Your Moonsign Janam Rashi This Week –
8 June – 14 June 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને શાંત રાખીને જે પણ કામ કરવા માગતા હશો તે કામ કરવામાં સફળતા મળશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. મિત્રોની મદદથી મુશ્કેલી ભર્યા કામને સારી રીતે કરી શકશો. ધનની કમી નહીં આવે. અચાનક ઇનવિઝિબલ હેલ્પ મળી જશે. હાલમાં 34 મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 14 છે.

The ongoing Moon’s rule helps you keep your mind cool and execute all the tasks you wish to get done. You could get an opportunity for a short trip. You will be able to get difficult tasks done with the help of friends. There will be no shortage of finances. You could receive sudden monetary help. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 8, 9, 10, 14


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. હાલમાં તમારા દુ:ખને દૂર કરવા માટે કોઈનો સાથ મળી જશે. મનગમતી ચીજ વસ્તુ મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. બીજાને મદદ કરીને આનંદમાં આવી જશો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

The Moon’s rule till 26th July brings someone to your aid to help you alleviate your pain. You will find no difficulty in acquiring items you wish to procure. You will feel immense joy by helping others. You could get opportunities to go abroad. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 10, 11, 12, 13


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લા દસ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ધણી-ધણીયાણી બંને મળીને ઘરના કામો સારી રીતે પૂરા કરી શકશો. બને તો થોડું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ખર્ચ પર કાબુ રાખવાની કોશિશ કરજો. જ્યાં કામ કરતા હશો ત્યાંથી એક્સ્ટ્રા ઇન્કમ કમાઈ શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.

You have 10 days remaining under Venus’ rule. Couples will together be able to get house chores done effectively. Try to make some investments. Try to control your expenses. You will be able to earn extra income from your workplace. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 9, 12, 14


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

હાલમાં તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ધારેલા કામો સમય પર પૂરા કરી શકશો. શુક્રની કૃપાથી તમારા મોજ શોખ ખૂબ વધી જશે. મિત્ર મંડળમાં તમારૂં માન વધી જાય તેવા કામ કરી શકશો. તબિયતમાં સારો સુધારો થતો જશે. થોડી બચત કરીને ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાથી મનને આનંદ મળશે.
શુકનવંતી તા. 8, 10, 11, 13 છે.

The onset of Venus’ rule helps you complete your tasks on time. Under Venus, your inclinations towards fun and entertainment will increase greatly. You will be able to do things that will gain much respect from your friends. Health will improve well. Ensure to save some money and invest it. For mental happiness, pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 10, 11, 13


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને ચમકીલા ગ્રહ શુક્રની દિનદશા શરૂ થયેલી છે. ઓગસ્ટ સુધીમાં ધારેલા કામો પૂરા કરવામાં કોઈ પણ મુશ્કેલી નહીં આવે. દરેક કામમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં શુક્રની કૃપા તમારા પર પૂરેપૂરી રહેશે. કામકાજની અંદર જશ સાથે નાણાકીય લાભ મળવાની શરૂઆત થઈ જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 12, 14 છે.

The onset of Venus’ rule till August, helps you get all your planned works done without any difficulty. You will succeed in all your endeavours. Venus’ blessings will be with you financially. You will receive profits as well as appreciation and popularity at work. Pray to Behram Yazad daily.

Lucky Dates: 9, 10, 12, 14


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની દિનદશા ચાલુ હોવાથી પમી જુલાઈ સુધી ખૂબ મુશ્કેલીઓ આવશે. આજુબાજુનું વાતાવરણ સારું નહીં રહે. ખોટી લાલચમાં ફસાઈ જાઓ તેવા હાલના ગ્રહો છે. શેર-સટ્ટાના કામોથી દૂર રહેજો. રાહુ તમારી તબિયત બગાડી નાખશે. માથાના દુખાવાથી ખૂબ પરેશાન થશો. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાથી થોડી શાંતિ મળશે.
શુકનવંતી તા. 8, 11, 12, 13 છે.

The onset of Rahu’s rule till 5th July could pose a lot of challenges for you. Your environment will not be conducive to happiness. You could get trapped if you give in to greed. You are advised not to indulge in any share market dealings. Rahu’s rule could take a toll on your health. You could suffer from headaches. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 8, 11, 12, 13


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જુન સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે ધર્મના કામ કરવામાં સફળ થશો. અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. બગડેલા સંબંધને સુધારી શકશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં જરા બી કસર કરતા નહીં. ધનની કમી નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.

Jupiter’s rule till 23rd June facilitates the completion of your religious undertakings. Ensure to complete any important tasks first. You will be able to resolve any conflicts with others. Do not hesitate to make any purchases for the home. There will be no financial shortage. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 9, 10, 11, 14


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમારી રાશિના મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તબિયતમાં સારો સુધારો થતો રહેશે. બીજાને મદદ કરવામાં આગળ વધી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ફેમિલી મેમ્બર ને ખુશ કેમ રાખશો તેના વધુ વિચાર કરશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

Jupiter’s rule brings in much improvement in your health. You will take the lead in helping others. Financial prosperity is indicated. You will think up ways in which to please your family members. You could receive good news from abroad. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 8, 9, 12, 13


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

25મી જુન સુધી શનિની દિનદશા ચાલશે. તમારા કામ સમય પર પૂરા કરવામાં સફળ નહીં થાઓ. તમે પૈસા બચાવવાની કોશિશ કરશો પણ ખોટો ખર્ચ કરવો પડશે. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. મનની શાંતિ નહીં રહે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી શાંતિ મળશે.
શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.

Saturn’s rule till 25th June doesn’t allow you to complete your tasks on time. Despite your efforts to save money, you will end up spending on unnecessary expenditures. The health of the elderly could suddenly go bad. There will be no mental peace. For calmness, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 10, 11, 12, 14


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

બુધની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય લેતી દેતી પહેલા પૂરી કરી લેજો. બુદ્ધિ બળ વાપરીને ધન કમાવામાં સફળ થશો. રોજબરોજના કામ સહેલાઈથી કરી શકશો. બુધની કૃપાથી મુશ્કેલી ભર્યા કામ પુરા કરવા મિત્રોનો સાથ મળી જશે. અગત્યના ડીસીઝન પહેલા લઈ લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 13 છે.

Mercury’s ruCapricorn: Mercury’s ongoing rule advises that you first complete any incomplete financial transactions. Your intelligence will help you to earn money. You will be able to do your daily chores effectively. With Mercury’s grace, you will be able to complete difficult tasks with the help of friends. Make any important decisions first. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 8, 9, 10, 13


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે. ખર્ચ ઉપર કાબુ રાખી ધનને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરજો. જુના રોકાણમાંથી ફાયદો મળી જશે. તમારા દુશ્મનો તમને પરેશાન નહીં કરી શકે. ધનને બચાવવામાં સફળ થશો. અચાનક ઇનવિઝિબલ હેલ્પ મળી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Mercury’s rule till 20th July suggests that you control your expenditures and invest your money wisely. Old investments will yield profits. Your detractors will not be able to affect you. You will be able to save money. You could receive sudden anonymous help. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 12, 13, 14


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જુન સુધી ખૂબ જ મુશ્કેલી ભર્યા દિવસો રહેશે. જે પણ કામ કરવા માંગતા હશો બગડી જતા વાર નહીં લાગે. ઘરમાં કોઈબી જાતનું
રીપેરીંગ કામ કરવાની ભૂલ કરતા નહીં. મંગળને કારણે ભાઈ બહેન તમારો સાથ નહીં આપે. તબિયત માટે બેદરકાર રહેતા નહીં. તાવ તથા માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 14 છે.

Your days till 23rd June will be quite difficult. Any work you try to do will go downhill. Avoid making any repair jobs at home during this phase. Mar’s rule doesn’t allow your siblings to support you. Do not be careless about your health. You could suffer from fever or headaches. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 8, 9, 10, 14

Leave a Reply

*