ગેહોને ભરવાથી શું થાય છે તે હવે જોઈએ. બોલતા પ્રાણીને ઈન્સાન શા માટે કહ્યો છે? તે નીમ યઝત છે. તેની ઉપર કુદરતે ફરજ મુકી છે તે બધું ઉપર જોયું ત્યારે ઈન્સાને કુદરતની સાથે એટલે દાદાર લગીનો સંબંધ રાખવો જોઈએ. આ સંબંધમાં તેને રાખનાર ગેહોની ગતિ કઈ રીતે છે તે જોઈએ અને જો ગેહ ભણે તો પછી ગમે તેવો બદબખ્ત ઈન્સાનબી નવમાંની એક રીતે તે દાદારની સાથે સંબંધ સત્યસંગ રાખી શકે છે. ઈન્સાનને મુક્તિ મળે એટલે શું? ઈન્સાન પોતામાં રહેલી ભુલોથી આગાહ અને બેદાર થઈ તે ભુલોના ભુલાવાથી, અજ્ઞાનતાથી તે ભુલોથી ઉભી થતી હવસોથી આઝાદ થવા માંગે તેઓથી સ્વતંત્ર થવા મંથન કરે, અને એમ ખએત્વ પુગવા પોતાવતપણે પુગવા માગે એટલે ઘણાથી દૂર થઈ અહુરમઝદનો સંબંધ કરવા માંગે એટલે દાદારની તાબેદારી જેને સરોશેમ કહે છે તે ઉભી કરવા માગે. એમ સરોશેમનો સંબંધ રાખવા માંગે. તેવા નામાંજ ભીન્ન રહે એટલે સરોશ જેવી વર્તણુંક ઉભી કરવા માગે, તેને માટે ભાવિક ઈચ્છાઓ બતાવ્યા કરે તો તેવી હાલત તેને માટે એક જાતની મુક્તિ તરીકેની થઈ રહે છે. આવી હાલતથી તેનામાં સરોશ યઝદનો સંબંધ થવા માંડે છે. આ સંબંધને રાદ પદવંદ કહે છે. આ રાદ પદવંદ નવ રીતનો થાય તો તે સંબંધમાં રશ્નુ વસી શકે છે. પણ ગેહનાં ભણતરો તો કમમાં કમ એકરીતનો પદવદ આણી આપે છે. એમ ગુનાહગારમાંબી ગુનાહગાર ઈન્સાન ગાહેના ભણતરથી ઓછામાં ઓછી એક રીતેબી સંબંધમાં આવીને અસત્યને દૂર કરવાનું ભાન મેળવતો જાય છે. તે ગાહો તેને હાલી જમાનાથી તે ભુતના ભુતકાળમાં જે બનાવ બન્યા તેની સાથે અને ભવિષ્યમાં બનશે તેની સાથે એટલે કુદરતના ભેદની આખી સીમા સાથે સંબંધ કરાવે છે. એટલે કુદરતના ભેદની આખી સીમા સાથે સંબંધ કરાવે છે એટલે કુદરતના ભેદની આખી સીમા સાથે સંબંધ કરાવે છે એટલે કુદરતના ભેદના પરદામાં જવા તે પરદાને ઉંચકી આપે છે. ત્યારે હવે ભુતકાળ, હાલીકાળ, ભવિષ્ય એટલે શું? એટલે ભુતકાળમાં જે સૃષ્ટી થઈ જે હાલે ચાલે છે જે ભવિષ્યમાં ફરષો-કેરેતીએ પુગશે તેની કંઈક બીના જોઈએ કે જેથી ગાહની જગા તેમાં શું છે. ગાહની હિકમત કેટલી બધી અવષ્યની છે. ગાહ કુદરતની અહુરમઝદની બનાવેલી છે. ઈન્સાનની બનાવેલી નથી તેનું કામ રૂવાનની વૃધ્ધિમાં શું છે. ગાહને દહાડા-માહ વગેરેનો સંબંધ કુદરતી જ છે, માટે યસ્નમાં ગાહોને તેમ અયર-અસત્ય-માહય યાઈર્પ વગેરેને રતુ તરીકે યાદ કીધા છે તેનું કંઈક ભાન થશે. ગાહોનાં ભણતરો તે ગાહોમાં થતી કુદરતી બીનાનો ચિતાર માંથ્રમાં રજૂ કરે છે. માથ્રમાં તેમ કરી શકવાની ગતી છે કેમ કે કુદરતની ચળવળોબી કુદરતી માંથ્રથીજ થઈ રહે છે અને ગાહોમાં ભણાતા માંથ્રને ઝરથુસ્ત્રે ઉસુલ કુદરત ઉપરથી જ બનાવ્યા છે માટે ગાહોના માંથ્રો કુદરતી માંથ્રોને પુગી શકે છે અને તે ગાહોના માંથ્રોના ભણવાથી ઉભા થતા સ્તોતો ગાહોનીખીશ્મારીમાં મદદ આપી શકે છે. એમ તે કુદરતની ગાહના કામને તે ગાહનાં ભણતરો મદદ કરે છે એટલું જ નહીં પણ ભણનારાને ઉપર જોયુ તેમ કુદરતના ભેદી પરદામાં દાખલ કરાવી શકે છે તે બધી બીનાની સમજ પડશે. જરથોસ્તી ભણતરો કેટલા બધા ઉપયોગી રૂવાન-દરોસ્તીમાં અવશ્યના છે. તે એટલા ઉપરથી દેખાઈ આવશે. વળી આજકાલના ઉપર ઉપરના વિચારો કરવાનો તકલીદી જમાનામાં આવાં ભણતરો ઉપર જે અજ્ઞાનતાના ભરેલા હોમલાઓ થાય છે તે સીર્ફ નરમ શબ્દમાં બોલ્યે તો કોમની બદ-બખ્તી છે તેનું કંઈક ભાન થશે. શીખેલા કહેવડાવવાની ધુણીમાં તેઓ પોતાના દએવના-અજ્ઞાનતાના જોશને જોર આપી, તેથી છાકટ ગતીના થઈ તે અજ્ઞાનતાના દએવથી પોતે બરબાદ થઈ રહે છે અને મરણ પછીના ભારે પસ્તાવાની ઝંઝરી પોતે તૈયાર કરે છે.
વધુ આવતા અંકે
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024