બનાજી લીમજી અગિયારી (ફોર્ટ, મુંબઇ)માં મોબેદો દ્વારા કરવામાં આવતી પ્રાર્થના સેવાઓ ઓનલાઇન કરવા ધાર્મિક પહેલ –
agiaryconnect.com – તાજેતરમાં ફરી શરૂ કરવામાં આવી છે.
ત્રણ સાહસિક અમેરિકન પારસી – દિનશા મિસ્ત્રી (હ્યુસ્ટન), બેનાફ્શા શ્રોફ (ડેનવર) અને જમશીદ મિસ્ત્રી (કેલિફોર્નિયા) દ્વારા agiaryconnect.com ની સ્થાપના કરવામાં આવી હતી. આ વેબસાઈટ મહેનત કરનારા ધર્મગુરૂઓને ટેકો આપવા ઉપરાંત વિશ્ર્વના જરથોસ્તી ધર્મના આધ્યાત્મિક પાસા સાથે જોડાયેલા રહેવાની સુવિધા આપે છે. અને આપણી પવિત્ર વિધિને જાળવવામાં મદદ કરે છે એરવદ હોશેદાર ગોદરેજ પંથકી જે 2007થી બનાજી લીમજી અગિયારીના પંથકી છે જેમના માર્ગદર્શન હેઠળ આ સેવાઓ આપવામાં આવે છે.
આ વિચાર મૂળમાં ઓગસ્ટ 2011માં થયો હતો અને વેબસાઇટ પછીના વર્ષે શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે થોડા વર્ષોમાં બંધ થઈ ગઈ, જેને 2020 માં ફરીથી શરૂ કરવામાં આવી છે. વૈશ્ર્વિક સ્તરે અને ભારતમાં, જે લોકો અગિયારીની નજીક ના રહેતા હોય, અથવા તમે વૈશ્ર્વિક રોગચાળામાં છો જે તમને અગિયારીમાં જવાની મંજૂરી આપતું નથી અથવા આરોગ્યની રીતે તમે શારીરિક રીતે અસમર્થ છો અને તમે પ્રાર્થના સેવાઓ માટે વિનંતી કરવા માંગો છો તે મુદ્દે જરથોસ્તીઓ માટે તે ખૂબ મદદરૂપ સાબિત થશે.
વેબસાઇટ મુજબ, ઘણા બધાં જરથોસ્તીઓ વિદેશમાં રહે છે, અને અગિયારીની સેવાઓ માટેની માંગમાં ઘટાડો થયો છે. પરિણામે, આપણા તેજસ્વી ધર્મગુરૂઓ ધાર્મિક વિધિઓનો બચાવ કરવાને બદલે વધુ પગારવાળી બિનસાંપ્રદાયિક નોકરીઓ પસંદ કરી રહ્યા છે. આ બે સમસ્યાઓ હલ કરવા માટે, અમે ઘણી ધાર્મિક સેવાઓ પ્રદાન કરીએ છીએ જે વેબસાઇટ મુક્તાદના દિવસોને ધ્યાનમાં લઈં વધુ ઉપયોગી બને છે.
વેબસાઇટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પરંપરાગત રીતે વ્યાખ્યાયિત અને સમજાયેલી મુજબ, પ્રાર્થના સેવાઓ ફક્ત પારસી-ઇરાની જરથોસ્તીઓ માટે જ કરવામાં આવશે. યાજકો કોઈપણ સમારોહના પ્રદર્શનનો ઇનકાર કરવાનો અધિકાર જાળવી રાખશે. જો એવું જણાયું છે કે બિન-પારસી-ઇરાની જરથોસ્તી લોકો આ વિધિઓ કરે છે, તો તેઓ આ સેવા તાત્કાલિક બંધ કરશે, જે અન્ય પાલન કરનારાઓ માટે શરમજનક છે.
બનાજી લીમજી અગિયારી હાલમાં આ સેવાઓ પ્રદાન કરતી એકમાત્ર અગિયારી છે, તેમ છતાં તે વિશ્ર્વભરની અગિયારીઓ સાથે વિસ્તૃત થવાનું વિચારે છે અને વેબસાઇટમાં તેમની સાથે જોડાવા માટે રસ ધરાવતા લોકોને આમંત્રણ આપે છે.
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024