Your Moonsign Janam Rashi This Week –
16 September – 22 September 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

પહેલા 4 દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ચાર દિવસમાં લેતી દેતીના કામ પહેલા પુરા કરી લેજો. તમારા ફસાયેલા નાણા જો 20મી સુધી નહીં મળે તો 36 દિવસ સુધી તમારે પૈસા પાછા મેળવવા ખુબ ભાગદોડ કરવી પડશે. મિત્રો સાથે સારા સારી રાખજો. ખરાબ સમયમાં કામમાં આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

You have 4 days remaining under the rule of Mercury. Ensure to first complete any pending work related to lending or borrowing of money. If you don’t receive your pending funds by the 20th of this month, you might have to work very hard over the next 36 days to retrieve the same. Keep good relations with your friends – they will be there for you in your tough times. Pray the Moti Haptan Yasht along with the Meher Nyaish, daily.

Lucky Dates: 16, 17, 18, 19


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે ધન બચાવવામાં સફળ થશો. થોડી કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્ય માટે ખુબ સારૂં રહેશે. હીસાબી કામો તથા લેતીદેતીના કામો ખુબ જલદીથી પુરા કરી શકશો. જે પણ કામ કરતા હશો તેમાં ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 20, 21, 22 છે.

Mercury’s ongoing rule helps you save money. With a little effort, the investment you make now will prove very useful in the future. You will able to quickly complete any accounts or transactional works. There is a high probability of profits in your current endeavours. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 17, 20, 21, 22


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. તમે ગમે એટલી કોશિશ કરશો પણ સારૂં કામ નહીં કરી શકશો. મગજનો કંટ્રોલ ગુમાવી દેતા વાર નહીં લાગે. તમારા લગ્ન જીવનમાં મતભેદ થવાના ચાન્સ છે. ઘરમાં ખોટો ખર્ચ કરવા પડશે. વાહન ચલાવતા હો તો સંભાળજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 16, 18, 19, 22 છે.

Mars’ rule till 24th September, will not allow you to do any good work, despite your efforts. You will lose your temper easily. Quarrels in your marital life are predicted. You might have to pay for unnecessary house expenses. Be careful while driving/riding your vehicles. For peace, pray the Tir Yasht daily.

Lucky Dates: 16, 18, 19, 22


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેવામાં જરાબી કરકસર કરતા નહીં. સમજી વિચારીને ડીસીઝન લેશો તો આગળ જતા થોડી ઓછી તકલીફમાં આવશો. ધણી ધણીયાણીમાં મતભેદ પડવા દેતા નહીં. દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 20, 21 છે.

The Moon’s rule till the 26th suggests that you don’t hesitate in making any purchases for the home. Decision which you make with good thought, will help you encounter less issues in the future. Do not allow squabbles to take place between couples. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 18, 20, 21


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી તમારી રાશિના મિત્ર ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્રની કૃપાથી તમે જે પણ ડીસીઝન લેશો તેમાં તમે પરફેકટ હશો અને તેવા જ ડીસીઝન અમલમાં મુકશો. નોકરી કરતા લોકોને ફાયદો થવાના ચાન્સ છે. ઈમોશનમાં કોઈ પણ નિર્ણય લેતા નહીં. ચંદ્રની વધુ કૃપા મેળવવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 18, 19, 22 છે.

The Moon’s rule till 26th October will ensure that you make all the perfect decisions. Profits are predicted for the employed. Do not make any emotional decisions. To gain further graces of the Moon, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 16, 18, 19, 22


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજથી 20 દિવસ સુર્યની દિનદશા પસાર કરવાના છે. સરકારી કામ કે બેન્કના કામ ખુબ સંભાળીને કરજો. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. બપોરના સમયમાં માથનો બોજો વધી જશે. નવા કામ કરવાની ભુલ કરતા નહીં. વિદ્યાથીઓને મુશ્કેલીઓ આવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.

The Sun rules you for the next 20 days, starting today. Be very cautious in doing any work related to banks or the government. The health of the elderly could suddenly go bad. You could feel much pressure in the head during the afternoons. Do not start any new work. Students could face challenges. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 17, 18, 21, 22


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓકટોબર સુધી મોજીલા શુક્રની દિનદશા ચાલશે. તમે બચત કરવામાં સફળ નહીં થાવ. બીજાને મદદ કરવામાં પહેલા હાજર થઈ જશો. દરરોજના કામ પુરા કરવામાં સફળ થશો. અપોઝીટ સેકસ તરફથી ખુબ સારો સહકાર મળવાથી મનને આનંદમાં રાખી શકશો.  દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Venus’ rule till 17th October will not allow you to save money. You will be the first one to help others. You will be able to do your daily chores effectively. You will get much support from the opposite gender, bringing you much joy. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 18, 19, 20


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને 16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારો હરવા ફરવામાં ખર્ચ વધી જશે. કામકાજને વધારવા માટે ગામ પરગામ જઈ શકશો. શુક્રની કૃપાથી મનગમતો જીવન સાથી મેળવી શકશો. નવા કામ શોધવામાં સફળ થશો. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 18, 21, 22 છે.

Venus’ rule till 16th November will cause an increase in your expenses towards fun and entertainment. You will be able to travel abroad for business expansion. With Venus’ grace, you could meet your ideal life partner. You will be successful in getting new projects. Pray to Behram Yazad daily.

Lucky Dates: 16, 18, 21, 22


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. હાલમાં કોઈપણ કામ જ્યાં સુધી પુરે પુરૂં નોલેજ મેળવો નહીં ત્યાં સુધી હાથમાં લેતા નહીં. આવક કરતા જાવક વધી જવાથી મનનો બોજો વધી જશે. મન ખુબ બેચેન રહેશે. ખોટા વિચારોથી પરેશાન થઈ જશો. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 19, 20, 22 છે.

Rahu’s rule till 6th October suggests that you don’t take on any work projects unless you have a complete knowledge of it. An increase of expenses over income could cause you worry. Your mind could be very restless. Negative thoughts will flood your mind. The atmosphere at home will not be cordial. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 17, 19, 20, 22


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમે રાહુની જાળમાં ફસાઈ ગયેલા છો. તમારા બોલવાથી કોઈકને ખરાબ લાગી જશે. તમારા શત્રુઓ ખુબ વધી જશે. આંધળો વિશ્ર્વાસ રાખીને કામ કરવાની ભુલ કરતા નહીં. લાલચમાં આવી જશો તો નાણા ગુમાવાનો સમય આવશે. જે પણ કામ કરો તે મગજ શાંત રાખીને કરજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 18, 20, 21 છે.

Rahu’s rule has caged you currently. What you say could offend others. An increase in the number of your detractors is predicted. Do not make the mistake of working with blind faith. If you get tempted with money, you will end up losing it. Ensure to do all your work with a calm head. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 16, 18, 20, 21


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી તમારા માટે ખુબ સારો સમય છે. જૂના રોકાણમાંથી ફાયદો થવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી કોઈની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. ધર્મના કામો કરવા પાછળ ખર્ચ થવાના ચાન્સ છે. લગ્ન કરેલા કપલ એકબીજાને માન આપશે. ગુરૂની વધુ કૃપા મેળવવા ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 19, 21, 22 છે.

The period upto 25th October is great for you. Old investments will yield profits. Under Jupiter’s rule, you will be able to help another. You could spend money on religious work. Married couples will treat each other with respect. To gain Jupiter’s further grace, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 19, 21, 22


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લા 9 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 26મી સુધી ખાવાપીવા પર ખુબ ધ્યાન આપજો. ઉતરતી શનિની દિનદશા તમને એસીડીટીથી પરેશાન કરશે. 26મીથી ગુરૂની દિનદશા 24મી નવેમ્બર સુધી કરજમાંથી મુક્તિ અપાવવામાં મદદગાર થશે. આખુ અઠવાડીયું મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.

You have 9 days remaining under the rule of Saturn. Pay much attention to your diet till 26th September. Saturn’s descending rule could have you suffering from acidity. Jupiter’s rule, from 26th September to 24th November, will prove helpful in paying off your debts. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 16, 17, 18, 20

Leave a Reply

*