15 વર્ષની યશના નૌશિરવાન કોમીસેરીયેટની પસંદગી યુએઈ ક્રિકેટ ટીમના ભાગ તરીકે કરવામાં આવી હતી જે સીઆઈએસસીઈ ગર્લ્સ અંડર-17 પ્રાદેશિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા. જે તામિલનાડુના તુતીકોરીનમાં ઓકટોબરના અંતથી નવેમ્બર, 2022ની શરૂઆતમાં યોજાઈ હતી. મુંબઈ, રૂસ્તમ બાગમાં રહેતા યશના હાલમાં દુબઈની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.
એક સારા પેસ બોલર તરીકે પોતાના કૌશલ્યમાં વધારો કરતા, યશના આ ટુર્નામેન્ટમાં યુએઈ ટીમ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે બહાર આવી, જેણે ટૂર્નામેન્ટ જીતી, ફાઇનલમાં મહારાષ્ટ્ર-ગોવાની ટીમને હરાવી, જેમાં રમતના નિર્ણાયક સમયે બે રન આઉટનો સમાવેશ થાય છે. તેણીને ઉત્કૃષ્ટ ખેલાડી તરીકે ઓળખવામાં આવી છે અને એસજીએફઆઈ (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા)માં આગલા સ્તર માટે પસંદ કરવામાં આવી છે.
Latest posts by PT Reporter (see all)