. પરંતુ તમે આ રંગોને ખાસ સમય પર જ જોઈ શકો છો, જેમ કે વરસાદના પાણીના ટીપાનો કોઈ રંગ નથી હોતો પરંતુ સૂર્યના કિરણો એમાંથી પસાર થતા તેમાંથી સાત રંગો દેખાય છે. જાંબલી, બ્લુ, આસમાની, લીલો, પીળો, કેસરી અને લાલ.
રંગને અંગ્રેજીમાં કલર કહેવાય છે. આ અંગ્રેજી શબ્દ લેટિન શબ્દ કોલોસ થી આવ્યો છે. દુનિયામાં સૌથી જાણીતો રંગ બ્લુ છે ઘણા ગ્લોબલ માકેટિંગવાળા પોતાના ફર્મમાં બ્લુ રંગનો વધારે ઉપયોગ કરે છે તેના પછી લાલ અથવા લીલા રંગનો ઉપયોગ કરાય છે જ્યારે પીળો અને નારંગી રંગ લોકો ઓછો વાપરે છે. વૈજ્ઞાનિક કારણ અનુસાર નવજાત બાળક લાલ રંગને પહેલા ઓળખે છે કારણ એની વેવલેન્થ લાંબી હોય છે અને બાળકોની આંખો સુધી તે જલ્દી પહોંચે છે.
આપણી જેમ જ કેટલાક જાનવરો પાસે અલગઅલગ રીતના કલરવિઝન હોય છે. કોઈની પાસે કલર ઓળખવાની શક્તિ વધારે હોય છે જ્યારે કોઈ પાસે ઓછી. પરંતુ કેટલીક જાતની ચકલીઓ અને મધમાખીઓ પાસે સરસ કલરવિઝન હોય છે જે આપણે મનુષ્યો જોઈ શકતા નથી તેવા રંગો પણ તેઓ સહેલાઈથી જોઈ શકે છે.
કુતરાઓ, બિલાડીઓ, ઉંદરો, સસલાઓ પાસે રંગ જોવાની ક્ષમતા એકદમ ઓછી હોય છે. આ જાનવરો સિલેટ, બ્લુ અને પીળો રંગ જોઈ શકે છે. બળદ પણ કલર બ્લાઈન્ડ હોય છે આપણને લાગે છે કે તેને લાલ રંગ દેખાય છે પણ તે લાલ રંગ નહીં કપડાંની મુવમેન્ટ જોઈને દોડે છે. વાંદરાઓ, કેટલાક પ્રકારના ચકલા, માછલીઓ રંગોને ઓળખતી હોય છે. આપણે આકાશમાં જે તારાઓ જોઈએ છે એમની સાઈઝ કેટલી હોય છે જે તેમના રંગો પરથી નકકી કરી શકાય છે. આકારમાં જેટલો મોટો તારો હોય છે તે બ્લુ રંગનો હોય છે અને જે નાના હશે તે લાલ/પીળા રંગના હશે. બેઝ કલરમાં કાળો રંગ મેળવી શેડ્સ બનાવાય છે. જ્યારે ઝાખા રંગો બનાવવા સફેદ રંગનો ઉપયોગ થાય છે.
બ્લુ, લીલો અને જાંબલી રંગને કુલ (ઠંડા) રંગો માનવામાં આવે છે. જ્યારે પીળો, કેસરી અને લાલ રંગને વાર્મ (ગરમ) રંગો કહેવામાં આવે છે, પીળા રંગથી આપણને વોમિટીંગ ફીલ થઈ શકે છે એટલે જ વિમાનમાં આ રંગનો ઉપયોગ થતો નથી. લાલ, પીળો અને બ્લુને પ્રાઈમરી રંગ કહેવામાં આવે છે. દાખલા તરીકે લીલો રંગ પ્રાઈમરી રંગ નથી કહેવાતો કારણ કે તે બ્લુ અને પીળા રંગથી બનાવવામાં આવે છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024