યઝદી બહેરામનું મૃત્યુ, બેદરકારી બદલ કૅરટેકર અને પુત્રની ધરપકડ

મંગલ ગાયકવાડ નામના કૅરટેકર અને તેમના પુત્રની તાજેતરમાં જ મુંબઈ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરૂ અને અપરાધપૂર્ણ હત્યા ન હોવાના આરોપમાં બીમારીની અવગણના કરવામાં ઈરાદાપૂર્વકની બેદરકારી બદલ અટક કરવામાં આવી હતી. જેના પરિણામે 8મી ઑક્ટોબર 2020ના રોજ દાદરમાં તેમના નિવાસ સ્થાને 77 વર્ષની વયે યઝદીઅર એડલ બહેરામ સાહેબનું અવસાન થયું.

ગયા વર્ષે 15 ડિસેમ્બર 2021ના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો જે પછીથી માટુંગા પોલીસને તેની મિલકત હડપ કરવાના ઈરાદાથી ગંભીર માંદગી હોવા છતાં તેમને હૉસ્પિટલમાં લઈ જવાનું ટાળ્યું હોવાનું જાણ થઈ. કાનુની તપાસ બાદ માટુંગા પોલીસે કૅરટેકરની ધરપકડ કરી હતી. બહેરામ સાહેબના અવસાન બાદ તરતજ તેમની સંભાળ રાખનાર કૅરટેકર ગાયકવાડે તેમના દાદર પારસી વસાહતના ઘરનું ઈલેક્ટ્રિક મીટર તેના નામ પર ટ્રાન્સફર કર્યું.

તેમના પત્નીના મૃત્યુ બાદ અંધેરીમાં રહેતી બહેરામની પુત્રી નતાશા શેઠનાની દેખરેખ માટે ગાયકવાડને રાખવામાં આવ્યાં હતા. શેઠનાઓ માટુંગા પોલીસને આપેલા નિવેદન મુજબ 5 ઑક્ટોબર 2020ના રોજ બહેરામ ગંભીર રીતે બીમાર થઈ ગયા જે કારણોસર ગાયકવાડે તેમના ફેમેલી ડૉક્ટરને ફોન કરી બોલાવ્યા ડૉક્ટરે તેમના સહાયક ડૉક્ટરને તપાસવા માટે મોકલ્યા. સહાયક ડૉક્ટરને બહેરામની હાલત ગંભીર જણાતા તેમણે બહેરામને હૉસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. તેમણે તબિબી સહાયકની અવગણના કરી અને લોકોને એવી અફવા ફેલાવી કે તે બહેરામ સાથે સંબંધ ધરાવે છે.

આ ઘટના ત્યારે બહાર પડી જ્યારે ગાયકવાડ અને તેનો પુત્ર અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ડુંગરવાડી લઈ ગયા.

ત્યાંના પાદરી જે તેમના પરિવારને જાણતા હતા તેમણે તેમના પુત્રીને ફોન કર્યો અને જાણ કરી કે એક મહિલા જે તેમની પત્ની હોવાનો દાવો કરે છે અને તેમના પિતાની અંતિમ વિધિ કરી રહી છે.

હાલમાં બન્ને ગુનેગારો જામીન પર છૂટ્યા છે અને ઈન્વેસ્ટિગેશન ટીમ ખાનગી ડૉક્ટરની તપાસમાં છે જેણે તેમને મૃત્યુનું બનાવટી પ્રમાણપત્ર બનાવવામાં મદદ કરી હતી.

Leave a Reply

*