Your Moonsign Janam Rashi This Week –
8 February 2024 – 14 February 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અટકેલા કામો ફરી ચાલુ કરવા માંગતા હો તો કોઈની સલાહ લઈને કામ કરશો તો સફળતા જરૂર મળશે. થોડીઘણી ભાગદોડ કરવાથી વધુ ધન કમાઈ શકશો. નાણાંકીય બાબતની અંદર સારા સારી થતી જશે. જૂના રોકાણમાંથી ફાયદો મેળવી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.

Venus’ rule till 13th April advises that if you wish to restart your stalled works, take the advice of someone to ensure that you succeed. A little added effort will yield you good income. Financial prosperity is indicated. You will receive good interest from old investments. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 9, 12, 14


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે. રોજ બરોજના કામો તમે સારી રીતે નહીં કરી શકો. તબિયતનું ધ્યાન રાખજો. ખાવાપીવાથી થતી બીમારીઓથી પરેશાન થશો. રાહુને કારણે તમારા કામકાજમાં મુશ્કેલીઓ આવશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. મુશ્કેલીઓ ઓછી કરવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.

Rahu’s rule till 4th March doesn’t allow you to do your daily chores effectively. Take care of your health. You could suffer from diet-related ailments. Rahu will impose challenges in your professional life. Finances will not be stable. To reduce difficulties, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 9, 10, 11, 14


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. ગુરૂની કૃપાથી તમને દરેક બાબતની અંદર ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. નાણાંકીય બાબતની અંદર સારા સારી રહેશે. થોડા ઘણા નાણા બચાવીને કોઈના મદદગાર બની શકશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Jupiter’s rule till 21st February brings you anonymous help in all areas of life. Financial prosperity is predicted. You will be able to save up money and help another. You will be able to cater to the wants of family members. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 9, 10, 11, 12


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમારી રાશીના માલીક ચંદ્રના પરમ મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારી શારીરિક બાબતની અંદર સારા સારી થતી જશે. ધન કમાવવામાં કોઈ મુશ્કેલીમાં નહીં આવો. તમે કરેલી મહેનતનું ફળ જરૂર મળશે. નોકરી કરતા હશો તો ત્યાંથી નાણાકીય ફાયદો થશે. કોઈના મદદગાર બની શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.

The onset of Jupiter’s rule ensures progress in any physical ailments. Earning money will not be troublesome. You will reap the fruits of your labour. The employed will enjoy financial benefits. You will be able to help others. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 9, 10, 11, 14


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં પરેશાન થતા રહેશો. સીધા કામ પુરા કરવામાં સફળ નહીં થાવ. ધનની ચિંતા ઓછી નહીં થાય. ખોટા ખર્ચાઓ ખુબ વધી જશે. તબિયતની સંભાળ લેજો. કોઈને મદદ કરતા તમે મુશ્કેલીમાં આવશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 10, 13, 14 છે.

Saturn’s rule till 23rd February will have you getting worried over small issues. You might not be able to get even straight and easy tasks done. Financial worries will not lessen. Unnecessary expenses could increase. Take care of your health. Helping another could land you in trouble. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 8, 10, 13, 14


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા ચાલશે. બને તો થોડીઘણી રકમ બચાવીને શેરમાં ઈનવેસ્ટ કરજો. નોકરી કરતા હશો તો મીઠી જબાન વાપરીને તમારા અગત્યના કામ જલ્દીથી પુરા કરી શકશો. મિત્રોને સલાહ આપી તેનું દિલ જીતી લેશો. જે પણ કામ કરશો તેમાં જશની સાથે ધનલાભ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Mercury’s rule till 17th February suggests that you save up some money and invest the same in shares. Those employed are advised to use sweet language to get their important tasks completed. You will win over your friends with your sincere advice. You will earn fame and fortune in all your endeavours. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 9, 10, 11, 12


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી નવા મિત્રો મળી રહેશે. થોડુ વધુ કામ કરીને નાણાંકીય બાબતમાં સારા સારી થથી જશે. કોઈક જગ્યાએ ગેટ ટુ ગેધરમાં જવાથી વધુ માન મેળવશો. તમારા કમાયેલા ધનને સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. વધુ કામ કરી વધુ ધન મેળવી શકશો. અગત્યના કામો ધ્યાન આપી પહેલા પુરા કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 11, 13, 14 છે.

The onset of Mercury’s rule brings in new friends in your life. A little work will ensure greater financial gains. You will receive much respect and appreciation at gatherings. You will be able to put your hard-earned money to gainful use. You are advised to focus on the completion of important tasks. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 8, 11, 13, 14


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફેબ્રુઆરી સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે ચીડીયા સ્વભાવના થઈ જશો. વાહન ચલાવતા સમયે વાહન સંભાળીને ચલાવજો. તાવ-માથાના દુખાવાથી પરેશાન થશો. ઘરમાં ખોટા ખર્ચાઓ ખુબ જ વધી જશે. નાની બાબતમાં કોઈ સાથે ઝગડો થવાના ચાન્સ છે. ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.

Mars’ rule till 21st February makes you increasingly irritable. Drive/ride your vehicles with great caution. You could suffer from fever or headache. Unnecessary home expenses will increase greatly. There is a possibility to end up fighting with others over petty matters, so try to speak minimal. Pray the Tir Yasht daily.

Lucky Dates: 9, 10, 11, 14


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની વાત જેને કહેવા માંગતા હો તેને કહી દેજો. અગત્યના કામો આ અઠવાડિયામાં પુરા કરી લેજો. રોજના કામ રોજ પુરા કરશો તો ખરાબ સમયમાં તમે ઓછા પરેશાન થશો. નવા કામમાં સફળતા મળશે.ઘરવાળાને સાથ આપતા ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

The ongoing Moon’s rule suggests that you share your thoughts with those you wish to open up with. Ensure to complete all your important tasks this week. Completing your daily chores in time will ensure that you are less hassled in the future. New endeavours will be successful. Being supportive of family members will ensure peaceful atmosphere at home. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 8, 9, 12, 13


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

હવે તો તમને શીતળ ચંદ્રની દિનદશા ચાલુ થયેલી છે. હવે તમે તમારા ડીસીઝન લેવામાં ઉતાવળ કરતા નહીં. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનગમતી વ્યકિત સામેથી મળવા આવશે. જૂના રોકાયેલા નાણા પાછા મળશે. મુસાફરી કરવાથી ધનલાભ મેળવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

The onset of the Moon’s rule suggests that you do not rush into making any decisions. Financial prosperity is on the cards. Your favourite person will approach you. You will be able to retrieve your old funds which were stuck. Travel will prove financially beneficial. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 13, 14


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને છેલ્લુ અઠવાડિયું શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી આવકમાં વધારો થઈને રહેશે. શુક્રની કૃપાથી તમે તમારી પસંદગીની વ્યકિત સાથે સમય પસાર કરી શકશો. કોઈપણ ચીજ વસ્તુ સહેલાઈથી વસાવી શકશો. નાની મુસાફરી કરતા નાણાકીય ફાયદો પણ મેળવશો સાથે ખુશ પણ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 10, 12, 13 છે.

This is your last week under Venus’ rule. Income will increase. With Venus’ graces, you will be able to spend quality time with your favourite person. You will be able to install any equipment you need. Travel will bring you financial benefits along with happiness. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 10, 12, 13


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ભરપુર સુખ આપશે. કોઈ સાથે મતભેદ થયેલા હશે તો મતભેદ દૂર કરવા મિત્રોની મદદ મળી જશે. કામકાજ માટે ગામ પરગામ જવાના ચાન્સ મળશે. વધુ ખર્ચ કરવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. ધનલાભ મળતા રહેશે. બીજાના મદદગાર બની શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.

Venus’ rule till 14th March brings in great happiness. Friends will help to resolve any miscommunications or brawls you may have had with others. You will get travel opportunity for work. Despite spending excessively, you will not face financial shortage. You will be blessed with prosperity. You will be able to help others. Pray to Behram Yazad daily.

Lucky Dates: 9, 10, 11, 14

Leave a Reply

*