‘અમર ઈરાન’ પુસ્તક લખનાર પારસી જરથોસ્તી કોમના માનવંત ધર્મગુ, અથંગ અભ્યાસી અને જગપ્રસિધ્ધ વિદ્વાન સર જીવનજી જમશેદજી મોદી, નાઈટ જેવણે દેશપરદેશમાં પોતાની બહોળી ઉંડી વિદ્વતાથી પારસી કોમની કિર્તી વધારી.
દેશ અને પરદેશમાં પારસી કોમની કિર્તી વધારનાર આ સાચા જરથોસ્તી યુરોપ અને અમેરિકાના વિદ્વાન સાવાઓના સામાગમમાં આવી પોતાની બહોળી વિદ્વતાનો ઉંડો છાપ બેસાડનાર સાયન્સ, વિદ્યાજ્ઞાન અને પૂરાના કંડિયરોની શોધખોળ પાછળ પોતાની જિંદગી પૂરી કરી નાખનારા અથંગ મુસાફર.
સર જીવનજી, શેઠ જમશેદજી જીવનજી મોદીના એક પૂરા બેટા હતા. તેમનો જન્મ તા. ૨૬મી ઓકટોબર ૧૮૫૪ને દિને થયો હતો. તેવણે કોલાબા મધે આવેલી જીજીભાઈ દાદાભાઈની નિશાળ તથા ત્યારપછી જનબાવા મહોલ્લામાં આવેલી એરવદ સ્તમજી દાદાચાનજીની ખાનગી સ્કુલમાં શઆતની કેળવણી લીધી હતી. ૧૮૭૨માં તેવણે મેટ્રિકયુલેશનની પરિક્ષા પસાર કરી, એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાઈ, ૧૮૭૭માં તેવણ બી.એ થયા હતા.
એવણના લગ્ન ૧૧ વરસની વયે શેઠ હોરમસજી નવરોજી સકલાતવાલાના બેટી બાઈ આઈમાય સાથે થયા હતા. ૧૮૭૧માં તેમના પિતાજી મરણ પામવાથી ૧૭ વરસની વયે તેમની જગાએ તેવણ કોલાબાની શેઠ જીજીભાઈ દાદાભાઈવાળી અગિયારીના પંથકી નિમાયા હતા જે ઓધ્ધો લગભગ ૪૦ વરસ ભોગવી તેમણે ૧૯૧૦માં તે છોડયો હતો.
જે સાલમાં તેવણના લગ્ન થયા તે જ સાલમાં તેવણ નાવર પણ થયા હતા. તેવણે મુલ્લાફીરોજ તથા સર જમશેદજી જીજીભાઈ મદ્રેસામાં અવસ્તા, પહેલવી અને ફાર્સીનો અભ્યાસ કીધો હતો.
‘નામ તેનો નાશ’ એ આ જહાનનો હરદમ નજરે પડતો હરેક ગમ વ્યાપિ રહેલો હમેશા ચાલુ રહેલો, કુદરતના મહાન કાયદાઓમાનો એક કાયદો છે. ગમે એવી મહાન ચીજ પણ પોતાની મોટાઈ ૈને મહત્વતા થોડો કે ઘણો વખત બતાવી આખરે કુદરતના મહાન કાયદાને માન આપી નાશ પામે છે. ‘નામ તેનો નાશ’ એ કહેવત પોતાની સચ્ચાઈ સદા પૂરવાર કરતી આવી છે. તવારિખનો એક સાચો સેવક એ અચૂક કહેવતની સચ્ચાઈ તવારિખના પાને પાને રજૂ થતી જોય છે. તે એક પ્રજાને આ નાપાયદાર જહાનમાં જન્મ લેતી, પ્રગતિકરણના કાયદાને માન આપી આ ફાની દુનિયામાં આગેવાન ભાગ મજવતી આખરે મોટાઈ, મરતબા, સત્તા, વિખ્યાતી અને જાહોજલાલીના જશવંતા શિખરે પૂગતી, પણ છેવટે કુદરતના એજ મહાન કાયદાને નમી જઈ તેની સરજતના સિતારાને અસ્ત પામતો જોય છે. એ એસિર્યન જેવી પ્રજાની જાલિમ જુલ્મી જોરેમંદીને કે બળવાન બેબિલોનિયન પ્રજાની ધરતી ધ્રુજાવનારી ધમાધમીને થોડો વખ્ત આ જહાનને જેર કરતી જોઈ આખરે તેમને ફનાઈના ફાસામાં ફસતી જોય છે. રોમન જેવી મહાન પ્રજા કે જેણે એક વખતે પ્રાચીન દુનિયાનો મોટો ભાગ જીતી લીધો હતો જે પ્રજાનું ુત્તમ રાજ બંધારણ આજની સુધરેલી દુનિયાની શાબાશી મેળવે છે. જે પ્રજાની શમશેરના સપાટાએ સેંકડો શત્રુઓનાં સરોને એક સપાટે સાફી કીધાં હતાં, જેના શૂરવીર શેરનરોએ પોતાના શૂરાતનથી સારી જેહાનનાં જંગી જોધ્ધાઓને જેર કીધા હતા તેજ રોમન પ્રજાને તે આજે આ ધરતીપરથી નાબૂદ થયેલી જોય છે. તે તુરાની પ્રજાના તુફાની ટોળાને હન પ્રજાના હથિયાર બંધ હાથોને કે ગોથ અને વન્ડલ લોકોના દહેશતનાક દસ્તોને આ દુનિયામાં દોર મચાવી દયા અને દાનના આ દયાહિણ દુશ્મનોને થોડો વાર ફાવી જતા પણ આ સૃષ્ટિના આ સામન્ય નિયમને આખરે શરણ થતા જોય છે. ભલે સિકંદર જેવો શૂરવીર શેરનર પોતાના શૂરાતનથી આ સૃષ્ટિને સર કરવા માંગે, ભલે હેનિબલ જેવો યાદગાર યોધ્ધો પોતાની હિંમતથી હામથી આપણને હેરત કરે ભલે સીઝર જેવો જહાંજોય જોધ્ધો આ જહાનને જેર કરે કે નેપોલિયન જેવો નામીચો નરશેર પોતાના જગપ્રસિધ્ધ જંગોથી પોતાને જગ આશ્કાર કરે પણ આખરે તેજ નામદારો જગતના આ જગપ્રસિધ્ધ કાયદાને કદમબોશી કરી માટીમાં મળી ગયા છે. (અમર ઈરાનમાંથી)
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024